આ એક દાણો રાત્રે પાણીમાં પલાળીને સવારે પિય લ્યો. શરીરમાં થશે એવા ગજબના ફેરફારો કે વિશ્વાસ નહીં આવે.

એલચી ખાવાના ફાયદાઓ વિશે લગભગ દરેક લોકો જાણતા જ હશે. લગભગ દરેકના ઘરોમાં એલચીનો ઉપયોગ મસાલા બનાવવા માટે થતો હોય છે. આયુર્વેદમાં પણ એલચીનું મહત્વનું સ્થાન છે. શું તમે ક્યારેય એલચીના પાણીનું સેવન કર્યું છે ? જો નહિ, તો અમે આજે તમને આ લેખના માધ્યમથી એલચીના પાણીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવશું. એલચીનું પાણી પીવાથી પેટ, ફેફસા વગેરેથી જોડાયેલ સમસ્યાથી આરામ મળે છે.

આ માટે તમે નાની-મોટી કોઈ પણ એલચીનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ અનુસાર નાની એલચીમાં રસાયણ હોય છે. મોટી એલચીની તુલનામાં નાની એલચીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. નાની એલચી તાસીરમાં ઠંડી હોય છે. તેથી જ તેનું પાણી કેટલાક રોગો માટે લાભકારી હોય છે. ચાલો જાણીએ એલચીનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે.પેટ માટે : આયુર્વેદ અનુસાર, પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નાની એલચીના સ્થાને તમે મોટી એલચીના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. મોટી એલચીની તાસીર થોડી ગરમ હોય છે. તેથી તે પેટ સંબંધી સમસ્યા જેમ કે, કબજિયાત, એસીડીટી અને પેટનું ફૂલવું વગેરેથી છુટકારો આપે છે. ખાસ કરીને, સવારે ઉઠીને તેનું પાણી પીવાથી પેટ સાફ થાય છે. તેમાં બેક્ટેરિયા વગેરેથી લડવા માટે એક્ટિવ કમ્પાઉન્ડ્સ સામેલ હોય છે. આયુર્વેદ જણાવે છે કે, એલચીમાં મેથોન નામનું તેલ હાજર હોય છે, જે તમારા ગૈસ્ટ્રોઇન્સ્ટાઈનલની સમસ્યાથી લડવામાં કામ કરે છે. નિયમિત રૂપથી એલચીનું પાણી પીવાથી તમારું પાચનતંત્ર ખુબ જ સારી રીતે કામ કરે છે.

શરીરને ડિટોક્સ કરવા માટે :

એલચીનું પાણી તમારા શરીર માટે ડિટોક્સ ડ્રિંકની જેમ કામ કરે છે. આ તમારા શરીરમાંથી બધા જ ટોકસિંન્સને સાફ કરવાનું કામ કરે છે. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કરવા માટે અઠવાડીયામાં 2 થી 3 વાર એલચીના પાણીનું સેવન કરો. એલચીનું પાણી પીવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ ખુબ જ સારું થાય છે, તેથી તમારી ત્વચા સંબંધી સમસ્યા જેવી કે, ચાંદા વગેરેથી પણ બચી શકાય છે.એલર્જીમાં ફાયદાકારક : આયુર્વેદમાં જણાવ્યું છે કે, એલચી એન્ટી એલર્જીક છે. તેથી જ શરીરમાંથી એલર્જીથી છુટકારો મેળવવા માટે એલચીના પાણીનું સેવન કરવું એ ખુબ જ ફાયદાકારક છે. એટલું જ નહિ, પરંતુ તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી સેપ્લિક પ્રોપર્ટીઝ પણ હોય છે, જે ત્વચા સબંધી સમસ્યા માટે ખુબ જ પ્રભાવશાળી છે. એલચી પર શોધમાં એ જાણવા મળ્યું છે કે, એલચીનું સેવન તમારી ઓરલ હેલ્થ માટે ખુબ જ લાભકારી છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક : જો તમે વજન ઘટાડવા માટે કોઈ પણ ડ્રિંકની તપાસમાં છો, તો એલચી તમારી માટે સટીક ડ્રિંક છે. એલચીનું પાણી તમારા મેટાબોલીઝ્મના સ્તરને વધારે છે, જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ છે. શરીરમાંથી એક્સ્ટ્રા ચરબીને ઘટાડવા માટે આ પાણીનું સેવન તમે નિયમિત રૂપથી પણ કરી શકો છો. આ માટે તમારે એલચીને રાત્રે પલાળીને રાખવાની છે અને સવારે તેને પીસીને પાણીમાં મિક્સ કરીને પીય લેવાનું છે. આમ કરવાથી થોડા દિવસોમાં તમારા શરીરની ચરબી ઓછી થવા લાગશે. જો તમે જલ્દી વધારે વેટ લોસ કરવા માંગો છો, તો તમે એલચીને પાણીમાં ઉકાળીને પણ પીય શકો છો.ફેફસા માટે ફાયદાકારક : આયુર્વેદમાં જણાવવામાં છે કે, એલચીનું પાણી તમારા ફેફસા માટે અત્યંત લાભકારી ઔષધિ સાબિત થઈ છે. આ પાણીની અંદર થોડી મધની માત્રા મેળવવાથી ફેફસા માટે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. એલચીમાં સિનેયોલ નામક ઇંગ્રિડિયન્સ હાજર હોય છે, જે તમારા ફેફસાના ઇન્ફેકશનની સાથે જ, બ્રોન્કાઈટિસ, અસ્થમા અને ફેફસાથી જોડાયેલ અન્ય બીમારીથી પણ બચાવે છે. તેથી જ ફેફસાને સ્વસ્થ રાખવા માટે તમે આ પાણીનું સેવન કરી શકો છો.

કફની સમસ્યામાં મદદરૂપ :

આયુર્વેદમાં જણાવ્યું છે કે, કફ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે એલચીના પાણીનું સેવન કરી શકો છો. એલચી એન્ટી ઓક્સીડેન્ટનો એક સારો સ્ત્રોત છે, તેથી તેનું પાણી પીવાથી કફ અને શરદીની સમસ્યા સહેલાઈથી દૂર થાય છે. આ માટે એલચીને ગરમ પાણીમાં ઉકાળીને તેમાંથી બચેલું પાણી પીય શકો છો. એલચીનું પાણી તમારી શરદીને બહાર કાઢવામા અને ચેસ્ટ કન્ઝેકશનમાં સહાય કરે છે.એલચીનું પાણી બનાવવાની રીત : એલચીનું પાણી બનાવવું ખુબ જ સહેલું છે. આ માટે તમે એલચીને રાત્રે પલાળીને રાખી દો. હવે સવારે ઉઠીને એલચીને પીસીને હુંફાળા ગરમ પાણીમાં નાખો. તેને મિક્સ કરીને ગાળી લો અને તેનું સેવન કરો. આ પાણીનું આ રીતે સેવન કરવાથી તમને વધારે લાભ મળશે. તેના બીજોનું તેલ પાણીમાં ખુબ જ સહેલાઇથી અવશોસિત થઈ જશે, જેથી તમે તેનો પણ લાભ લઈ શકો છો.

એલચીનું પાણી પીવાથી તમને આ લેખમાં આપેલ ફાયદા મળી શકે છે. લેખમાં આપેલ રીતોથી તમે ઘરે જ સહેલાઈથી બનાવી શકો છો. આમ તમે એલચીનું પાણી બનાવીને પીય શકો છો અને અનેક રોગો સામે લડી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment