આ જગ્યાએ ડુંગળી-બટેટાના ભાવે વેંચાય છે મોટા ટબ્બા જેવા કાજુ, ભાવ જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે… જાણો સૌથી સસ્તા કાજુ ક્યાં મળે…

ડ્રાયફ્રુટ સ્વસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. આવા ડ્રાયફ્રુટ માંથી એક કાજુ છે જે દરેકના મનપસંદ હોય છે. પરંતુ મોંઘવારીના આ જમાનામાં તેને ખરીદી શકવું સરળ નથી. કારણ કે માર્કેટમાં આ તમને 800 કે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શ્રીમંત લોકો તો તો પણ તેને ખરીદી લે છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે તેને ખરીદી શકવું મુશ્કેલ હોય છે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ₹1000 કિલો વેચાતા કાજુ ભારતના જ એક જિલ્લામાં કોડીઓના ભાવમાં વેચાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આખરે આ શહેરમાં કાજુ ડુંગળી બટાકાના ભાવમાં કેવી રીતે મળી જાય છે 

તમે વિચારી રહ્યા હશો કે ભારતમાં એવું કયુ શહેર છે. તમારો પ્રશ્ન પણ વ્યાજબી છે પરંતુ  તમને જણાવી દઈએ કે આ શહેર છે ઝારખંડનું જામતાડા. અહીંયા માત્ર 30 થી 40 રૂપિયા કિલો માં કાજુ મળી જાય છે. આખરે આટલા સસ્તા થવા પાછળનું કારણ કયું છે. તો જણાવી દઈએ કે ઝારખંડમાં દર વર્ષે હજારો ટન કાજુનું ઉત્પાદન થાય છે. અહીંયા સડકના કિનારા પર મહિલાઓ 20 થી 30 રૂપિયે કિલો કાજુ વેચતી જોવા મળે છે.1) અહીંયા છે મોટા મોટા બગીચા:- જામતાડા ના નાળા ગામમાં લગભગ 50 એકર જમીનમાં કાજુની ખેતી કરવામાં આવે છે. ઝારખંડને કાજુનગરી કહેવામાં આવે છે. અહીંયા જેવો કાજુનો બગીચો છે, ઝારખંડમાં એવો ક્યાંય પણ નથી. અહીંયા મોટા મોટા બગીચા છે. ત્યાં કામ કરવાવાળા લોકો ખૂબ જ સસ્તા ભાવમાં ડ્રાયફ્રુટ્સને વેચી દે છે. અહીંયાના ખેડૂતો પાસે ખેતી કરવા માટે વધારે સુવિધાઓ નથી તો પણ ખેડૂત આ ખેતીથી ખુશ છે. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે આ વર્ષે લગભગ 50,000 કાજુના વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે.

2) 1990 થી થઈ રહી છે ખેતી:- અહીંયાના જળ, વાયુ અને માટી કાજુની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. 1990 ની આસપાસની વાત છે. ખેડુતો ના જણાવ્યા પ્રમાણે તે સમયના તત્કાલિન ડેપ્યુટી કમિશનરે ઓડિશાના કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી જમીનનું પરીક્ષણ કરાવ્યું અને જાણવા મળ્યું કે કાજુની ખેતી માટે અહીંની જમીન વધુ સારી છે. ત્યારબાદ તેમણે ડ્રાયફ્રૂટની ખેતી શરૂ કરાવી. વન વિભાગે મોટા પાયે કાજુના છોડ લગાવી દીધા. જોત જોતા માં છોડ વૃક્ષ બની ગયા. અત્યારે હજારોની સંખ્યામાં કાજુના વૃક્ષો  જોવા મળે છે.3) અડધા ભાવ માં વેચી દેતા હતા ખેડૂતો:- પહેલીવાર કાજુનું ફળ આવ્યું તો ગામના લોકો જોઈને આનંદિત થઈ ગયા. બાગમાંથી કાજુ વીણીને ઘર લાવતા અને ભેગા કરીને સડકના કિનારે અડધા ભાવમાં વેચી દેતા હતા. કારણ કે તે વિસ્તારમાં કોઈ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી, તેથી ફળમાંથી કાજુ કાઢવાના તેમના માટે સંભવ પણ ન હતા.જ્યારે બંગાળના વેપારીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ જથ્થાબંધ ખરીદી શરૂ કરી. વેપારીઓ પ્રોસેસિંગ પછી વધુ નફો કમાય છે, પરંતુ ગ્રામજનોને તેની કોઈ યોગ્ય કિંમત મળતી નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment