શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો…… તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી….
મિત્રો ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેમના ઘરના સભ્યોની આવક વધારે હોય છે પરંતુ પૈસા ઘરમાં ટકતા ન હોય. જ્યારે પણ પૈસા સંબંધિત કોઈ વાત આવે તો તે પરિસ્થિતિમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવક હોવા છતાં ઘરમાં બરકત ન વધે તો આ બધી સમસ્યાઓ પાછળ ઘરમાં રહેનારા વ્યક્તિની નાની નાની ભૂલો જ હોય છે. જો આ નાની નાની ભૂલોને સુધારવામાં આવે તો નિશ્ચિત રૂપે ઘરમાં બરકત વધવા લાગે છે.
આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલીમા ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. પરંતુ આપણે આ બદલાતી જીવનશૈલીમાં અજાણતા અમુક એવી ભૂલો કરી રહ્યા છીએ કે જેના કારણે આપણા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. તો મિત્રો આજે અમે તેના આધારિત પાંચ એવી ભૂલો જણાવશું કે જે તમે સુધારી લેશો તો હંમેશા માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે અને બરકત પણ વધશે. તો ચાલો જાણીએ કે આખરે કંઈ પાંચ સામાન્ય ભૂલો આપણે અજાણતા કરીએ છીએ, જેના કારણે આપણે વધારે આવક હોવા છતાં પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને માતા લક્ષ્મીનો દરજ્જો મળેલો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે ઘરમાં મહિલાઓ સવારે મોડે સુધી સુવે છે તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. ખુબ જ ધન કમાવવા છતાં પણ એ ઘરમાં લક્ષ્મી નથી રહેતી. એટલા માટે ઘરની સ્ત્રીઓએ હંમેશા સવારે વહેલા ઉઠી જવું જોઈએ.
પ્રાચીન સમયમાં મહિલાઓ સૂર્યોદય પહેલા જ ઘરની સફાઈ કરી લેતી હતી. પરંતુ આજના સમયમાં આવું બધા જ ઘરમાં શક્ય નથી હોતું. પરંતુ તમને જણાવી દઈએ કે જે ઘરની મહિલાઓ સૂર્યોદય બાદ એક કલાકમાં ઘરની સાફ સફાઈ નથી કરતી તે ઘરમાં પણ ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો. તેથી તેમણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એટલા માટે સવારે વહેલા ઉઠીને સાફસફાઈ કરવામાં આવે તો આપણા ઘરમાં લક્ષ્મીજી પણ ટકી રહે છે અને નકારાત્મક ઉર્જાઓ પણ દુર થાય છે.
મિત્રો ઘરમાં મંદિર પછી જો કોઈ પવિત્ર સ્થાન માનવામાં આવતું હોય તો એ છે રસોઈ ઘર. તો તમને જણાવી દઈએ કે જે રીતે મંદિરમાં આપણે સ્નાન કર્યા વગર પૂજા નથી કરતા તે જ રીતે સ્નાન કર્યા વગર રસોઈ પણ ન બનાવવી જોઈએ. કારણ કે જે ઘરની મહિલાઓ સ્નાન કર્યા વગર રસોડામાં રસોઈ બનાવે છે તો તે ઘરમાં પણ માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. જો લક્ષ્મીજીને કાયમ માટે ટકાવી રાખવા હોય તો હંમેશા સ્નાન કરીને જ રસોઈ બનાવી જોઈએ.
જે ઘરમાં લોકો બેડ કે પથારી પર બેસીને ભોજન લેતા હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તેવું શક્ય જ નથી. કારણ કે ભોજનમાં સાક્ષાત નારાયણનો વાસ થાય છે અને તેથી તે પવિત્ર છે તો શાસ્ત્રોમાં બેડ અથવા પથારીને અપવિત્ર માનવામાં આવે છે. તો જે ઘરમાં લક્ષ્મી માતાના નારાયણનું અપમાન થાય તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તેવું સંભવ જ નથી. એટલા માટે ક્યારેય પણ બેડ પર બેસીને જમવું ન જોઈએ. તેના માટે યોગ્ય સ્થાન પર જ બેસવું જોઈએ.
પાંચમું જે કાર્ય અમે જણાવવા જઈ રહ્યા છીએ તે ઘરમાં ધન સંબંધી સમસ્યા તો લાવે જ છે પરંતુ તેની સાથે ઘરમાં સંપૂર્ણ રીતે નકારાત્મકતા ફેલાવે છે. તે છે ઘરમાં બુટ કે ચપ્પલ પહેરીને પ્રવેશ કરવો. આજના સમયમાં અમુક લોકો ઘરમાં બુટ ચપ્પલ પહેરીને રાખવા તે પોતાની શાન સમજતા હોય છે. પરંતુ મિત્રો આ આદત સૌથી મોટું અલક્ષ્મી અને નકારાત્મકતાનું કારણ બને છે.
મિત્રો આ વાતો વાંચવા અને સાંભળવામાં ખુબ નાની લાગે પરંતુ તે આપણા માટે મોટી સમસ્યા લાવી શકે છે. જો મિત્રો તમે પણ અજાણતા આ ભૂલો કરી રહ્યા છો તો આજે જ સુધારો. તમને થોડા દિવસ બાદ ખુબ જ ચમત્કારિક પરિણામ જોવા મળશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very true but in todays lifestyle based on followship and influance.
Hope people accept these topics and make some or all changes.