અજમાના ફૂલની આ ચા શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ ગુણકારી, શરીરના આ 7 રોગોને જડમૂળથી કરી દેશે ગાયબ… ફાયદા જાણીને ચોંકી જશો…

મિત્રો આપણે ત્યાં અનેક જડીબુટ્ટીઓમાં અજમાનું વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને પેટને લગતી સમસ્યાઓમાં અજમો ખુબ જ ઉપયોગી થઈ શકે છે. પાચન માટે અજમો એ રામબાણ ઈલાજ સમાન છે. તેમાં રહેલ ગુણો તમારા પેટને તંદુરસ્ત રાખી શકે છે.

અજમાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેને ખાવાથી પાચનમાં સુધાર આવી શકે છે. ગેસ અને એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે, અજમાના ફૂલથી તમને અનેક ફાયદાઓ મળી શકે છે. અજમાના ફૂલમાં આયરન, મેગ્નેશિયમ, વિટામીન સી અને વિટામીન એ ભરપુર માત્રામાં મળે છે.

અજમાના ફૂલને થાઈમ કહેવામાં આવે છે. થાઈમ મીંટ ફેમિલીની સૌથી પ્રસિદ્ધ જડીબુટ્ટીમાંથી એક છે. તેનો ઉપયોગ રસોઈને સજાવટમાં અને રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ સિવાય તમે અજમાના ફૂલની ચટણી પણ બનાવી શકો છો. મિશ્રના લોકો પોતાની રસોઈમાં અજમાનો વિશેષ ઉપયોગ કરે છે. ચાલો તો તેના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.

હાઈ બ્લડ પ્રેશર માટે : આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખુબ વધી ગઈ છે. તેને હાઇપરટેન્શન અને સાઈલેંટ કીલર પણ કહેવાય છે. હાઈ બીપી હૃદય રોગ અને સ્ટોકનું કારણ બની શકે છે. આથી તેને કંટ્રોલમાં રાખવું ખુબ જ આવશ્યક છે. હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે તમે અજમાના ફૂલનું સેવન કરી શકો છો. અજમાના ફૂલ ભોજનમાં નાખવાથી વધુ મીઠું નાખવાની જરૂર નથી રહેતી. સાથે તે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. આથી અજમાના ફૂલ હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે.

હૃદય રોગનું જોખમ : અજમાના ફૂલ હૃદય રોગના દર્દી માટે લાભકારી છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. જો તમે હૃદય રોગથી બચવા માંગતા હો તો તમે અજમાના ફૂલને ડાયટમાં સામેલ કરો.

ડાયાબિટીસના દર્દી : અજમાના ફૂલ ડાયાબિટીસના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ તમારું બ્લડ શુગર વધુ છે તો ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું.

શરદી – તાવમાં : શરદી અને તાવની સમસ્યાથી રાહત મેળવવા માટે અજમાના ફૂલ ખુબ જ ઉપયોગી છે. જો બદલાતી ઋતુમાં તમને ઠંડી લાગે છે, તાવ આવે છે તો થાઈમની પેસ્ટ બનાવી લો. તેને છાતી પર લગાવવાથી કફ દુર થાય છે. આ સિવાય અજમાના તેલથી માલીશ કરવાથી પણ  રાહત મળે છે. શરદી તાવથી છુટકારો મેળવવા માટે તમે અજમાના ફૂલની ચા પણ પિય શકો છો. અજમાના ફૂલ, શરદી, ઉધરસ અને ગળાની ખરેડીને ઠીક કરે છે.

શરીરની ઇમ્યુનિટી : અજમાના ફૂલ શરીરમાં ઈમ્યુન સિસ્ટમને વધારવાનું કામ કરે છે. પ્રતિરક્ષા પ્રણાલી આપણને રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. ઇમ્યુનિટી મજબુત હોવાથી આપણે જલ્દી બીમાર નથી પડતા. જો તમે વારંવાર બીમાર પડો છો તો આ માટે અજમાના ફૂલનું સેવન કરો.

શ્વસન વિકારોમાં : અજમાના ફૂલ શ્વસનને લગતી બીમારી દુર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે શ્વાસને લગતી બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમે અજમના ફૂલનું સેવન કરી શકો છો. પરંતુ તેનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર કરવું જોઈએ.

વાળ માટે : થાઈમ અથવા તો અજમાના ફૂલ વાળના વિકાસમાં વધારો કરે છે. અજમાના ફૂલમાં વિટામીન એ હોય છે. તે વાળના વિકાસ માટે ફાયદાકારક છે. સાથે જ તે ત્વચા માટે ફાયદાકારક છે. તે ખીલ અને ડાઘથી પણ છુટકારો અપાવે છે.

જો તમને અજમના ફૂલ સરળતાથી મળી જાય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અને જો ન મળે તો તમે અજમાને પણ ડાયેટમાં સામેલ કરી શકો છો. પરંતુ અજમાના ફૂલનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment