આ છોકરીએ રોજ પરોઠા ખાઈને ઘટાડ્યું 27 કિલો વજન, જાણો ઘરે બેઠા વજન ઘટાડવાની આ અનોખી રીત… બની જશો એકદમ સ્લિમ અને ફિટ…

આજના સમયમાં વજન ઘટાડવો એ ખુબ જ મુશ્કેલ કામ છે. તેમજ વજન ઘટાડવા માટે ખાસ કરીને પોતાના ડાયટને લઈને લોકો ખુબ સતર્ક રહેતા હોય છે. પરંતુ એક વર્કિંગ વુમન માટે વજન ઘટાડવો એ ખુબ જ મુશ્કેલ કામ છે. સમયની વ્યસ્તતાને કારણે વજન ઘટાડવા માટે તે સમય નથી આપી શકતી. પરંતુ અહીં અમે તમને એક એવી મહિલાની વાત કરીશું જેણે પરોઠા ખાતા પણ 27 કિલો વજન ઘટાડ્યું છે.

સુસ્ત લાઈફસ્ટાઈલ, પગપાળા ઓછું ચાલવું, ફાસ્ડ ફૂડનું વધુ સેવન કરવું, પેકેટ વાળા પ્રોડક્ટ ખાવા, વધારે પડતી કેલેરી ખાવી એ બધી વસ્તુઓ વજન વધારા માટે જવાબદાર છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં લગભગ 15.3 કરોડ લોકો વજન વધારાના શિકાર છે. વજન ઓછું કરવાને ખુબ જ અઘરું કામ માનવામાં આવે છે. પરંતુ જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો વજન ઓછો થઈ શકે છે. પરંતુ જો તમારી મહેનત યોગ્ય દિશામાં નહિ હોય તો વજન કોઈ પણ રીતે ઘટી નથી શકતો. અને જો વજન ઓછો થાય તો પણ તે ફેટના રૂપમાં નહિ પણ મસલ્સના રૂપમાં થાય છે. જે શરીરને નુકશાન કરે છે.

આજે અમે તમને એક એવી વર્કિંગ વુમન વિશે વાત કરીશું જેણે પોતાનું 27 કિલો વજન ઓછું કર્યું છે. તેમજ આ સ્ટોરી એ સ્ત્રીઓ માટે મહત્વની છે જે એમ માને છે કે, લગ્ન પછી મહિલાનો વજન ઓછો નથી થઈ શકતો, અથવા તો વજન ઓછો કરવા માટે સમય નથી મળતો. આ મહિલાએ જોબ અને ઘરકામ કરતા પોતાનો વજન ઘટાડવામાં સફળતા મેળવી છે.

આ મહિલાનું નામ છે અનુ બઠલા. જે જણાવે છે કે, તે બાળપણથી ખુબ જ હેલ્દી હતી. પણ તેણે ક્યારેય એવું વિચાર્યું જ ન હતું કે તે વજન ઓછો કરશે અને બીજાને પણ વજન ઓછો કરવામાં મદદ કરશે.

તેણે જણાવ્યું કે, પ્રેગ્નેન્સી પછી બાળકને સંભળાવું, ઘરકામ કરવું, અને ટીચરની જોબ કરવી આ બધાને કારણે પોતાના પર તે ધ્યાન આપી શકતી ન હતી. જેના કારણે તેનો વજન 85 કિલો થઈ ગયો હતો. પછી મેં વિચાર્યું કે, મારું વજન ખુબ જ વધી ગયું છે, મારે વજન ઓછો કરવો જોઈએ, આ માટે મેં ઈન્ટરનેટ પર આ વિશે સર્ચ કર્યું.

સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવું, ગ્રીન ટી પીવી, જેવા દરેક ઉપાય કર્યા. એટલું જ નહિ અનેક ડાયટ જેમ કે કીટો ડાયટ, જીએમ ડાયટ, 5-બાઈટ ડાયટ, રેનબો ડાયટ, પેલીયો ડાયટ જેવા ડાયટ પણ ફોલો કરી. પણ કોઈ ફેરફાર ન જોવા મળ્યો.

મેં જીમ જોઈન્ટ કર્યું. ત્યાંના એક લોકલ ટ્રેનરે મને વજન ઓછો કરવા માટે એક કેપ્સુલ લેવાનું કહ્યું. ત્યારે વધુ જાણકારી ન હોવાથી મેં તે કેપ્સુલ લીધી પણ ખરી. ત્યારે મારું વજન ઘટ્યું, પણ થોડા સમય પછી ફરી એટલું જ વજન વધી ગયું.

ત્યાર પછી લોકડાઉન આવ્યું અને મેં ફ્રી સમયમાં વજન ઓછો કરવાની રીત અને તેના કારણો જાણવાનો પ્રયાસ કર્યો. જેનાથી મને જાણ થઈ કે વજન ઓછો કરવાની મારી રીત જ  ખોટી છે. ત્યાર પછી મેં સર્ટીફાઈડ કોચ સચિન કુમાર સાથે વાત કરી. તેણે ડાયટ અને વર્કઆઉટ પ્લાન જણાવ્યો. મેં તેને ફોલો કરવાનું શરુ કરી દીધું અને થોડા સમયમાં વજન ઓછો થઈ ગયો.

પોતાનો વજન ઓછો થતા જોઈ મને વધુ પ્રેરણા મળતી ગઈ અને હું વધુ સજાગતાથી ડાયટ ફોલો કરવા લાગી અને આમ 2 વર્ષમાં મેં ધીમે ધીમે 27 કિલો વજન ઓછો કર્યો. મારો વજન 85 કિલો હતો અને જે ઘટીને 58 કિલો થઈ ગયો.

ડાયટને કરો ફોલો : અનુ જણાવે છે કે, હું હંમેશાથી મારી કેલેરીનું ધ્યાન રાખતી આવી છું. હું માત્ર એટલું જ જોવ છું કે, મારે કેટલી કેલેરી લેવી જોઈએ. હું દિવસમાં બે વખત પણ ખાઈ શકતી હતી, અને 6 વખત પણ ખાઈ શકતી હતી. પણ મેં એક દિવસની કેલેરીને 6 ભાગમાં વેચી દેતી હતી. દિવસમાં 4 વખત થોડું થોડું જમતી હતી. મને પરાઠા ખુબ ભાવે છે, આથી હું ઘઉં અને સોયાબીનને મિક્સ કરીને પરાઠા બનાવી ખાતી હતી. ક્યારેક તેમાં લીલી શાકભાજી પણ નાખતી હતી. પણ ઘી અને મટર માટે 10 ગ્રામ જ લેતી હતી. જેથી વધુ કેલેરી ન લેવાય જાય.

આ સિવાય સવારે ઉઠતા જ 1 લીટર પાણી પીતી હતી ત્યાર પછી એક કપ બ્લેક કોફી અથવા ગ્રીન ટી લેતી હતી. ત્યાર પછી મારું વર્કઆઉટ શરુ થતું હતું.

બ્રેકફાસ્ટ : 200 મિલી -દૂધ અથવા દહીં, 75 ગ્રામ – પનીર અથવા 60 ગ્રામ ચીઝ, 100 ગ્રામ – લીલા શાકભાજી ખાતી હતી.
સ્નેક્સ : 1 સ્કૂપ વ્હે પ્રોટીન.
લંચ : 40 ગ્રામ – ઘઉં, 30 ગ્રામ – સોયાબીન, 10 ગ્રામ – ઘી અથવા બટર, 35 ગ્રામ – કાચા રાજમાં, અથવા દાળ અથવા છોલેની સબ્જી, 150 ગ્રામ – સલાડ.
સ્નેક્સ : 1 સ્કૂપ વ્હે પ્રોટીન.
ડીનર :  45 ગ્રામ – ઘઉંની રોટલી, 35 ગ્રામ – સોયાબીન, 8 ગ્રામ – ઘી અથવા બટર, 35 ગ્રામ – કાચા રાજમા, અથવા દાળ અથવા છોલેની સબ્જી, 150 ગ્રામ – સલાડ, 1 સ્કૂપ કેસીન પ્રોટીન.

અનુ આગળ જણાવે છે કે, જેમ જેમ મારો વજન ઓછો થતો ગયો તેમ તેમ મેં ફૂડની માત્રા ઓછી કરી. કારણ કે વજન ઓછું કરવા માટે મેન્ટેનેસ કેલેરીથી ઓછુ ખાવું જોઈએ.

હોમ કસરત : અનુ જણાવે છે કે, જયારે તેણે પોતાની ફિટનેસ જર્ની શરુ કરી હતી ત્યારે લોકડાઉન હતું. આથી તે હોમ વર્કઆઉટ જ કરતી હતી. તેનું વધુ પડતું વજન ઓછું ઘરે કસરત કરીને થયું છે. તેની દીકરી ઘણી નાની છે. આથી સંક્રમણને કારણે તે બહાર જતી ન હતી.

હું દરરોજ 5 વાગ્યે ઉઠીને વર્કઆઉટ કરતી હતી. વર્કઆઉટમાં લગભગ દરેક કસરત વજન ઓછું કરવા માટે જ હતી. જેમાં જંપિંગ જેક, પુશ-અપ, બર્પી, માઉન્ટેન ક્લાઈબીંગ, ક્રન્ચેજ જેવી બેસિક કસરત હતી. આ સિવાય ડમ્બલથી થોડું વર્કઆઉટ હતું. જેમાં ડેડલીફ્ટ, સ્કવોટ, બેંચ પ્રેસ, શોલ્ડર પ્રેસ, બાઈસેપ્સ કર્લ સામેલ છે.

આ સિવાય હું દરરોજ ઘરમાં જ 10 હજાર કદમ ચાલુ છું. ક્યારેક ફોનમાં વાત કરવી હોય, તો બેસીને નહી પણ ચાલીને કરું છું. વિડીયો જોવા હોય તો ઘરમાં જ ચાલીને જોવું છું. તેનાથી ચાલવા માટે થોડી મદદ મળે છે. મગજને રીલેક્સ કરવા માટે ક્યારેક ક્યારેક યોગ અને મેડીટેશન પણ કરું છું.

વજન ઓછો કરવા માટે ટીપ્સ : પોતાનો વજન ઓછો કર્યા પછી અનુ પોતે જ ફિટનેસ ટ્રેનર બની ગઈ છે. તેણે જણાવ્યું કે, વજન ઓછો કરવો એટલો મુશ્કેલ નથી, જેટલું તમે વિચારો છો. જે લોકો મહેનત કરવા નથી માંગતા, ખાવા પર કંટ્રોલ નથી કરવા માંગતા તેમના માટે કઠીન છે.

મેં મારી ફિટનેસ જર્નીથી શીખ્યું છે કે, જો મનમાં કંઈક નક્કી કરવામાં આવે તો માણસ કંઈ પણ કરી શકે છે. વેટ્લોસ દરમિયાન મને ઘણી વખત નિરાશા મળી છે, પણ મેં હિંમત હારી નહિ, અને આગળ વધી. આથી તમારા માંથી કોઈએ વજન ઓછો કરવો હોય તો તમારે બીએમઆરથી ઓછી કેલેરી લેવી જોઈએ. જો જીમ ન જઈ શકતા હો, તો ઘરે જ કોઈ ફીઝીકલ એક્ટીવીટી કરવી જોઈએ. અથવા ઘરે જ કસરત કરવી જોઈએ. પર્પય્ત નિંદર કરવી અને ડાયટને બરાબર રીતે ફોલો કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment