આ ઔષધીનું દરરોજ 3 થી 4 વાર સેવન ફટાફટ ઉતારશે તમારું વજન.. જાણો ઉપયોગ કરવાની રીત

જીરુંએ દરેકના રસોઈ ઘરમાં હોય જ છે. જીરામાં અનેક ઔષધિય ગુણ હોય છે તેથી તે આરોગ્ય માટે સારું છે. જીરુંમાં 7 કેલેરી હોય છે. જીરું પાચન માટે ખૂબ જ સારું છે. જીરાનો ઉપયોગ લોકો વાનગી બનાવવામાં કરતાં જ હોય છે, તેમ છતાં પણ જીરુંના પાણીનું સેવન પણ લોકો કરતાં હોય છે. તો ચાલો આપણે તેના ગુણો વિશે જાણીએ.

જીરું એ એક મહત્વપૂર્ણ મસાલો છે. જે માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ તો વધારે જ છે પરંતુ તેની સાથે તે વજન નિયંત્રણ રાખવામાં પણ સહાયક છે. જો સવારે ખાલી પેટે પલાળીને તેનું સેવન કરવામાં આવે તો જાડાપણું દૂર થાય છે. તેને પીવાની આ 3 રીત કામ કરી શકે છે.જીરુંએ ભારતીય રસોઈમાં સૌથી સહેલાઈથી મળવા વાળી સામગ્રી માની એક છે. આ એક મસાલો છે જેનો ઉપયોગ દરેક વાનગીઓમાં કરવામાં આવે છે. જીરું ઔષધિય ગુણોથી ભરેલું છે અને તે આરોગ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. વજન ઘટાડવામાં તે અસરકારક છે. આ મસાલામાં કેટલાક પ્રકારના પોષકતત્વો હોય છે. જીરું માત્ર પાચનને સુધારે છે એવું નથી પણ તે શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને પણ દૂર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. આવો જાણીએ જીરાના પાણીના સેવનથી વજન ઘટાડવાની ત્રણ રીત.

વજન ઘટાડવા માટે જીરાના પાણીનું સેવન શા કારણથી કરવું જોઈએ ? : જીરુંમાં એવા તત્વો હોય છે જે ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ, જીરાનો નિયમિત રીતે આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ પાચનતંત્રને વધુ સારું બનાવે છે, જેનાથી વજન ઘટાડવામાં સહેલું પડે છે. નિયમિત જીરાનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.જીરાને પાણીમાં પલાળવાથી શું થાય છે ? : આહારમાં જીરાનો ઉપયોગ કરવા છતાં પણ લોકો જીરાના પાણીનું સેવન કરવાનું પસંદ કરે છે. જ્યારે જીરું પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તેમાં એક કુદરતી પ્રક્રિયા થાય છે જેને ઓસ્મોસિસ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં જીરામાં રહેલા બધા જ પોષકતત્વો પાણીમાં આવી જાય છે જેના કારણે પાણીનો રંગ હલકો પીળો થઈ જાય છે. જીરાના પાણીનું સેવન કરવાથી વજન વધતું નથી.

જીરૂમાં કેલેરી : જીરુમાં ફક્ત 7 કેલેરી હોય છે. એટલા માટે તે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. એટલા માટે આનું સેવન વધારે પણ કરી શકાય છે. તેમ છતાં તે તમારા વજન ઘટાડવાના હેતુ પર આધારીત છે કે તમારે કેટલી વાર જીરું પાણી પીવું છે. જલ્દી વજન ઘટાડવા માટે સવારે 3 – 4 વાર જીરુંના પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ આ 3 પ્રકારે જીરુંના પાણીનું સેવન કરવું જોઈએ.જીરુંનું પાણી અને તજ પાવડર : તજ પાવડરમાં એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગ્લુકોઝના લેવલને સ્થિર કરે છે અને શરીરમાંથી મુક્ત રેડિકલને બહાર કરે છે. જીરુંને આખી રાત પાણીમાં પલાળીને રાખો. તેનું સેવન કરતાં પહેલા તેમાં તજ પાવડર જરૂરથી નાખો. તેના સેવનથી વજન ઝડપથી ઘટે છે.

જીરું ઇન્ફ્યુઝડ લીંબુ પાણી : લીંબુ એ ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં સાઈટ્રિક એસિડ હોય છે, જે મેટાબોલિઝ્મને વધારે છે અને ઝડપથી કેલેરીને બર્ન કરે છે. જો તમે મધ્યમ વ્યાયામ કરો છો, તો પછી વર્કઆઉટ પહેલા ઇન્ફ્યઝડ લીંબુ પાણીનું સેવન કરો.જીરુંનું પાણી અને મેથીના બીજ : જીરુંના પાણીમાં મેથીના બીજને ભેળવી અને તેને થોડી વાર ઉકાળો. આ પાણીને ગાળીને પીવો. મેથી હાર્મોનલ સમસ્યાને દૂર કરે છે અને પાચન પ્રક્રિયાને સુધારે છે. આથી વજન ઘટવામાં સહેલાઈ થાય છે.

પરંતુ એ બાબતનું ધ્યાન રાખો કે ફક્ત જીરુંનું પાણી પીવાથી વજન ઘટતો નથી. આ માટે ઓછી કેલેરી વાળો ખોરાક અને નિયમિત એકસરસાઈઝની પણ જરૂર પડે  છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment