આ ટેક્નિકથી ઘરની ઓછી જગ્યામાં આવશે વધારે કેપ્સીકમ | જાણી લો આ રીત, ખાતા નહિ ખૂટે એટલા આવશે..

મિત્રો તમે ઘરે અનેક પ્રકારના ફૂલ છોડ વાવતા હશો. તેમજ આ ફૂલનો ઉપયોગ તમે ભગવાનના મંદિરે લઈએ જાવ છો. તો મિત્રો આવી જ રીતે તમે ઘરે અનેક શાકભાજી પણ ઉગાવી શકો છો. આ માટે જરૂરી છે તમારે તેની યોગ્ય અને નિયમિત દેખભાળ કરવાની. તો આજે આ લેખમાં અમે તમને  આપણે ઘરે જ કેપ્સીકમ મરચા કેમ ઉગાડી શકાય તેના વિશે જણાવશું.

ભારતીય ભોજનમાં કેપ્સીકમ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ શાકમાં ઉપયોગ કરે છે તો કોઈ સલાડમાં તો કોઈ પિઝા બનાવવામાં કરે છે. કેટલાક લોકો તો એમાં  ઉપલબ્ધ પોષક તત્વ માટે ઉપયોગ કરે છે. કહેવામાં આવે છે કે, કેપ્સીકમ મરચામાં વિટામિન-એ અને વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. પરંતુ આ વિટામિન્સનો કોઈ ફાયદો નથી જ્યાં સુધી તમે કેમિકલ યુક્ત કેપ્સીકમ મરચાનું સેવન કરશો. કારણ કે આજના સમયમાં વધારે પ્રમાણમાં કેમિકલ યુક્ત કેપ્સીકમ મરચાં બજારમાં મળે છે.તેને ધ્યાનમાં રાખીને આજે તમારી સાથે થોડી ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છે, જેના દ્વારા તમે સરળ રીતે કેમિકલ મુક્ત અને હેલ્ધી કેપ્સીકમ મરચા ઘરે જ ઉગાડી શકો છો. તમે આ સ્ટેપ્સની મદદથી થોડા દિવસોમાં સરળ રીતે ઘરના ગાર્ડનમાં કેપ્સીકમ મરચાં ઉગાડી શકો છો. તો ચાલો  જાણીએ કેવી રીતે ઘરે ઉગાડી શકાય કેપ્સીકમ મરચા.

જરૂરી સામગ્રી : બીજ, ખાદ્ય, કુંડા, પાણી અને માટી. આટલી વસ્તુથી તમે ઘરે જ ઉગાડી શકશો કેપ્સીકમ મરચા.

બીજનું ધ્યાન રાખો : કોઈ પણ પાકને ઉગાવવામાં તે એ વાત પર નિર્ભર કરે છે કે, તમે બીજની પસંદગી કેવી રીતે કરી રહ્યા છો. જો બીજ સારૂ નહિ હોય તો  તમે કોઈ પણ પાક માટે ગમે એટલી મહેનત કરી લો પાક ક્યારેય પણ સારી રીતે નહિ ઉગે.  એટલે તમે કુંડામાં કેપ્સીકમ મરચાં ઉગાવતા પહેલા સારા બીજને પસંદ કરો. તમે જ્યારે પણ કેપ્સીકમ મરચાના બીજ લેવા માટે નીકળો છો તો કોઈ પણ દુકાનથી બીજ ન ખરીદો. સારા અને ઉત્તમ બીજ ખરીદવા માટે તમે કોઈ પણ બીજ ભંડારમાં જઈ શકો છો. બીજ ભંડારમાં તમને સારા બીજ મળી જશે.કુંડા તૈયાર કરો : બીજ નક્કી કર્યા પછી તમે કુંડામાં માટી તૈયાર કરો. તમે ગાર્ડનમાંથી માટીને લઈને કુંડામાં નાખો. પરંતુ માટી નાખતી વખતે એક બે વખત માટીને સારી રીતે ખોદવી. તેનાથી માટી સોફ્ટ થઈ જાય છે. અને સારી રીતે છોડ ઊગે છે. પછી એ માટીને બહાર થોડા સમય તડકામાં જરૂર રાખો, કારણે તેમાં રહેલ નમી અને કીડા-મકોડા નીકળી જાય.

બીજ અને ખાદ્યનો ઉપયોગ : કુંડામાં માટી તૈયાર કર્યા પછી હવે સમય છે બીજ નાખવાનો અને ખાદ્ય નાખવાનો. બીજને તમારે માટીની અંદર ઓછામાં ઓછું 3 થી 4 ઇંચ ઊંડું જરૂર વાવવું. વધારે ઉપરની તરફ કોઈ પણ બીજને વાવવાથી પાક સાથે મૂળ મજબૂત નથી થતું. એટલે તેનું ખાસ ધ્યાન રાખો. બીજ વાવતા પહેલા તમે માટીમાં ખાદ્ય નાખીને એક વખત જરૂર માટીને મિક્સ કરો. પછી બીજ લગાવ્યા પછી ઉપરથી ખાદ્ય નાખી દેવું. ખાદ્યના રૂપે તમે જૈવિક ખાદ્ય પસંદ કરો. કેમિકલ યુક્ત ખાદ્ય છોડની સાથે સાથે  સ્વાસ્થ્ય માટે પણ સારું નથી.સિંચાઈ અને જળવાયુંનું ધ્યાન રાખો : બીજ વાવ્યા અને ખાદ્ય નાખ્યા પછી જરૂરી વસ્તુ છે છોડમાં પાણીની સિંચાઈની. એની માટે તમારે બીજ વાવતા એક થી બે જગ જરૂર પાણી પાવું. આવી રીતે તમે રોજ પાણી નાખવું. બીજ વાવ્યા પછી તમે બીજને અંકુરિત થાય ત્યાં સુધી તમે કુંડાને વધારે તાપમાં  કુંડાને ન રાખો. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે માર્ચથી જૂન સુધીમાં કેપ્સીકમ મરચાની ખેતી ભારતમાં અલગ-અલગ ભાગોમાં વધારે પ્રમાણમાં થાય છે.

નીંદણ અને દવા છાંટવી : સમયની સાથે સાથે કૂંડામાં વધારે ઘાસ પણ ઉગવા લાગે છે. એવામાં આ ઘાસને સમય-સમય પર કાઢી દેવું. એના સિવાય કીડા-મકોડાથી બચવા માટે તમે દવા જરૂર છાટવી જોઈએ. આવું કરવાથી છોડ સારી રીતે ઉગી જાય છે.

પાકની લણણી : લગભગ બે થી ત્રણ મહિનામાં કેપ્સીકમ મરચા ખાવા માટે તૈયાર થઈ જાય છે. તેમજ જો તમે તેને લાલ થવા દેવા માંગતા હો તો આ મરચાને થોડા વધુ દિવસ છોડ પર જ રહેવા દો. આમ તમે ઘરે જ કેપ્સીકમ મરચા ઉગાડી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment