ભારતીય ભોજનમાં જમવાનું બનાવવામાં તેલ મુખ્ય સામગ્રીમાં આવે છે. દરેક ઘરમાં શાકભાજીથી લઈને પૂરી પરાઠા બનાવવામાં પણ તેલનો ઉપયોગ થાય છે. તેના સિવાય મોટાભાગે નાસ્તાને તેલમાં તળીને જ બનાવવામાં આવે છે. વેફર, સમોસા, ચવાણું કંઈ પણ ટેસ્ટી તો લાગે છે, પરંતુ તેને બનાવવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી ઘણા નુકશાન થઈ શકે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, ડિપ ફ્રાય કે પેન ફ્રાય કરવા માટે ઉપયોગમાં લેવાતું તેલ કેટલી વાર ગરમ કરવામાં આવ્યું છે ? કદાચ નહીં આપ્યું હોય કારણ કે લગભગ લોકો આને નોર્મલ પ્રક્રિયા માને છે કે ખાવા બનાવ્યા બાદ જો તેલ બચે તો તેને બાદમાં ગરમ કરીને ઉપયોગ કરી લેવાશે.
આમ કરવું શરીર માટે અત્યંત જોખમકારક બને છે. એક્સપર્ટ જણાવે છે કે, આનાથી અનેક સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. જમવાનું બનાવવા માટે તેલને વારંવાર ગરમ કરવું અને તેમાં ખાવા બનાવવું એ દરેક ઘરમાં કોમન છે. જો માર્કેટમાં મળતા ફૂડ્સની વાત કરીએ તો તમે જોયું હશે કે, તે લોકો તેલને એટલું ગરમ કરે છે કે તેલ કાળું થઈ જાય છે. તેને વારંવાર ગરમ કરીને બનાવેલા ફૂડ ખાવાથી ક્યાં નુકશાન થાય છે તે વિશે જાણવા અંત સુધી વાંચતા રહો.
1 ) ખરાબ કોલેસ્ટ્રોલ : કાળું, ધુમાડા વાળું તેલ, જેને વારંવાર ગરમ કરવામાં આવતું હોય તો તેનાથી શરીરમાં એલ.ડી.એલ કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ, હૃદયના રોગ, સ્ટ્રોક અને છાતીમાં દુખાવાના જોખમો વધી શકે છે. તેથી કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે ભોજનના તેલને ફરીથી ગરમ કરવાથી બચવું જોઈએ.
2) એસિડનું પ્રમાણ : જો તેલને વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. જો તમને પેટ અને ગળામાં બળતરા મહેસૂસ થતી હોય તો તેનું કારણ ખાવાનું બનાવવાનું તેલ પણ હોઈ શકે છે. જો તમને સામાન્યથી વધુ એસીડીટીનો અનુભવ થતો હોય તો જંક અને ડિપ ફ્રાઈડ ફૂડથી બચવું. જો આનાથી ગળા અને પેટમાં બળતરામાં આરામ મળે છે તો તેનો જવાબ તમારી પાસે છે કે તમારે શું કરવું.
3 ) ઝેરીલા પદાર્થ : સુરજમુખી કે મકાઈના તેલ જેવા કેટલાક વનસ્પતિ તેલને ફરીથી ગરમ કરવાથી ઝેરીલા તત્વોનું પ્રમાણ વધી જાય છે. વનસ્પતિ તેલને ફરીથી ગરમ કરવા પર હૃદયરોગ, અલ્ઝાઈમર, ડિમેન્શિયા અને પાર્કિન્સન જેવી ઘણી પરિસ્થિતિઓ ઊભી થાય છે.
4) હાઈડ્રોક્સી : ટ્રાન્સ-2-નોમિનલ (HNE) નામનું બીજું ઝેર બહાર પાડવામાં આવે છે, જે DNA, RNA અને પ્રોટીનને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે : ભોજનના તેલમાં ટ્રાન્સ ફેટી એસિડ હોય છે જે ગરમ કરવાથી વધી જાય છે. ટ્રાન્સ ફેટ સેચ્યુરેટેડ ફેટથી પણ વધુ ખરાબ હોય છે. કારણ કે તે ન કેવળ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે પરંતુ સારા કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરી લે છે. તેના કારણે પાર્કિન્સન રોગ, હૃદય રોગ, કેન્સર અને વિવિધ લીવર જેવી સમસ્યાઓ પણ વધી શકે છે.
5 ) કેન્સરનું જોખમ વધારે : તેલને ફરીથી ગરમ કરવાથી તે કાર્સિનોજેનિક થઈ જાય છે. કાર્સિનોજેન એવું એજન્ટ છે જે કેન્સરનું કારણ બને છે, એક રિસર્ચ પ્રમાણે જ્યારે તેને વારંવાર ગરમ કરવામાં આવે છે તો તેમાં એલ્ડિહાઈડ તત્વ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જો કોઇ આ તેલમાં બનેલું ખાવાનું ખાય છે તો શરીરમાં ટોક્સિન્સ પહોંચી જાય છે જેનાથી શરીરને નુકશાન થાય છે. વળી વધુ પડતી માત્રામાં આવા તેલનો પ્રયોગ કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. શરીરમાં ટોક્સિન્સનું પ્રમાણ વધવાથી સ્થૂળતા, હૃદય રોગ અને ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓ થઈ જાય છે.
શું તેલને ગરમ કરવું યોગ્ય છે ? : કેટલાક એક્સપર્ટ જણાવે છે કે, બીજી વાર ગરમ કરેલું તેલમાં બનેલું ખાવાનું શરીર પર અનેક નુકસાનકારક પ્રભાવ પાડી શકે છે. પરંતુ જો પ્રથમ વખત તેલ લાંબા સમય સુધી વધુ આંચ પર ગરમ ન થયું હોય, તો પછી તેને ફરીથી ગરમ કરી શકાય છે. તળતા પહેલા ખાવામાં મીઠું નાખવાથી બચવું, કારણકે મીઠાના કારણે તેલમાં જલ્દી ધુમાડો નીકળવા લાગે છે અને જો એકવાર તેલમાં ધુમાડો નીકળવા લાગે તો તે ઉપયોગ માટે સુરક્ષિત નથી રહેતું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી