સબકોન્શિયસ માઈન્ડ ની જાણી અજાણી વાતો .. અસંભવ કામો પણ કરે છે સંભવ

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🧠 સબકોન્શિયસ મગજ 🧠 

💁 આપણા જીવનમાં ઘણા બધા એવા કામો છે જે આપણે વિચારવા પડે પછી કરવા પડે છે. અને ઘણા બધા કામો એવા પણ છે જે ઓટોમેટીક આપણા મગજમાં આવી આવી જાય છે. અને તે આપમેળે કામ કરે છે.  આ વાત સમજવા માટે આપણે વિસ્તૃત માહિતી જોઈએ.

🧠 સમજવા માટે આપણા મગજને આપણે બે પાર્ટમાં વહેંચવો પડશે. એક કોન્શિયસ મગજ અને બીજું સબકોન્શિયસ મગજ. કોન્શિયસ મગજ એક મેન્યુઅલ કાર જેવું હોય છે. જેમાં આપણે લીવર, ક્લચ, ગીયર, સ્પીડ વગેરેનું ધ્યાન રાખવું પડે છે. અને આપણે ખુબ જ સમજી વિચારીને કામ કરતા હોઈએ છીએ.

🚘 જ્યારે સબકોન્શિયસ મગજ ઓટો કાર જેવું હોય છે. ઓટો કારમાં બધું ઓટો મેટીક થતું હોય છે. ન તો ગીયર બદલવો પડે, ન તો ક્લચ કરવો પડે, સ્પીડ પણ ઓટોમેટીક પકડી લે છે. તેમાં આપણે વિચારવું નથી પડતું.

 🧠 તેમ આપનું મગજ પણ કારની જેમ  કોન્શિયસ અને સબકોન્શિયસ પ્રકારનું હોય છે. ઘણી બધી વાતો આપણે વિચારવી પડતી હોય છે અને ઘણી બધી વાતો ઓટોમેટીક કારની જેમ આપણા મગજમાં આવી જાય છે.

🧠 આપણું સબકોન્શિયસમગજ આપણી જીંદગીની કિતાબ જેવું હોય છે. જેમાં આપણા સાચા વિચારો, આઈડિયા, વિશ્વાસ, અભિપ્રાય રહેલા હોય છે. જે આપણા અનુભવો દ્વારા આપણે જીવનમાં ભેગા કરેલા હોય છે. જ્યાં બીજી બાજુ કોન્શિયસ મગજ આપણા કહેવાથી ચાલતું હોય છે. જેમ કે લોજીકથી આપણે જ્યારે જોઈએ ત્યારે મગજ પાસેથી વિચારીને કરીએ.

🧠 અને સબકોન્શિયસ મગજ આપમેળે કામ કરતુ હોય છે. તે આપણા ઈમોશન્સ, ફીલિંગ્સ જેવા શબ્દો સાથે જોડાયેલી હોય છે. જેની પર આપણો ડાયરેક્ટ કોન્ટેક નથી રહેતો.અને તે હંમેશા કામ કરતુ જ હોય છે. તમે ઈચ્છતા હોવ કે ન ઈચ્છતા હોવ પણ સબકોન્શિયસ મગજ કામ કરતુ જ હોય છે.

🧠 તેનું કંઈક એવું છે કે સબકોન્શિયસ મગજ આપણા એવા કામોને હેન્ડલ કરતું હોય છે. જે અપણને હંમેશા કામ કરવા પડતા હોય છે. અથવા  તો વારંવાર કરવા પડતા હોય છે. તેનાથી આપણા મગજની એનર્જીને બચાવે છે. ઉદાહરણ તરીકે આપણા હૃદયનું ધડકવું, શ્વાસ લેવું, સંગીત જે આપણે ખુબ જ પ્રેક્ટીસ કરીને શીખ્યું હોય છે. જો આ બધી પ્રક્રિયા આપણે વિચારીને કરીએ તો  આપણી ઘણી બધી એનર્જી વેસ્ટ થાય છે. જે આપણું મગજ ક્યારેય સ્વીકારે નહિ.

🧠 જેનાથી સબકોન્શિયસ મગજ  વધારે પાવરફુલ માનવામાં આવે છે. કે જે વાતો, આઈડિયા, વિશ્વાસ જે બધી વસ્તુ આપણા સબકોન્શિયસ મગજમાં આપણું ભવિષ્ય નક્કી કરતુ હોય છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે આપણે સબકોન્શિયસ વસ્તુ બધી જ ખુબ જ વિચારીને કરતા હોઈએ છીએ. તે સાવ ખોટું છે.

🧠 દાખલા તરીકે  કોઈ વ્યક્તિનો પગાર આવ્યા પછી માણસ લોજીકલી, રેશનલ એક્શન એવું હોય કે તે પગારમાંથી થોડા પૈસા બચાવી થોડુક ઇન્વેસ્ટમેન્ટ કરે, થોડું સેવિંગ કરે, થોડું ઘર વપરાશ માટે અને થોડુક તેના મોજ શોખ માટે વાપરતા હોઈએ છીએ. ઘણા લોકો એવું કરતા હોય છે કે પગાર આવતાની સાથે પહેલા જ દિવસે પાર્ટી કરવા લાગે છે. અને પોતાની લીમીટથી વધારે રૂપિયા વાપરે છે. અને મહિનાના અંત પહેલા તે કંગાળ થઇ જતા હોય છે.

🧠 શા માટે ? આ બધી વસ્તુતો બિલકુલ લોજીકલ નથી તો લોકો શા માટે બૂક નથી વાંચતા, હેલ્દી ખોરાક નથી ખાતા, એ બધી વસ્તુ તો આપણા માટે લોજીકલી બેસ્ટ છે. તો પછી શા માટે આપણે તેવું નથી કરતા. તેનું કારણ એવું છે કે આપણે આ બધા વિચારો આપણે કોન્શિયસલી નથી વિચારતા.

🧠 તે સબકોન્શિયસ મગજમાં રહેલી વાતો માંથી લેતા હોઈએ છીએ. જેમાં આપણે બધા ન કરવાના કર્યો કરીએ છીએ  અને કરવાના કર્યો નથી કરતા. લગભગ ૯૫ % આપણા જીવનમાં દરેક દિવસે કરીએ છીએ તે સબકોન્શિયસ લેવલ પર કરીએ છીએ.

🧠 કોન્શિયસ મગજની વાત કરીએ તો તે આપણા સબકોન્શિયસ મગજની હેલ્પ કરે છે. સબકોન્શિયસ મગજમાં કંઈ વસ્તુ રહેશે અને કંઈ વસ્તુ નહિ રહે. તેનો મતલબ એવો કે આપણું કોન્શિયસ મગજ એક ગેટ કીપર જેવું હોય છે જેનાથી ઇન્ફર્મેશન, અનુભવ અને બાકી વસ્તુને સબકોન્શિયસ મગજમાં નાખી શકે અને કાઢી શકે છે.  

🧠 ઘણા બધા લોકોને પોતાના જીવનમાં ઘણું બધું કરવાનું હોય છે. જેમ કે કોઈને જીવન ભર હેલ્દી રહેવું હોય, સારા સંબંધો બનાવવાના હોય છે, સારા એવા રૂપિયા કમાવાના હોય છે. તે બધી વસ્તુ માટે  ઘણા ચોક્કસ નિયમો પણ લેવા પડતા હોય છે. તે ખબર નથી હોતા કે ખરેખર શું છે. પણ તે ખરેખર એવા એક્શન ક્યારેય નથી લેતા. કેમ કે તેના સબકોન્શિયસ મગજમાં એ બધી વાતો સારી રીતે બેસતી નથી હોતી.

🧠દાખલા તરીકે વિચરો કે તમે કોઈ વિડીયો જોવો છો અને મોટીવેટ થઇ જાવ છો. અને પછી નક્કી કરો કે “કાલથી હું જલ્દી ઉઠી જઈશ અને ફટાફટ મારા કામને પૂરું કરીશ. અને બીજા દિવસે તમારો આલારામ વાગે ત્યારે તે બંધ કરીને  પાછા સુઈ જાવ છો. કેમ કે આપણું સબકોન્શિયસ મગજ આપણને કહે છે કે નહી બેટા ન ઉઠ આ વસ્તુ નોર્મલ નથી એટલે તું મોડો જ ઉઠ.”

🧠 તેવી જ રીતે ઘણી બધી વસ્તુ જે આપણે કરી શકતા હોઈએ અને નથી કરી શકતા. તે બધું આપણા સબકોન્શિયસ મગજ દ્વારા જ થાય છે. તેની અંદર રાખવામાં આવેલી માહિતીના આધારે થાય છે. તો આપણે તેને ઠીક કરવા માટે આપણા સબકોન્શિયસ મગજને રી – પ્રોગ્રામ કરવું પડે છે.  જે આપણા મગજમાં ખોટી માહિતી ભરેલી છે તેને ડીલીટ કરવી પડે અને અને સારી માહિતી મગજની અંદર નાખવી પડે. તે આપણા ગોલ પુરા કરવામાં મદદ કરે છે. અને એ આપણે કરી શકીએ એક સિમ્પલ ટેકનીક દ્વારા જેને રેપ્યુટેશન કહેવામાં આવે છે.

🧠 આપણે આગળ જોયું કે આપણું મગજ એનર્જી બચાવવા માટે સબકોન્શિયસ મગજમાં સેવ કરીએ છીએ. જે વસ્તુ આપણે વારંવાર કરીએ છીએ તે વસ્તુ આપણા સબકોન્શિયસ મગજમાં રહી જાય છે. જેના કારણે આપણે કામ કરવાનું વિચારવું નથી પડતું. તેનો મતલબ એવો થાય કે આપણા વિચારો, આઈડિયા અને કાર્યશૈલીને વારંવાર કરીએ તો તે બધી વાતો આપણી માટે ઓટોમેટીક થવા લાગે છે.

તેના માટે આપણે સારી સારી વાતો અને બુક્સ વાંચવી સારા વિડીયો જોવા. તે વાત તો આપણને પહેલેથી જ ખબર છે પણ તેમાંથી સ્કીલ જોવો. અને તમારો ગોલ નક્કી કરનારા લોકો સાથે રહો. જે વારંવાર પોતાના ગોલની વાતો કરતા હોય છે. કેમ કે સારી વાતો જેટલી વાર રીપીટ થશે તે આપણા મગજમાં સારી છાપ આપણા સબકોન્શિયસ મગજમાં રહે છે.

ત્યાર પછી આપણે કોઈ પણ મોટીવેશન વગર આપણી જાતે જ આપણા ગોલ અને ટાર્ગેટ પૂરા થાય છે. આપણે માત્ર એટલું જ કરવાનું છે કે આપણા સબકોન્શિયસ મગજમાં આ બધી વાતો બેસે એટલે આપણું મગજ તે પ્રમાણે કામ કરવા લાગે છે. પછી આપણું મગજ ઓટોમેટીક કામ અને ગોલ  પૂરો કરી શકો છો અને તમે કામમાં સફળતા મળતી જાય છે.

માત્ર આપણે કોન્શિયસ મગજમાં હોય છે તેવા વિચારો આપણે સબકોન્શિયસ મગજમાં ફીટ કરી દો. તમારા વિચારો આઈડિયા અને કામ બધું વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકાય  છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment