તમારા નખ જણાવશે તમારામાં છુપાયેલું ટેલેન્ટ, તમને જણાવશે ભવિષ્યમાં આગળ વધવાની દિશાનો રસ્તો.

👐 શું તમે જાણો છો તમારા નખનો આકાર તમારું વ્યક્તિત્વ દર્શાવે છે તેની સાથે છે કિસ્મત કનેક્શન ? 👐

👩‍🏫 હા મિત્રો એ વાત સાચી કે ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને મળતા હોય ત્યારે તેની બોડીલેન્ગ્વેજ ,તેની વાત કરવાની રીતો, તેના હાવભાવ અને તેના શબ્દો દ્વારા તે વ્યક્તિ વિષે થોડું ઘણું અનુમાન લગાવતા હોઈએ છીએ. પરંતુ મિત્રો એવી ઘણી બધી વસ્તુઓ છે જેના આધારે તમે સામે વાળી વ્યક્તિના સાચા વ્યક્તિત્વ વિશે અનુમાન લગાવી શકો છો.જેમ કે તેમનો મન પસંદ કલર, તેમની જન્મ તારીખ, તેમના નામનો પહેલો અક્ષર, તેમની રાશી વગેરે પરથી તમે તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે અનુમાન લગાવી શકો છો.Image Source :

👩‍🏫 પરંતુ શું તમને ખબર છે તેવી જ રીતે તમે સામે વાળી વ્યક્તિના નખનો આકાર જોઇને પણ તેના વિશે તેના વ્યક્તિત્વ અને સ્વભાવ વિશેનું અનુમાન લગાવી શકો છો. તો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવશું કે કેવા આકારના નખ હોય તો તે કેવું વ્યક્તિત્વ ધરાવે છે. જો તમારે કોઈ વ્યક્તિના સ્વભાવ અને પર્સનાલીટી વિશેનો ખ્યાલ મેળવવો હોય તો તેના નખ સામે એકવાર નજર કરી લેજો અને ત્યારબાદ અમારો આ આર્ટીકલ રીફર કરજો.Image Source :

💅 સફેદ નખ. જો કોઈ વ્યક્તિના નખ બિલકુલ સફેદ હોય અને કિનારીઓ ઊંડી હોય તો તેવા વ્યક્તિને લીવરની સમસ્યા જેવી કે હિપેટાઈટીસ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત નખમાં સફેદ નિશાન લોહીની ઉણપ તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત તે નિશાન ડાયાબીટીસ, સોરાયસીસ વગેરે થવાના સંકેતો દર્શાવે છે.

💅 સીધા ને પોહળા નખ. આ પ્રકારના નખ વાળા લોકો મજબૂત હૃદયના હોય છે. તેમની સાથે મોટામાં મોટી ઘટના પણ બની જાય તો પણ આ લોકો હાર નથી માનતા. આવા લોકોનો સ્વભાવ હમેશા સાધારણ હોય છે. આવા લોકોને સાચા ખોટાની ઝડપથી ખબર પડી જતી હોય છે. આવા લોકો શારીરિક રીતે ખૂબ મજબૂત હોય છે. આવા લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે.

💅 ચોરસ નખ. આવા લોકો ખૂબ જ મહેનતી હોય છે. આવા લોકો જ્યાં પણ કામ કરે છે ત્યાં પ્રમાણીકતાથી કામ કરે છે. આ પ્રકારના નખ ધરાવતા લોકો નેતાની જેમ વાતો કરતા હોય છે.Image Source :

💅 નાના ગોળાકાર નખ. આવા લોકો બુદ્ધિમાન હોય છે. આવા નખ જે લોકોને હોય છે તે લોકોમાં કોઈ પણ વાતને સમજવાની ક્ષમતા હોય છે. આવા લોકો પોતાના કામને ચતુરતાથી કરવા માંગે છે. આવા લોકોમાં કોઈ પણ વ્યક્તિને પોતાના વશમાં કરવાની અદભૂત કળા રહેલી છે. આવા લોકો શાંતિ પ્રિય હોય છે. આવા લોકો પોતાના કામને અલગ અલગ રીતે કરવાનું પસંદ કરતા હોય છે. આવા લોકો ભીડમાં રહેવાનું પસંદ કરતા નથી અને પોતાની ભાવનાઓ બીજા વ્યક્તિ સામે વ્યક્ત કરતા નથી.

💅 ત્રિકોણ જેવા નખ. આવા પ્રકારના નખ ધરાવતા લોકોના ઈરાદાઓ ખૂબ જ મજબૂત હોય છે. આવા લોકો પોતાના દરેક કામ ખૂબ જ ચાલાકીથી અને બુધ્દીમત્તાથી કરે છે. આવા લોકો કોઈ પણ કામને શરૂ કરતા પહેલા તેના પરિણામ વિશે વિચારતા હોય છે. આવા લોકો ખૂબ જ સમજદારી પૂર્વક કામ કારતા હોય છે તેથી અન્ય લોકો તેમની પાસેથી એકદમ સારું કામ થવાની અપેક્ષા રાખે છે. આવા લોકો નવા નવા આઈડિયા વિચારતા રહેતા હોય છે.Image Source :

💅 લાંબા નખ. જે લોકોના નખ લાંબા હોય તે લોકો ખૂબ જ રોમેન્ટીક હોય છે. તેમને નાની નાની વાત પર ગુસ્સો આવી જતો હોય છે. આવા લોકોની કલ્પના શક્તિ ખૂબ જ સારી હોય છે. આવા લોકો દરેક કામને એકદમ સારી રીતે કરવાનું પસંદ કરતા હોય છે. આવા લોકોને ઘણી એવી વાતો પણ સમજમાં આવી જતી હોય છે જે સામાન્ય રીતે લોકોને સમજમાં નથી આવતી. આવા લોકોનું જીવન સુખમય રહે છે.

💅 મિત્રો આશા છે કે તમને આ આર્ટીકલ દ્વારા ઘણી ઉપયોગી વસ્તુ જાણવા મળી હશે. આમાંથી તમારા નખ ક્યાં પ્રકારના છે અને તે પ્રમાણે તમને તમારા વિશેની માહિતી કેવી લાગી તે તમે કોમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “તમારા નખ જણાવશે તમારામાં છુપાયેલું ટેલેન્ટ, તમને જણાવશે ભવિષ્યમાં આગળ વધવાની દિશાનો રસ્તો.”

Leave a Comment