વાળને ખરતા અટકાવવા અજમાવો આ ટીપ્સ, મળશે વાળની તમામ સમસ્યાથી મફતમાં જ છુટકારો… વાળ બની જશે એકદમ જાડા અને મજબુત

આજની વ્યસ્તતા ભરી જિંદગીમાં વાળ ખરવા એક એવી સમસ્યા બની ગઈ છે જેનો સામનો આપણે દરેક જણ કરી રહ્યા છીએ. એવું નથી કે આ સમસ્યા કોઈ ખાસ જેન્ડરમાં જ થઈ રહી છે. મહિલા અને પુરુષ બંને સમાન રૂપે જ પરેશાન છે. આપણા શરીરમાં સેલ્સનો ગ્રોથ અને તેના સારા કાર્ય માટે વિટામીન અને મિનરલ અત્યંત જરૂરી હોય છે, અને જો શરીરની અંદર તેની કમી થવા લાગે તો વાળ ખરવાની સમસ્યા શરૂ થવા લાગે છે.

વાળને મજબૂત બનાવવા અને તેને ખરતા રોકવા માટે લોકો હજારો રૂપિયાના પ્રોડક્ટ પર ખર્ચા કરે છે. જો કે તો પણ તેમને જેટલી આશા હોય તેટલું વધુ સારું રિઝલ્ટ નથી મળી શકતું. આવું એટલા માટે થાય છે કે, હેરફોલ થવા પાછળનું કારણ અને તેને રોકવા માટે પ્રોપર ડાયટ નથી લેતા.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સપ્લીમેન્ટેશન સસ્તું અને સારું માનવામાં આવે છે. ન્યુટ્રીશીયન પ્રમાણે વાળ સ્વસ્થ બનાવવા માટે તેની સાથે ભોજન પણ મુખ્ય હોય છે. કારણ કે આ બંન્નેમાંથી વિટામીન અને ખનીજ જેવા પોષક તત્વો મળે છે. આ હેલ્દી વસ્તુઓને શરીર સુધી પહોંચાડવા માટે શરૂઆત ખાવાની થાળીથી થાય છે.

વાળને હેલ્ધી બનાવવા માટે સપ્લિમેન્ટની ભૂમિકા : શરીરમાં આયર્ન, ઝિંક, વિટામિન ડી જેવા મિનરલ્સ અને વિટામિન્સની કમી વાળનું ખરવાનું કારણ બને છે. તેથી સમય સમય પર વાળને સપ્લિમેન્ટ આપવું જરૂરી બને છે. લોકોમાં સ્ટ્રેસ, કેટલીક મેડિકલ કન્ડિશન, પ્રેગનેન્સી જેવા મોટા શારીરિક બદલાવો વિટામીન અને મિનરલની કમીને જન્મ આપે છે અને વાળ ખરવાના શરૂ થઈ જાય છે.

સપ્લિમેન્ટ સુધારે છે વાળનું સ્વાસ્થ્ય : વાળની હેલ્થ અને ઇન્ટીગ્રીટી સુધારવા અનેક સપ્લિમેન્ટ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમાં બી-કોમ્પલેક્સ વિટામિન, ઝિંક અને વિટામિન ડી મુખ્ય છે. આખું અનાજ, માછલી, મશરૂમ, બદામ બીજ, મીટ, લીલા શાકભાજી અને ડેરી પ્રોડક્ટથી આવે છે, તેથી આ દરેકને તમારા ડાયટમાં સામેલ કરવા અત્યંત જરૂરી છે. આ વાળના વિકાસ અને તેનો હેલ્ધી બનાવવા માટે મદદ કરે છે.

આયર્ન : આયર્ન વાળના હેલ્થને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શરીરમાં આયર્નની કમીથી વાળની મજબૂતી ઓછી થઈ જાય છે. જેના પરિણામે વાળ તૂટે છે અને ખરવાનું શરૂ થઈ જાય છે. આયર્નની માત્રા વધારવા માટે ઓર્ગન મીટ, ડાર્ક ગ્રીન્સ, વિટામિન સી થી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન ફાયદાકારક છે. જો તમે આનું દિવસમાં યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં સેવન કરી રહ્યા હોવ તો તમે પોતાના વાળને સુરક્ષિત રાખી શકો છો.

ઓમેગા 3 ફેટી એસિડ : ઓમેગા 3 ફેટી એસિડ વાળને હેલ્ધી બનાવવાનું યોગદાન આપે છે. ઓમેગા-3 ફેટી એસિડ વસાયુક્ત માછલી, અળસી અખરોટ અને ત્યાં સુધી કે મીઠા પાણીની માછલીમાં કુદરતી રૂપે મળે છે. આ સ્કેલ્પ અને વાળને હેલ્ધી બનાવવા માટે ઓળખાય છે.

બાયોટીન : વાળના સ્વાસ્થ્યના મામલામાં બાયોટિન વિશેષરૂપથી અસરકારક છે. પાણીમાં સરળતાથી ભળી જતું વિટામિન છે જે વિશેષરૂપે કેરાટીન પ્રોડકશન માટે આવશ્યક છે. આ વાળનો ગ્રોથ કરવા માટે મદદ કરે છે.

ઝિંક પાયરિથિઓન : ઝિંક પાયરિથિઓન એ કેટલાક ઓવર-ધ-કાઉન્ટર એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂમાં જોવા મળતું મુખ્ય ઘટક છે. આ પ્રકારના શેમ્પૂમાં ફાયદા એ પણ છે કે, તે વાળનો વિકાસ કરવામાં મદદ કરે છે, જેના વિશે લોકો ઓછું જાણતા હોય છે. આપણા દરેક માટે સ્કેલ્પ પર કેટલીક યીસ્ટ હોય છે. જો તે વધારે વધી જાય તો, માઇક્રોસ્કોપિક ઇન્ફલેમેશન થવા લાગે છે, જેનાથી વાળ ફરવા લાગે છે. તેથી વાળ અને સ્કેલ્પના સ્વાસ્થ્ય માટે આ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે. ભલે તમારા વાળમાં ડેન્ડ્રફ કે વાળ ખરતા હોય કે ન હોય.

વાળના સ્વાસ્થ્ય માટે વિટામીન : 1 ) વિટામિન એ વિટામિન સી અને વિટામિન ઈ જેવા અન્ય પોષક તત્વો પણ વાળના ગ્રોથ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

2 ) દરેક કોશિકાઓના વિકાસ માટે વિટામીન એ ની આવશ્યકતા હોય છે અને આ લિસ્ટમાં આપણા વાળ પણ સામેલ છે. વિટામીન એ આમ તો આપણા માટે અત્યંત જરૂરી છે,પરંતુ તેનો અતિરેક નુકશાન કરી શકે છે.

3 ) શક્કરિયા, ગાજર, ફુદીનો, પાલક જેવી વસ્તુઓમાં બીટા-કેરોટીનની સાથે-સાથે વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તમારા વાળને પણ મોઇસ્ચરાઇઝ કરે છે. ફ્રી રેડિકલ ડેમેજ, હેર ગ્રોથને રોકી શકે છે અને વાળને સફેદ થવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વિટામીન સી એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે, જે ફ્રી રેડિકલ્સને કારણે થતાં ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. આ વિટામિન તમારા શરીરમાં આયર્નને અવશોષિત કરવામાં મદદ કરે છે. જે વાળના ગ્રોથ માટે આવશ્યક મિનરલ છે. સ્ટ્રોબેરી, પપૈયું,જામફળ અને ખાટા ફળ વિટામીન સીના શ્રેષ્ઠ સ્ત્રોત છે.

ટેકઅવે : તમારી અંદર આત્મવિશ્વાસ જગાડવા માટે જાડા અને મજબૂત વાળથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. તો આગળ વધો અને પોતાને એવા ખાધ્ય પદાર્થો અને સપ્લિમેન્ટ સાથે જોડો, જે તમારા વાળનું ધ્યાન રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment