કબજિયાત, કોલોન કેન્સર સહિત અનેક બીમારીઓથી બચવું હોય, તો આજે કરો આવી રીતે આંતરડાની સફાઈ… જાણો આંતરડા સાફ કરવાનો નેચરલ ઉપાય…

મિત્રો આપણે જે ખાઈએ છીએ તેનું પાચન થવું ખુબ જરૂરી છે. પણ ઘણીવખત અમુક કારણોને લીધે આપણું પેટ સાફ નથી આવતું. જેના કારણે આપણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા તમારા પેટને લગતી સમસ્યાઓ દુર કરી શકો છો. ચાલો તો આજે આપણે આ લેખમાં મોટા આંતરડાની સફાઈ વિશે જાણી લઈએ.

અમુક લોકોનું પેટ ઘણા દિવસો સુધી સરખી રીતે સાફ થઈ શકતું નથી. તેનાથી પેટ ફુલેલું દેખાય છે. ગેસની સમસ્યા પરેશાન કરે છે. એકધારી કબજિયાતને કારણે મોટુ આંતરડું સરખી રીતે સાફ થઈ શકતું નથી. સ્ટૂલ હાર્ડ હોવાને કારણે પેટ સાફ થવામાં તકલીફ થાય છે. તેનાથી મોટા આંતરડા પર દબાણ પડે છે. તેવામાં મોટા આંતરડાને સાફ કરવા ખુબ જરૂરી હોય છે, જેથી તમારું શરીર ડિટોક્સિફાઈડ થઈ શકે.

વ્યર્થ પદાર્થો શરીરની બહાર નીકળી શકે. કોલોનને તમે ઘણા પ્રકારે સાફ કરી શકો છો. તેના દ્વારા મળ અથવા સ્ટૂલ મુલાયમ થાય છે અને સરળતાથી બહાર નીકળી જાય છે. તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સરખી રીતે પોતાનું કાર્ય કરી શકે છે. ચાલો તો જાણીએ આંતરડા સાફ કરવાના ફાયદા અને અને કેવી રીતે સાફ કરવા.

મોટા આંતરડાની સફાઈના ફાયદા : આ વિશે એક્સપર્ટ જણાવે છે કે, મોટા આંતરડાની  લાર્જ ઇંટેસ્ટાઇન એટલે કે મોટા આંતરડાનો સૌથી મોટો ભાગ હોય છે. મોટા આંતરડાને સાફ કરવા માટે આજકાલ ઘણા પ્રકારની થેરેપિ ઉપયોગમાં લેવામાં આવે છે, જેને કોલોન થેરેપિ, ક્લોન ક્લીનિંગ થેરેપિ, કોલોન હાઈડ્રો થેરેપિ વગેરે કહે છે. મેડિકલ પ્રક્રિયામાં મોટા આંતરડાને એનિમા લગાડીને સાફ કરવામાં આવે છે. તેનાથી આંતરડાની સરખી રીતે સફાઈ થઈ જાય છે. તે ખુબ જ જૂની પ્રક્રિયા છે.

ડોક્ટર આ વિશે જણાવે છે કે, વાત કરીએ મોટા આંતરડાની સફાઈના ફાયદાઓ વિશે, તો તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે ડાયજેશન સુધારે છે. શરીરમાં જે વ્યર્થ પદાર્થ, ટોક્સિંસ હોય છે, તેને બહાર કાઢે છે. આ ટોક્સિંસ જો શરીર માંથી બહાર ન કાઢવામાં આવે તો, અન્ય ઘણી બીમારીઓને જન્મ આપે છે. અમુક અન્ય સ્ટડીઝમાં એ વાત પણ સામે આવી છે કે, મોટા આંતરડાની સફાઈ વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે સિવાય જે લોકોને રાત્રે સરખી નિંદર આવતી નથી તેને કોલોન થેરેપિ દ્વારા સરખી નિંદર આવે છે. સાથે જ કબજિયાતની સમસ્યાથી વ્યક્તિને છૂટકારો મળે છે. મોટા આંતરડાના કેન્સરના જોખમને પણ ઘટાડે છે.

મોટા આંતરડાને સાફ  ન કરવાથી થતા નુકશાન : ડોક્ટર આગળ જણાવે છે કે, જો મોટા આંતરડાની સફાઈ સરખી રીતે કરવામાં ન આવે તો, આપણે જે પણ મિનરલ્સ, વિટામીન્સ, ભોજન દ્વારા ગ્રહણ કરીએ છીએ તે શરીરમાં સરખી રીતે એબ્ઝોર્બ થતાં નથી. તેનાથી તે જરૂરી પોષકતત્વોની ઉણપ શરીરમાં રહે છે. જો કોલોન લાંબા સમય સુધી સાફ ન થાય તો તેનાથી સંબંધિત અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. તેવામાં ખુબ જરૂરી છે કે, તમે મોટા આંતરડાની સાફ સફાઈ સરખી રીતે કરવાના ઉપાયો અજમાવો.

મોટા આંતરડાને સાફ કરવાના પ્રકૃતિક ઉપાયો : 1 ) દરરોજ 2 થી 3 લિટર પાણી જરૂરથી પીવું જોઈએ. ખાસ કરીને સવારે અને રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવું જોઈએ.
2 ) ડાયેટમાં વધુ માત્રામાં ફાઈબરથી ભરપૂર ફૂડ્સ સમાવિષ્ટ કરવા.
3 ) અમુક હર્બલ ટી ના સેવનથી મોટા આંતરડાને સાફ કરવામાં મદદ મળે છે.
4 ) પ્રોબાયોટિક્સમાં તમે દહીં, સફરજનનું સેવન કરો. ઓમેગા-3 થી ભરપૂર ફૂડ્સ લો.
5 ) જ્યુસમાં તમે એલોવેરા જ્યુસ, સફરજનનું જ્યુસ વગેરેનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment