જો ભૂલથી પણ  ટ્રાફિકના આ નિયમનો ભંગ કરશો, તો ભરવો પડશે 20,000 રૂપિયાનો દંડ… જાણો ટ્રાફિકના આ નવા અને કડક નિયમો વિશે…

શું તમે ટ્રાફિક નિયમો જાણો છો કે સડક પર ગાડી ચલાવતા સમયે દરેક નિયમોનું પાલન કરો છો? જો એવું ન હોય તો નિયમોના ભંગ બદલ ચલણ ફાટી શકે છે કે તમને ભારે દંડ ભરવો પડી શકે છે. સડક પર ગાડી ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આજે અમે તમને એવા જ એક નિયમ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેને ઉલ્લંઘન કરવાથી તમને 20,000 રૂપિયા જેવો મોટો દંડ ભરવો પડી શકે છે.

સાયકલ કે રીક્ષાની લાઈનમાં ન ચાલો:- આ બંને સડક પર સાયકલ કે રિક્ષા ચલાવવા માટેની અલગ લાઈન બનાવવામાં આવે છે. દિલ્હીની સડકો પર આ તમને અનેક જગ્યાએ જોવા મળશે. એવામાં જો તમે મોટર સાયકલ, સ્કૂટર કે અન્ય કોઈ એવું મોટર વાહન આ લાઈનમાં ચલાવતા પકડાઈ જાવ છો અને તેનું આ લાઇનમાં ચલાવવાનું પ્રતિબંધિત હોય તો તમારે 20,000 રૂપિયા સુધીનો મોટો દંડ ભરવો પડી શકે છે.મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 113, 114 અને 115 માં રાજ્ય સરકારને ટ્રેકિંગ કંટ્રોલ કરવાની અનેક શક્તિઓ આપવામાં આવી છે. આમાંથી જ એક કલમ 115 હેઠળ રાજ્ય સરકારે કોઈ સ્પેશિયલ સડક કે લાઇન પર અલગ અલગ કેટેગરીના વાહનોને આવવા-જવા ને પ્રતિબંધિત કરી શકવાની અને આ નિયમના ઉલ્લંઘન કરવા પર દંડ વસૂલી શકે છે. પહેલા આ દંડ 2000 રૂપિયા હતો. જે નવા સંશોધન મોટર વાહન અધિનિયમ માં વધારીને 20,000 રૂપિયા થઈ ગયો.એમ્બ્યુલન્સ ને જગ્યા આપો નહીં તો ભરો 10,000 દંડ :- મોટર વાહન અધિનિયમ માં જ એમ્બ્યુલન્સ સહિત અન્ય ઇમરજન્સી સર્વિસ વાહનો માટે સ્પેશ્યલ નિયમ બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સી સર્વિસ વાહનોમાં ફાયર બ્રિગેડની ગાડીઓ, ઇમરજન્સી સર્વિસ વાહનોમાં ફાયર બ્રિગેડના વાહનો, આપત્તિ રાહત વાહનો વગેરેનો સમાવેશ થાય છે.

મોટર વાહન અધિનિયમની કલમ-194E હેઠળ, જો કોઈ ડ્રાઈવર આવા વાહનોને રસ્તા પર ચલાવવા દેતો નથી અથવા તેના પસાર થવામાં અવરોધ ઉભો કરે છે, તો તેણે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.દર વર્ષે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે :- ભારતમાં લોકોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું સામાન્ય બાબત છે. આ જ કારણ છે કે માર્ગ અકસ્માતના મામલામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આની પર નિયંત્રણ લગાવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે.

એક અભ્યાસ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેથી ટ્રાફિકના નિયમોની અવગણના કરવી જીવલેણ સાબિત થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment