આ પ્રકારના લોકોને સમય પહેલા જ થઈ શકે છે ફેટી લિવરની ગંભીર બીમારી…. સમય પહેલા જ થઈ જાવ સાવધાન.. જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય…

આજના ખાનપાન અને જીવનશૈલીના કારણે અનેક લોકો કેટલીય બીમારીઓની ઝપટમાં આવી જાય છે. આવી બીમારીઓમાં ફેટી લીવર રોગ પણ ઘણો સામાન્ય છે. ફેટી લીવર ની બીમારી લીવરમાં વધુ પડતી ચરબી જમા થવાના કારણે થતી એક સામાન્ય સ્થિતિ છે. મોટાભાગના લોકોમાં આ બીમારીના કારણે કોઈ લક્ષણ નજરમાં નથી આવતા, પરંતુ જો આ સમસ્યા વધી જાય તો આ કેટલાક મામલાઓમાં લીવરને ઘણું નુકશાન પહોંચાડી શકે છે અને લીવર કેન્સર પણ થઈ શકે છે. એક્સપર્ટનું માનવું છે કે કોઈપણ લાઈફસ્ટાઈલમાં બદલાવ કરીને ફેટી લીવર ની બીમારીને રોકી શકાય છે કે ઓછી કરી શકાય છે.

ફેટી લીવર રોગને સ્ટીટોસીસ પણ કહેવાય છે. દરેક વ્યક્તિના સ્વસ્થ લીવરમાં થોડા પ્રમાણમાં ફેટ હોય જ છે. પરંતુ જ્યારે ફેટનું પ્રમાણ લીવર ના કુલ વજન નું 5 થી 10 ટકા સુધી થઈ જાય છે તો મુસીબત ઊભી કરી શકે છે. મોટાભાગના મામલામાં ફેટી લીવર રોગ કોઈ પણ ગંભીર સમસ્યાનું કારણ નથી બનતું કે તમારા લીવરને સામાન્યરૂપે કામ કરતાં પણ નથી રોકતું પરંતુ 7 થી 30 ટકા લોકોમાં ફેટી લીવરની સમસ્યા સમયની સાથે વધવા લાગે છે. એક્સપર્ટ જણાવે છે કે કેટલાક લોકોને આ ફેટી લીવરનું જોખમ વધુ હોય છે તેથી આ લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફેટી લીવરની બીમારીનું જોખમ કયા લોકોને વધુ છે? ફેટી લિવર બીમારીના કયા લક્ષણો હોય છે? વગેરે આ લેખમાં જાણીશું.ફેટી લીવર રોગ કોને થઈ શકે છે?:- કેટલાક લોકોને ફેટી લીવર રોગ થવાની સંભાવના વધુ હોય છે. જો કોઈને નીચે બતાવવામાં આવેલી કેટલીક સમસ્યાઓ માંથી કેટલીક હોય તો તેઓએ પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું જોઈએ આ લોકોમાં એવા લોકો શામેલ છે જેઓ હિસ્પૈનિક કે એશિયાઈ હોય, એવી મહિલાઓ જેમને પીરિયડ્સ રોકાઈ ગયા હોય, પેટની ચરબી વધારે હોય, હાઈ બ્લડપ્રેશર રહેતું હોય, હાઈ બ્લડ સર્ક્યુલેશન રહેતું હોય, ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોય, અવરોધક ઊંઘ એપનિયા હોય વગેરે. 

ફેટી લીવરની બીમારીના લક્ષણો:- દરેક વ્યક્તિના લીવરમાં ફેટ ની કેટલીક માત્રા હોય છે, પરંતુ જેમ-જેમ લીવરમાં ફેટની માત્રા વધતી જાય છે તેને હાઈ બ્લડ પ્રેશર, કિડની પ્રોબ્લેમ અને ડાયાબિટીસનું જોખમ વધવા લાગે છે. તેથી નીચે આપવામાં આવેલ લક્ષણોને નજર અંદાજ ન કરશો.પેટમાં દુખાવો:- પેટમાં દુખાવો થવો ફેટી લીવર રોગનો સંકેત હોઈ શકે છે. પરંતુ દરેક પેટનો દુખાવો ફેટી લીવર નું કારણ હોય એવું બિલકુલ પણ સંભવ નથી. કેટલીકવાર ખરાબ ખાદ્ય પદાર્થ કે અન્ય કારણોથી પણ પેટ નો દુખાવો થઇ શકે છે. તેથી જો તમને વગર કોઈ કારણે લાંબા સમય સુધી પેટમાં દુખાવો રહેતો હોય તો પહેલા કોઇ ડોક્ટરનો સંપર્ક કરવો અને ત્યારબાદ જ કોઈ પરિણામ પર પહોંચવું. મુખ્ય રૂપે જેને ફેટી લીવર ની સમસ્યા થાય છે તેને પેટ માં ઉપરના ભાગમાં જમણી બાજુએ દુખાવો થાય છે.

ભૂખ ન લાગવી:- ભૂખ ન લાગવી પણ ફેટી લીવર રોગનું લક્ષણ હોઈ શકે છે. એક્સપર્ટ પ્રમાણે જે લોકોને એક્ટિવિટી અને ઉંમર પ્રમાણે ભૂખ ઓછી લાગે છે તેનું કારણ ફેટી લીવર રોગ હોઈ શકે છે કારણ કે કેટલાક મામલામાં  જોવામાં આવ્યું છે કે આ બીમારીમાં લોકોને ભૂખ ઓછી લાગે છે.વજન ઓછું થવું:- અચાનકથી વજન ઓછું થવું પણ ફેટી લીવર નો સંકેત હોઈ શકે છે. એક્સપર્ટનું માનવું છે કે આમ તો વજન ઓછું થવાના અનેક કારણો હોઈ શકે છે પરંતુ જો કોઈ વ્યક્તિનું પેટ ફૂલેલું રહે અને બાકીનું શરીર ઓછું થવા લાગે તો આ બીમારીનો સંકેત હોઈ શકે છે. પરંતુ કોઇ પણ પરિણામ પર પહોંચતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.

થાક કે માનસિક ભ્રમ:- જો કોઈને ફેટી લીવર સંબંધી સમસ્યા હોય અને તે સમયની સાથે વધી રહી હોય તો તેને ધીરે ધીરે વધુ પડતો થાક લાગે છે અને ભ્રમ જેવી સ્થિતિ થવા લાગે છે. જો થોડું પણ કામ કરશો તો જલદી થાક લાગે છે અને કોઈ પણ વસ્તુને વિચારવા સમજવામાં વધુ મહેનત ની જરૂર લાગશે.પીળી ત્વચા અને આંખો સફેદ થવી:- આંખોનું સફેદ થવું અને ત્વચાનું પીળું પડવું તે પણ ફેટી લીવર રોગનો સંકેત હોઈ શકે છે. જો તમને પણ ક્યારેક એવું લક્ષણ જોવા મળે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

ફેટી લીવર બીમારીનો ઈલાજ:- ફેટી લીવર ના લક્ષણો જલ્દીથી સમજમાં નથી આવતા તેથી ડોક્ટર જ આ બીમારીને પરખી શકે છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર રોગ ના ઈલાજ ની વર્તમાનમાં કોઈ દવા નથી. તમારો ડોક્ટર બીમારીના સ્ટેજ પ્રમાણે આનો ઇલાજ કરી શકે છે. વળી કેટલાક એક્સપર્ટનું માનવું છે કે શરીરનું વજન ધીરે ધીરે 7 થી 10 ટકા સુધી ઓછું કરવાથી આ બીમારી દુર કરવામાં માં મદદ મળી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે વધુ જલ્દી વજન ઓછું કરવાથી પૂરી રીતે બચવું. બેલેન્સ ડાયટ, એક્સરસાઇઝ કરવી અને સારી ઉંઘ લેવી વગેરે.

જો કોઈ વ્યક્તિના લિવર એન્ઝાઇમ્સનું સ્તર ઊંચું થઈ જાય, તો તે પણ આ રોગનો સંકેત છે. એલિવેટેડ લિવર એન્ઝાઇમ એ સંકેત આપે છે કે  લીવરને ને નુકસાન થયું છે.  જે લોકોને આલ્કોહોલિક ફેટી લિવર ની બીમારી છે તેઓ દારૂ નું સેવન બન્ધ કરીને લિવરના નુકસાન અને સોજો આવવાથી બચી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment