ઉનાળામાં વધી જાય છે આ 13 બીમારીઓ થવાનો ખતરો, ધ્યાનમાં રાખો આટલી બાબતો બચી જશો…

મિત્રો હવે ઉનાળો શરુ થઈ ગયો છે. તેમજ ગરમી પણ હવે ખુબ પડવા લાગી છે. લોકો એસીમાં પોતાને બંધ કરીને રહે છે. તેમજ શરીરને ઠંડક મળી રહે તે માટે ઠંડાપીણા પીવે છે. પણ આ ઉનાળામાં કેટલીક બીમારીઓ પણ ફેલાઈ શકે છે. આથી ઉનાળામાં પોતાના શરીરનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. 

ઉનાળો ની ઋતુ પોતાની સાથે ઘણા પ્રકારની પરેશાની લઈને આવે છે. આ ઋતુમાં સખત તડકો અને પરસેવાથી શરીરનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. એવામાં થોડી પણ બેદરકારી શરીર ને નુકસાન પણ કરી શકે છે. આ ઋતુમાં ઘણા પ્રકારની બીમારીઓ અને ઇન્ફેકશન નો ખતરો વધી જાય છે. ચાલો તો આ ઉનાળાની ઋતુમાં કઈ બીમારીનો ખતરો વધી જાય છે તેના વિશે જાણી લઈએ. 

હીટ-સ્ટોક : ઉનાળામાં વધુ પડતા તડકામાં રહેવાથી હીટ-સ્ટ્રોક એટલે કે લુ પણ લાગી શકે છે. લુ લાગવાથી માથાનો દુખાવો, નબળાઈ, તાવ, માંસપેશીઓ માં દુખાવો, તીવ્ર ગતિએ શ્વાસ લેવી જેવા લક્ષણ જોવા મળે છે. 

ડાયરિયા : ડાયરિયા એટલે કે દસ્ત.  એક એવી સમસ્યા છે જે ખોટા ખાનપાન થી થાય છે. અકસર ઉનાળામાં વધુ તળેલું, તેમજ મસાલેદાર અને જંક ફૂડસ નું સેવન કરવાથી ડાયરિયા થઈ શકે છે.

અછબડા : ઉનાળામાં મોટેભાગે લોકોમાં અછબડા એટલે કે ચેચક ઈ બીમારી જોવા મળે છે. તેનાથી આખા શરીરમાં ખંજવાળ, ફોડલીઓ, રેશેઝ થઈ જાય છે. આ સિવાય તાવ અને ભૂખ ન લાગવી તેના બીજા અન્ય સામાન્ય લક્ષણ જોવા મળે છે. 

ફૂડ પ્વાઇજનીંગ : આ દુષિત ખોરાક ખાવાથી થતી બીમારી છે. ગરમી અને લુ ના કારણે આ ઋતુમાં બેકટરિયા સહેલાઈથી ઉછરે છે. જેના કારણે ખોરાક દુષિત થઈ જાય છે. આથી ઉનાળમાં વાસી ખોરાક અને બહારના ભોજનથી બચવું જોઈએ. 

અસ્થમા : ઉનાળાની ઋતુમાં અસ્થમાના દર્દી એ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઋતુમાં થતા પ્રદુષણ થી અથવા અન્ય કારણથી વાયરસ થી ઇન્ફેકશન નો ખતરો વધી જાય છે. તેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. 

ડીહાઈડ્રેશન : ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જેનાથી ડીહાઈડ્રેશન નો શિકાર થઈ શકે છે. આ ઋતુમાં પરસેવદ્વારા શરીરથી ઘણું પાણી બહાર નીકળી જાય છે. અને ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ અનિયંત્રિત થઈ જાય છે. આથી ઉનાળામાં પોતાને હાઈડ્રેટ રાખવા જરૂરી છે. 

ફ્લુ : ઉનાળામાં લુ વગેરેના કારણે વાયરસ અને બેકટરિયા થાય છે. જેનાથી મૌસમી ફ્લુ થવાનો ખતરો વધી જાય છે. તેમાં વ્યક્તિને તાવ, થાક, માથાનો દુખાવો, વગેરે થઈ શકે છે.. 

મમ્સ : આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. મમ્સ માં પેરાટીડ ગ્રંથી (કાન અને જડબા ની વચ્ચે) પ્રભાવિત થાય છે. આ બીમારીમાં ગાલના નીચેના ભાગે સોજો આવે છે. 

શરદી- તાવ : અકસર ઉનાળાની ઋતુમાં લોકોને ઠંડી વસ્તુઓ વધુ ખાવાનું પસંદ કરે છે. ઘણી વખત સખતની ગરમીથી રાહત મેળવવા માટે ખુબ જ ઠંડુ જેમ કે કોલ્ડ્રીંક, ઠંડુ પાણી અથવા આઈસ ક્રીમ ખાય છે. તેનાથી તાવ-શરદી થવાનો ખતરો વધી જાય છે. 

માથાનો દુખાવો : ઉનાળામાં સખ્ત તડકામાં માથાનો દુખાવો થવો સ્વાભાવિક છે. આ ઋતુમાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જે માથાના દુખાવાનું કારણ બને છે. 

આંખની પરેશાની : ઉનાળામાં સૂર્યની તેજ્જ કિરણો અને તડકા આંખ ને નુકસાન પહોચાડે છે. તેનાથી ઘણા પ્રકારના બેકટરીયલ અને વાયરલ ઇન્ફેકશન થઈ શકે છે. આ ઋતુમાં કાંજેજેક્ટીવઆઈટીસ સૌથી વધુ થતા એલર્જીક રીએકશન થી થાય છે. તેનાથી આંખમાં પાણી આવવું, આંખમાં ખુચવું, લાલ થવી વગેરે થાય છે. 

સનબર્ન : તેજ તડકામાં વધુ સમય રહેવાથી સનબર્ન થાય છે. તેના કારણે ત્વચા પર લાલ ચકત્તે પડી જાય છે. સૂર્યની તેજ કિરણો થી નીકળતા યુવી રેજ સ્કીન માટે હાનીકારક હોય છે. આથી તડકામાં નીકળતા પહેલા સન સ્કીન લગાવવાની સલાહ આપવામાં આવે છે. 

ટાયફોઈડ : ટાયફોઈડ પણ દુષિત ખાનપાન થી થતી બીમારી છે. તેમાં પેટમાં દુખાવો, તાવ, થાક, નબળાઈ, માથાનો દુખાવો વગેરે લક્ષણ સામેલ છે.     

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment