મિત્રો જયારે આપણે ગાડીની સફર કરીએ છીએ ત્યારે જો કારમાં કોઈપણ પ્રકારની જીવાત કે પ્રાણીની કનડગત થાય તો ખુબ જ પરેશાની અનુભવાય છે. આથી જો તમે પણ પોતાની કારમાં ખાસ કરીને ઉંદરના ત્રાસથી પરેશાન છો તો તમે ઉંદરને દુર કરવા માટે અહીં આપેલી કેટલીક ટીપ્સને ફોલો કરી શકો છો. જે તમને કારમાંથી ઉંદર ભગાડવા માટે ખુબ જ ઉપયોગી નીવડશે.
અરે! શું થયું. શું કહેવું યાર, ઉંદરે વાયર કાપી નાખ્યો છે, તે સિવાય મેટ્સને પણ કાપી નાખી. ઉંદરથી હું પરેશાન થઈ ગયો છું યાર! આ સવાલ અને જવાબ માત્ર ઘર માટે જ નહીં પરંતુ ઘણી વખત કારની અંદર પહોંચી જાય છે અને ભારે નુકસાન પહોંચાડે છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે, તેનાથી છૂટકારો કેમ મેળવવો.પરંતુ તમે ચિંતા ન કરો. કારણ કે આજે આ આર્ટિકલમાં અમે તમને અમુક સરસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે તેને કારની અંદર જવાથી કંટ્રોલ કરી શકો અને સરળતાથી છુટકારો મેળવી શકો. એવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે અમુક ઘરેલુ વસ્તુઓની જરૂર પડી શકે છે. જેમકે લીમડાનું તેલ, મરી, હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડ, ડુંગળી અને ફુદીના તેલ જેવી વસ્તુઓની જરૂર પડી શકે છે.
1) હાઈડ્રોજન પેરોક્સાઈડ:- કદાચ તમે આની પહેલા હાઈડ્રોજન પેરોક્સાઈડનું નામ સાંભળ્યુ નહીં હોય, જો સાંભળ્યુ હોય તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હાઈડ્રોજન પેરોક્સાઈડની મદદથી તમે ઉંદરને તમારી કાર માંથી ભગાડી શકો છો. હાઈડ્રોજન પેરોક્સાઈડની સ્ટ્રોંગ સ્મેલ ઉંદરને ગમતી નથી. એવામાં તમે કોટન બોલ્સને હાઈડ્રોજન પેરોક્સાઈડમાં પલાળીને કારના બધાજ ભાગોમાં રાખી લો. તેની સ્મેલના કારણે ઉંદર ક્યારેય પણ ગાડીમાં આવશે નહીં.2) લીમડાનું તેલ:- તે લગભગ આપણે બધા જાણીએ છીએ કે, કડવી વસ્તુઓ જીવજંતુ, ઉંદર, કીડી વગેરેને પસંદ હોતી નથી. એવામાં કાર માંથી ઉંદરને દૂર રાખવા માટે લીમડાનું તેલ બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. આ તેલ કડવું હોય છે અને ઉંદર તેની સ્મેલથી દૂર રહે છે. એવામાં તમે લીમડાના તેલમાં કોટન બોલ્સને સરખી રીતે પલાળીને રાખી શકો છો. તમે ઇચ્છો તો તેનો સ્પ્રે બનાવીને પણ છાંટી શકો છો.
3) મરી અથવા લસણનો પાવડર:- ગાડીમાં ઉંદરને જતાં અટકાવવા માટે મરી અને લસણનો પાવડર પણ એક બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. તે માટે તમે બંને વસ્તુઓનું એક મિશ્રણ બનાવીને કારમાં પ્રવેશ કરનારી જગ્યા અને તેની આસપાસ છાંટી લો. આ મિશ્રણની સ્મેલથી ઉંદર આસપાસ પણ આવતા નથી.4) ફુદીનાનું તેલ:- જે રીતે લીમડાનું તેલ કાર માંથી ઉંદરને ભગાડવામાં મદદ કરે છે તે જ રીતે ફુદીના નું તેલ પણ ઉંદરને દૂર રાખવા માટે એક બેસ્ટ વિકલ્પ છે. તેલની સાથે સાથે તેની પેસ્ટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તે માટે ફુદીનાના તેલમાં કોટન બોલ્સને સરખી રીતે પલાળીને અલગ-અલગ જગ્યાએ રાખી લો. તે સિવાય પેસ્ટને પણ પેપર કે કોઈ અન્ય વસ્તુમાં રાખીને તમે કારની અંદર રાખી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી