મિત્રો શિયાળો આવતાં જ ત્વચા શુષ્ક બનવા લાગે છે. દિન પ્રતિદિન આ સમસ્યા વધતી જાય છે. ડ્રાય સ્કીનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારના લોશન નો ઉપયોગ કરે છે. આ લોશન ઘણા મોંઘા હોવાની સાથે જ હાનીકારક તત્વો પણ તેમાં મેળવેલા હોય છે. કેટલીક વાર આ લોશન આપણી ત્વચાને સૂટ પણ નથી કરતા.
એવામાં સ્કિન ની ડ્રાઇનેસ ને દૂર કરવા માટે ઘરે જ સરળતાથી લોશન બનાવી શકાય છે. આ લોશન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેનાથી સ્કીન પર લગાવવાથી કોઈપણ પ્રકારનું નુકસાન પણ નથી થતું. ઘરે લોશન બનાવવાથી ઘણું સસ્તું પણ પડે છે. તો આવો જાણીએ ઘરે બોડી લોશન બનાવવાની રીત.
1) બદામના તેલનું બોડી લોશન :- સામગ્રી:- ½ કપ બદામનું તેલ, ½ નાળિયેર નું તેલ, ½ મીણ, 1 ચમચી વિટામિન ઇ તેલ, 2 ચમચી કોકો બટર, 1 ચમચી એસેન્સિયલ તેલ.બોડી લોશન બનાવવાની રીત:- બોડી લોશન ઘરે બનાવવા બોઇલરમાં બદામનું તેલ, નાળિયેરનું તેલ, મીણ અને કોકો બટર ને નાખીને મેળવો. જ્યારે આ સામગ્રી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં બાકીની બધી વસ્તુઓ નાખીને ફરીથી સરસ રીતે મેળવો. જ્યારે આ બધી વસ્તુઓ ઓગળીને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ડબ્બામાં આ સામગ્રી ને સેટ થવા માટે રાખી લો. થોડીવારમાં આ સામગ્રી ડબ્બામાં સેટ થઈ જશે. ત્યારબાદ આ સામગ્રીનો ઉપયોગ કરી શકાશે. આ લોશન લાંબા સમય સુધી ત્વચાને પોષણ આપીને સ્કિનને મુલાયમ પણ રાખશે.
2) નાળિયેર તેલનું બોડી લોશન:- સામગ્રી :- 1 કપ નાળિયેર તેલ, ½ લીંબુનો રસ, 1 વિટામીન ઈ કેપ્સ્યુલ.
બોડી લોશન બનાવવાની રીત:- નાળિયેર તેલ થી બોડી લોશન બનાવવા માટે નાળિયેર તેલ ને ઓગાળો. જ્યારે તેલ સરસ રીતે ઓગળી જાય તો તેમાં વિટામીન ઈ કેપ્સ્યુલ અને લીંબુનો રસ મેળવો. બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેને સેટ થવા માટે એક વાસણમાં નાખી દો. આ લોશનનો ક્યારેય પણ ઉપયોગ કરી શકાય છે. આ લોશન ડ્રાય સ્કીન ની સમસ્યા ને સરળતાથી દૂર કરશે.3) એલોવેરા જેલ બોડી લોશન :- સામગ્રી:- 1 ચમચી બદામનું તેલ, 1 ચમચી નાળિયેરનું તેલ, 1 ચમચી ગ્લિસરીન , 2-3 ચમચી એલોવેરા જેલ.
બોડી લોશન બનાવવાની રીત:- આ બોડી લોશન ને બનાવવા માટે દરેક વસ્તુઓને એક સાથે મેળવીને મિક્સ કરી લો. તમે ઇચ્છો તો ગેસ પર રાખીને પહેલા આ વસ્તુઓને ઓગાળી પણ શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે લોશન બનાવતી વખતે એલોવેરા જેલ નો ઉપયોગ સૌથી છેલ્લે કરવો. ત્યારબાદ વસ્તુઓને ફેંટી લો.
આ લોશન બોડી પર લગાવવાથી ડ્રાઇ સ્કીનની સમસ્યા દૂર કરવાની સાથે સ્કીનને લાંબા સમય સુધી હાઈડ્રેટ પણ કરશે. આ બધા બોડી લોશન સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ ધ્યાન રાખવું કે તેને લગાવતા પહેલા પેંચ ટેસ્ટ અવશ્ય કરવો. જો તમને સ્કિન સંબંધિત કોઈ બીમારી હોય તો ડોક્ટર થી પૂછીને આનો ઉપયોગ કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી