ડિલેવરી પછી વધી ગયેલું પેટ અને ચરબી ઓગાળવાનો એકમાત્ર ઉપચાર, પિય ઘરમાં રહેલી આ 1 વસ્તુ… પેટ અને શરીર થઇ જશે એકદમ પાતળું…

આપણે જાણીએ છીએ કે એક મહિલા જયારે ગર્ભવતી બને છે અને ત્યાર પછી જયારે બાળકની ડીલીવરી થાય ત્યારે તે મહિલાનો પેટનો ભાવ વધી જતો હોય છે. આથી દરેક મહિલા ડીલીવરી પછી પોતાના વધેલા પેટના ભાગને ઓછો કરવા માંગતી હોય છે. આ માટે તે અનેક ઘરેલું નુસ્ખાઓ પણ અપનાવે છે. આજે અમે તમને એવા કેટલાક નુસ્ખાઓ વિશે જણાવીશું. 

ડિલિવરી પછી મોટાભાગની મહિલાઓનો વજન વધી જાય છે. ડિલિવરી પછી મહિલાઓના પેટની આસપાસ ચરબી જમા થઈ જાય છે, જે ઘણા સમય સુધી ઘટી શકતી નથી. ઘણી મહિલાઓ ડિલિવરી બાદ ખાણીપીણીમાં બદલાવ અને એકસરસાઈઝ કરીને વધેલું વજન ઘટાડી લે છે. પરંતુ, ડિલિવરી પછી વધેલા પેટને ઘટાડવું ખૂબ જ મુશ્કેલ હોય છે.ડિલિવરી બાદ પેટની માંસપેશીઓ લુઝ થઈ જાય છે, જેના કારણે પેટ ઘટવામાં સમય લાગે છે. બાળકના જન્મ પછી મહિલાનું શરીર ઘણું નબળું પડી જાય છે. માટે વજન ઘટાડવામાં ઉતાવળ ન કરવી, તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. ડિલિવરી પછી પેટ ઘટાડવા માટે તમે ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. આ લેખમાં આપણે ડિલિવરી પછી પેટ ઘટાડવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું.

ડિલિવરી બાદ પેટ ઘટાડવાના ઉપાયો:- 

1) ગરમ પાણી:- ડિલિવરી બાદ પેટની ચરબી ઘટાડવા માટે ભરપૂર માત્રામાં પાણી પીવું. હા, તમે પાણી પીને સરળતાથી વજન ઘટાડી શકો છો. ડિલિવરી બાદ ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે ભરપૂર માત્રામાં પાણી પીવું. ડિલિવરી બાદ ગરમ પાણી જ પીવું. તેનાથી શરીરનું મેટાબોલીજ્મ બુસ્ટ થાય છે. જેનાથી શરીરમાં જામેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. જો તમે ડિલિવરી પછી વધેલું પેટ ઘટાડવા માંગતા હોય તો, પર્યાપ્ત માત્રામાં ગરમ પાણીનું સેવન કરવું.2) ગ્રીન ટી:- પેટની ચરબી ઘટાડવા માટે દૂધ વાળી ચાની જગ્યાએ ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. ગ્રીન ટી માં એંટીઓક્સિડેંટ ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેનાથી માં અને બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું નથી અને વજન ઘટાડવામાં મદદ મળે છે. ડિલિવરી બાદ પેટ ઘટાડવા માટે દરરોજ જમ્યા પછી ગ્રીન ટી પીવી જોઈએ. જોકે, ગ્રીન ટીનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. 

3) મેથીના બીજ:- ડિલિવરી બાદ પેટ ઘટાડવા માટે મેથીના બીજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેથીના બીજમાં ફાઈબર ઘણી માત્રામાં હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. મેથીના બીજનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને મેટાબોલીજ્મ પણ ઝડપી બને છે. ડિલિવરી બાદ પેટની ચરબી ઘટાડવા માટે તમે દરરોજ મેથીની ચાનું સેવન કરી શકો છો. તે માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના બીજ લઈને ઉકાળી લો. તે પાણીને ગળી લો અને તેને ઠંડુ કરીને પીઓ. દરરોજ મેથીની ચા પીવાથી શરીરમાં જામેલા ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને વેઇટ લોસમાં મદદ મળે છે.4) દૂધીનું જ્યુસ:- ડિલિવરી બાદ પેટ ઘટાડવા માટે તમે દૂધીના જ્યુસનું સેવન કરી શકો છો. દૂધીનું જ્યુસ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ડિલિવરી બાદ નિયમિત રૂપથી દૂધીના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. વાસ્તવમાં, દૂધીમાં કેલોરી અને ફૈટની માત્રા ઓછી હોય છે. તેની સાથે જ, દૂધીમાં ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે પાચનતંત્ર મજબૂત કરવા અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

5) અજમાનું પાણી:- ડિલિવરી બાદ અજમાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. સવારે ખાલી પેટ અથવા જમ્યા પછી અજમાનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પણ ડિલિવરી પછી પેટની ચરબી ઘટાડવા માંગતા હોય તો અજમાંનું પાણી પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment