ગમે તેવો કાંટ વાળો અને જુનો દાગ વાળો લોખંડનો ગેટ, ફક્ત 5 મિનીટમાં જ થઇ જશે નવા જેવો સાફ… ગેટ થઇ જશે એકદમ ચમકદાર…

મિત્રો ઘરનો મુખ્ય દરવાજો લગભગ સ્ટીલ કે લોખંડનો જ હોય છે. સ્ટીલના દરવાજા પર તો ઓછો પરંતુ લોખંડના દરવાજામાં કાટ ખૂબ જ ઝડપથી લાગે છે. વિશેષ રૂપે જ્યારે દરવાજા પર પાણી પડે છે તો થોડાક જ દિવસમાં લોખંડના દરવાજામાં કાટ લાગી જાય છે. કાટ લાગવાના કારણે કેટલીક વાર દરવાજો પણ ખરાબ થઈ જાય છે. કેટલીક વાર તો બદલવો પણ પડે છે.

એવામાં સમય રહેતા જો કાટને હટાવવાની કોશિશ ન કરવામાં આવે તો વધારે  પૈસા પણ ખર્ચ થઈ શકે છે. તો મિત્રો આજે અમે આ લેખમાં તમારા માટે કેટલીક એવી ટિપ્સ અને હેક્સ લઈને આવ્યા છીએ જેને ફોલો કરીને તમે લોખંડના દરવાજામાં લાગેલા જિદ્દી થી જિદ્દી કાટ ને પાંચ મિનિટની અંદર સાફ કરી શકો છો. તો આવો જાણીએ.

1) સૌથી પહેલા કરો આ કામ:- લોખંડના દરવાજામાંથી કાટને હટાવવો કોઈ મોટી વાત નથી પરંતુ તેને હટાવવા સૌથી પહેલા તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવાની જરૂર છે જેમ કે દરવાજાને એક થી બે વાર કપડાથી સાફ કરી લેવો જેથી ધૂળ માટી દૂર થઇ જાય. કાટ હટાવવા માટે તમારે બોરેક્સ પાવડર અને સેન્ડ પેપર ની જરૂર પડી શકે છે. તેને તમે કોઈપણ હાર્ડવેર ની દુકાન થી ખરીદી શકો છો.2) બોરેક્સ પાવડર નો કરો ઉપયોગ:- ઘરની સફાઈ કે કોઈ અન્ય વસ્તુઓ માંથી ડાઘને હટાવવા માટે તમે એકવાર નહીં પરંતુ અનેક વાર બોરેક્સ પાવડર નો ઉપયોગ કર્યો હશે. તેના ઉપયોગથી તમે લોખંડના દરવાજામાં લાગેલા જિદ્દી થી જિદ્દી કાટ ને સરળતાથી દૂર કરી શકશો તેના માટે ફોલો કરો આટલા સ્ટેપ્સ…

સૌથી પહેલા એક બાઉલમાં ત્રણ ચમચી બોરેક્સ પાવડર નાખો. હવે આમાં પાણીના કેટલાક ટીપા નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ મિશ્રણને લઈને કાટ વાળી જગ્યા પર લગાવીને લગભગ પાંચ મિનિટ માટે છોડી દો. પાંચ મિનિટ બાદ સેન્ડ પેપર થી ઘસીને કાટને સાફ કરી લો. હવે જે કલર હોય તે પ્રમાણે દરવાજા પર પેન્ટ કરી શકો છો.

3) બોરેક્સ પાવડર અને ચૂનાનો ઉપયોગ:- કદાચ તમે જાણતા હશો,જો ન જાણતા હો તો તમને જણાવી દઈએ કે ચૂના નો પાવડર કાટના ક્રિસ્ટલ ને સક્રિય કરે છે અને બોરેક્સ પાવડર તેને સાફ કરવાનું કામ કરે છે. એવામાં આ બંને મિશ્રણને તમે લોખંડમાં લાગેલા કાટને જ હટાવી શકો છો. ફોલો કરો આ સ્ટેપ્સ..સૌથી પહેલા એક વાસણમાં ત્રણ ચમચી બોરેક્સ પાવડર અને ત્રણ ચમચી ચૂનો પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાણીના કેટલાક ટીપા નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. ત્યારબાદ મિશ્રણને કાટ વાળી જગ્યા પર લગાવીને લગભગ પાંચથી સાત મિનિટ સુધી લગાવીને રહેવા દો. પાંચથી સાત મિનિટ બાદ ક્લીનિંગ બ્રશ કે સેન્ડ પેપર થી ઘસીને સાફ કરી લો.

4) કાટ દૂર કરવા માટે આ સ્ટેપ્સ પણ ફોલો કરો:- બોરેક્સ પાવડર સિવાય અન્ય બીજી ઘણી વસ્તુઓના ઉપયોગ થી પણ લોખંડના દરવાજા પરથી કાટને સરળતાથી હટાવી શકાય છે. તેના માટે તમે બેકિંગ સોડા, ચૂનો,મીઠું અને બોરેક્સ પાવડર નું મિશ્રણ તથા હાઈડ્રોજન પેરોક્સાઈડના ઉપયોગથી પણ તમે કાટને દૂર કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment