મિત્રો અમુક સમયે જયારે આપણી કિસ્મત મજબુત હોય ત્યારે જો નાનું અમથું રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. આવું જ કઈક શેર બજારમાં બન્યું છે. જેમાં માત્ર 3500 નું રોકાણ આજે કરોડ માં પલટાઈ ગયું છે. આમ શેર બજારમાં કરેલ રોકાણ હાલ કરોડોનો નફો આપી રહ્યો છે.
હાઇ રિટર્નની બાબતમાં મલ્ટિબેગર સ્ટોક્સ રોકાણકારોની કિસ્મત બદલનારા સાબિત થાય છે. ઉતાર-ચડાવ અને જોખમભર્યા કારોબાર સમજવામાં આવતા શેર માર્કેટમાં ક્યારે ક્યાં નાના શેર પણ ઈન્વેસ્ટર્સને માલામાલ કરી દે કહી શકાતું નથી. એવો જ કમાલ કર્યો છે કેપલિન પોઈન્ટ લેબના શેરે. જેમાં માત્ર 3500 રુપિયાનું ઇન્વેસ્ટ કરનાર રોકાણકાર આજે કરોડપતિ બની ગયા છે. આ શેરે લોંગ ટર્મમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. લગભગ બે દાયકામાં અહીં પહોંચી કિંમત:- કેપલિન પોઈન્ટ લેબના શેર 21 ફેબ્રુઆરી 2003ના રોજ માત્ર 25 પૈસાના સામાન્ય ભાવે મળી રહ્યા હતા, પરંતુ તેની કિંમત હવે 726 રૂપિયાએ પહોંચી ગયી છે. એટલે લગભગ 20 વર્ષોમાં આ શેરે પોતાના રોકાણકારોને લગભગ 2900 ગણું રિટર્ન આપવાનું કામ કર્યું છે. એવામાં જે રોકાણકારે બે દાયકા પહેલા આ શેર પર વિશ્વાસ કરતાં માત્ર 3500 રૂપિયા લગાડ્યા હશે, તે રોકાણ હવે વધીને 1 કરોડ રૂપિયા બની ગયું છે.
ફાર્મા કંપનીના શેરે કરી કમાલ:- કેપલિન પોઈન્ટ લેબ એક ફુલ્લી ઇંટિગ્રેટેડ ફાર્મા કંપની છે, જેનો કારોબાર આફ્રીકી દેશો સુધી ફેલાયેલો છે. આ કંપની ઓઇટ્મેંટ્સ, ક્રીમ બનાવે છે. આ ફાર્માસ્યુટિકલ કંપનીનો કારોબાર વર્ષ 1990માં શરૂ થયો હતો અને તેનું હેડક્વોટર ચેન્નઈમાં છે. ભારતીય શેર બજારમાં આ કંપનીની લિસ્ટિંગ 1994માં લિસ્ટ થઈ હતી. તેના આઇપીઓએ રોકાણકારોને જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો છે.આ વર્ષે આવું કર્યું પર્ફોર્મન્સ:- કંપનીના શેર લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ માટે ફાયદાકારક સાબિત થયા છે. વર્ષ 2022ની શરૂઆતમાં જ આ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 6 જાન્યુઆરી 2022ના રોજ તેનો ભાવ 888.45 રૂપિયાના આ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. જોકે, વિતેલા અમુક સમયમાં તેના સ્ટોકની વેલ્યુમાં પછડાટ જોવા મળ્યો છે. મે 2022માં આ શેરના ભાવ તૂટીને 600 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ પાછી તેમાં રિકવરી શરૂ થઈ અને હવે તે, પાછા 700ની પાર પહોંચીને 726 રૂપિયાના સ્તર પર આવી ગયો છે.
પાંચ વર્ષોમાં ઉતાર-ચડાવ પર નજર:- વિતેલા પાંચ વર્ષોના ઉતાર-ચડાવ પર નજર કરીએ તો, કેપલિન પોઈન્ટ લેબ કંપનીના શેર 22 ડિસેમ્બર 2017ના રોજ 638.25 રૂપિયાના સ્તર પર હતા. 28 ડિસેમ્બર 2018ના રોજ તે તૂટીને 382 રૂપિયાએ આવી ગયા. 20 ડિસેમ્બર 2019ના રોજ 313.20 રૂપિયાએ આવી ગયા… અને 20 માર્ચ 2020ના રોજ તેનો ભાવ માત્ર 238 રૂપિયા રહી ગયો હતો. ત્યાર બાદ કંપનીના શેરે લાંબી છલાંગ લગાડવાની શરૂ કરી અને 9 સપ્ટેમ્બર 2021ના રોજ તે 934 રૂપિયા પર આવી ગયા. ત્યાર બાદ એક-બે પછડાટ સાથે તેણે પોતાના લેવલને જાળવી રાખ્યું છે.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી