મિત્રો એવું કહેવાય છે કે ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આ ફળોના સેવનથી અનેક પ્રકારની બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. જો સ્વાસ્થ્યવર્ધક રહેવું હોય તો ફળોનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આખી દુનિયામાં અનેક પ્રકારના ફળ હોય છે જેના વિશે આપણે કદાચ જાણતા પણ નહીં હોય.
મિત્રો શું તમે ક્યારે અમર ફળનું સેવન કર્યું છે કે તેના વિશે સાંભળ્યું છે? જો ન જાણતા હોવ તો આ લેખના માધ્યમથી અમે તમને અમર ફળના કેટલાક ફાયદા વિશે જણાવીશું. અમર ફળ ટામેટા જેવું દેખાતું એક આછું લાલ અને નારંગી ફળ છે. આનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. અમર ફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અમર ફળ નો કાચી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. જો કે કાચું ફળ સ્વાદમાં થોડું કડવું હોય છે. અમર ફળ મિનરલ્સ, વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ સહિત અનેક પોષક તત્વોનો ભંડાર છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઉપયોગી છે. આમાં વિટામીન સી,કે, અસ્કોર્બિક એસિડ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે તમને ત્વચા સંબંધી સમસ્યાઓથી રાહત અપાવે છે. આવો જાણીએ અમર ફળ ખાવાથી થતા કેટલાક ફાયદા અને નુકસાન વિશે.
અમર ફળ ના ફાયદા:- 1) ડાયાબિટીસમાં ફાયદાકાર:- ડાયાબિટીસના દર્દીઓમાં લગભગ ફળોને લઈને મૂંઝવણ રહેતી હોય છે કે તેમને કયુ ફળ ખાવું જોઈએ અને કયુ નહીં. જણાવીએ કે અમર ફળમાં એન્ટિડાયાબિટિક પ્રોપર્ટીઝ ઉપલબ્ધ હોય છે, જે ડાયાબિટીસના જોખમને દૂર કરવાની સાથે જ શરીરમાં ગ્લુકોઝના સ્તરને પણ નિયંત્રિત કરે છે. તેના સેવનથી તમારું બ્લડ શુગર લેવલ સામાન્ય રહે છે. જોકે તમારે તેનું વધુ સેવન પણ ન કરવું જોઈએ.2) હૃદય માટે ફાયદાકારક:- અમર ફળને હૃદય માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. અમર ફળ ડાયટ્રી ફાઇબરથી ભરપૂર હોય છે. જે તમને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવાની સાથે જ વધેલા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. અમર ફળ તમારા કોરોનરી હૃદય રોગ (Coronary Heart Diseases) ના જોખમને પણ દૂર કરવામાં મદદ કરે છે. આમાં કૈરોટીનોઇડ નામનું એલિમેન્ટ ઉપલબ્ધ હોય છે જે હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જો તમને પણ હૃદય સંબંધી સમસ્યા હોય તો આનુ સેવન કરી શકો છો.
3) સોજો દૂર કરવામાં ઉપયોગી:- અમર ફળ સોજાને દૂર કરવામાં પણ સહાયક છે. અમર ફળમાં એન્ટીઇમ્ફલેમેટરી પ્રોપર્ટીઝ ઉપલબ્ધ હોય છે, જે તમારા શરીરમાંથી સોજાને દૂર કરે છે. સાંધાના દુખાવા કે સંધિવાની સમસ્યામાં આ ફળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને શરીરમાં કોઈ પણ ભાગમાં સોજો હોય તો તેના માટે તમે અમર ફળને થોડું પીસીને પણ લગાવી શકો છો, સાથે જ તેના અર્ક ને પણ સોજો દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.4) આંખો માટે ફાયદાકારક:- એક શોધ પ્રમાણે અમર ફળ ખાવાથી આંખોની રોશની પણ વધે છે. અમર ફળમાં વિટામીન એ ઉપલબ્ધ હોય છે જે આંખોની રોશની વધારવાની સાથે જ માયોપીયા વગેરેના જોખમને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં આંખોની સમસ્યાઓથી લડવા માટે તેમાં લૂંટીન નામનું તત્વ ઉપલબ્ધ હોય છે તેથી જો તમારી પણ આંખોની રોશની કમજોર હોય કે પછી આંખો પર ચશ્મા ન ઉતરતા હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે આ ફળનું સેવન કરી શકો છો.
5) વજન ઘટાડવામાં ઉપયોગી:- અમર ફળમાં વજન ઘટાડવાની પણ ક્ષમતા હાજર હોય છે. વળી અમર ફળમાં ફાઇબરની ઉચ્ચ માત્રા ઉપલબ્ધ હોય છે, જે તમને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થવા દેતું નથી. તેના સેવનથી તમને ભૂખ પણ ઓછી લાગે છે અને તમે ઓછું ખાવ છો. કેટલાક સમય સુધી સીમિત પ્રમાણમાં આનું નિયમિત સેવન કરવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. એટલું જ નહીં આમાંથી યામીન, રાઈબોફ્લેમ અને ફોસ્ફરસ વગેરે ઉપલબ્ધ હોય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.6) એન્ટિઓક્સિડન્ટ નો સારો સ્ત્રોત:- અમર ફળને એન્ટિઓક્સિડેન્ટ નો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમાં ફ્લેવોનો, એમિનો એસિડ, લુટીન,એસ્કોર્બિક એસિડ અને મિનરલની ઉપલબ્ધિ અમર ફળને એન્ટિઓક્સિડેન્ટનો સારો સ્ત્રોત બનાવે છે. જે તમને શરીરમાં બ્લડ ક્લોટ, કેન્સર અને હૃદય રોગ વગેરેથી લડવામાં સક્ષમ બનાવે છે. સાથે જ એન્ટિઓક્સિડેન્ટ તમારી કોશિકાઓને ખરાબ કે નષ્ટ થતા પણ બચાવે છે. તેથી અમર ફળને એન્ટિઓક્સિડન્ટ નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે.
અમર ફળ ખાવાના કેટલાક નુકસાન:- અમર ફળ ખાવાથી કેવળ ફાયદા જ નહીં પરંતુ નુકસાન પણ થઈ શકે છે. અમર ફળનું વધુ સેવન કરવાથી પેટનો દુખાવો,ઉલટી કે પછી પેટ સંબંધી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે આ એક ફાઇબરથી ભરપૂર ફ્રુટ છે. ડાયાબિટીસની દવાઓનું વધુ સેવન કરતા લોકોને આ ફળનું વધારે સેવન ન કરવું જોઈએ આનાથી તેમને બ્લડ શુગરની સમસ્યા ઓછી કે અનિયંત્રિત પણ થઈ શકે છે.
જો તમે કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોવ અને આનુ સેવન કરી રહ્યા હોય તો તેનાથી પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.આ ફળનું વધુ સેવન કરવાથી કે પછી ફ્રુટ ની એલર્જી વાળી વ્યક્તિઓએ આ ફળનું સેવન કરતા પરેજી કરવી જોઈએ. આનાથી તેમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. અમર ફળ ખાવાથી સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થાય છે. તેવી જ રીતે કેટલાક નુકસાન પણ છે તે. આ લેખમાં જણાવવામાં આવેલા નુકસાન ને ધ્યાનમાં રાખીને આ ફળનું સેવન ડોક્ટરની સલાહ પ્રમાણે કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી