પિરિયડ્સ આવવામાં મોડું થાય છે, તો તેની પાછળ રહેલા છે આવા ગંભીર કારણો…. જાણો પિરિયડ્સ નોર્મલ અને નિયમિત કરવાની જરૂરી માહિતી…

મહિલાઓ માટે દર મહીને તેનું માસિક આવવું એ તેના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. પરંતુ ઘણી વખત આ સાયકલમાં ફેરફાર થઈ જાય છે. આથી માસિકને નિયમિત કરવા માટે દરેક મહિલા તેની પાછળનું કારણ, ઉપાય જાણવા માંગે છે. આજે આ લેખમાં આપણે માસિક નિયમિત ન આવવાના કારણ તેમજ તેના ઉપાય વિશે વાત કરીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ઘણી વખત પિરિયડ્સ મોડા આવે છે, જો આવું એક કે બે વખત થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા એવા કારણ હોય છે જે સામાન્ય નથી હોતા, પરંતુ તેનાથી કોઈ મોટું જોખમ થતું નથી, તમે તેનો ઈલાજ કરાવી શકો છો. જેમ કે, વજન ઘટવા કે વધવાને કારણે પિરિયડ્સ મોડા થઈ શકે છે અથવા બ્લડ શુગર લેવલ વધતું હોવાને કારણે પણ આવું થઈ શકે છે. આ લેખમાં આપણે જાણીશું કે, પિરિયડ્સ મોડા આવવા ક્યારે નોર્મલ છે અને તેના શું કારણો હોય શકે છે.

પિરિયડ્સ કેટલા દિવસ મોડા આવવા નોર્મલ છે ? : ઘણી મહિલાઓને પિરિયડ્સ મોડા આવવાની સમસ્યા હોય છે. તમારા મનમાં પણ સવાલ થતો હશે કે પિરિયડ્સમાં મોડું થવું એ નોર્મલ છે કે નહીં ? તમને જણાવી દઈએ કે, પિરિયડ્સ મોડા આવવા એ કોઈ પણ પ્રકારે નોર્મલ નથી, તેની પાછળ ઘણા કારણો હોય શકે છે, પરંતુ તે કારણો ઘણી વખત ગંભીર તો ઘણી વખત સામાન્ય હોય શકે છે.

જો પિરિયડ્સમાં મોડું એક થી બે મહિનાથી વધારે થાય તો તમારે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. એવું ઓવરીમાં ગાંઠ અથવા પીસીઓએસના કારણે થઈ શકે છે. તેમજ સામાન્ય સ્થિતિમાં માસિક ચક્ર 21 થી 35 દિવસનું હોય છે, તેમાથી જો તમારી સાયકલ 28 ની છે તો 30 સુધી તારીખ ન આવવી સામાન્ય છે. પરંતુ 40 દિવસથી ઉપર થઈ જાય અથવા પાછલી તારીખના 6 અઠવાડીયા સુધી આગળની તારીખ ન આવે તો ચિંતાનો વિષય છે.

ગર્ભ નિરોધક ગોળીઓ : જો તમે ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરતાં હોય તો પણ તમારા પિરિયડ્સ મોડા થઈ શકે છે. ગર્ભ નિરોધક દવાઓના સેવનથી પ્રોજેસ્ટિન અને એસ્ટ્રોજન નામનું હાર્મોન વધારે બનવા લાગે છે, જેના કારણે ઓવરીઝ એગ રીલીઝ કરવાનું બંધ કરી દે છે. જ્યારે તમે ગોળીઓનું સેવન કરવાનું બંધ કરો છો તો પિરિયડ્સની સાયકલને નોર્મલ થતાં 6 થી 7 મહિનાનો સમય લાગે છે. તમારે ગર્ભનિરોધક ગોળીઓનું વધારે સેવન ન કરવું જોઈએ. તે પિરિયડ્સ મોડા આવવા માટેનું કારણ સાબિત થઈ શકે છે.

વજન : જો તમારો વજન ઝડપથી વધી રહ્યો હોય તો તે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે માસિક ચક્ર સાયકલને પણ ખરાબ કરી શકે છે. ફૈટ વધવાને કારણે હોર્મોન્સમાં બદલાવ આવે છે અને પિરિયડ્સમાં મોડું થઈ શકે છે. જો તમે ડાયટથી વધારે જમી રહ્યા હોય તો એક્સ્ટ્રા કેલોરીજના કારણે શરીરના અંગ અસરકારક થઈ શકે છે, વજન વધવાની સ્થિતિમાં હેલ્થી ડાયટ લો અને ડોકટરનો સંપર્ક કરો. આમ, વજન વધવું એ પણ પિરિયડ્સ મોડા થવાનું એક કારણ હોય શકે છે.

સ્ટ્રેસ અથવા તણાવ : તમે વધારે સ્ટ્રેસમાં રહેતા હોય અથવા કોઈ કારણસર ડિપ્રેશનના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તે પણ પિરિયડ્સ મોડા આવવાનું એક મોટું કારણ હોય શકે છે. તણાવના કારણે શરીરમાં ઘણા રોગો થઈ જતાં હોય છે અને તેની ખરાબ અસર પિરિયડ્સ સાયકલ પર પણ પડે છે. જ્યારે તમે સ્ટ્રેસ લો છો તો તણાવને  બેલેન્સ કરવા માટેના હાર્મોન્સ વધી જાય છે જેના કારણે મહિલાઓમાં રિપ્રોડક્ટિવ હાર્મોન બગાડે છે અને તણાવના કારણે પિરિયડ્સ મિસ થઈ જાય છે. આમ, તણાવ કે સ્ટ્રેસ પણ પિરિયડ્સ મોડા આવવાના કારણો માંથી એક છે.

વેઈટ લોસને કારણે : જો તમારા શરીરનું વજન ઘટી રહ્યું હોય તો પણ પિરિયડ્સ મોડા આવવાની સમસ્યા થઈ શકે છે. શરીરનું વજન ઘટવાને કારણે ઇટિંગ ડિસઓર્ડરના લક્ષણ પણ શરીરમાં જોવા મળે છે. શરીરનું વજન વધારવાથી અને હેલ્થી ડાયટ લેવાથી પિરિયડ્સ ફરીથી નોર્મલ થઈ શકે છે. આમ વજન ઘટવું એ પણ પિરિયડ્સ મોડા પડવાનું કારણ છે.

બ્લડ શુગર વધવું : જો તમે થાઈરૉઈડ, બીપી અથવા ડાયાબિટીસના દર્દી હોય તો પણ બ્લડ શુગર લેવલને અસર થવાને કારણે પિરિયડ્સમાં મોડું થઈ શકે છે. બ્લડ શુગર લેવલ વધવાને કારણે હાર્મોન્સમાં બદલાવ આવે છે અને પિરિયડ્સ અનિયમિત થઈ શકે છે. આમ બ્લડ શુગર લેવલ વધવાથી પણ પિરિયડ્સ મોડા પડી શકે છે.

આમ કોઈ પણ પ્રકારે જોવા મળતો હાર્મોન્સનો બદલાવ એ પિરિયડ્સ મોડા પાડવાનું કારણ છે. હાર્મોન્સમાં આવતા બદલાવને કારણે શરીરમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે અને આ બદલાવને ફરી પાછો નોર્મલ થવામાં સમય લાગે છે જેના કારણે પિરિયડ્સ મોડા પડી શકે છે. માટે વજન વધવો કે ઘટવો, બ્લડ શુગર લેવલ વધવું વગેરેને કારણે જોવા મળતા ફેરફારને કારણે હાર્મોન્સમાં પણ ફેરફાર થાય છે જેની અસર માસિક ચક્ર પર થાય છે અને પિરિયડ્સ ટાઈમિંગમાં ફેરફાર થઈ જાય છે.

જો તમારા પિરિયડ્સ એક કે બે વખત મોડા આવે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ, આ સમસ્યા બે મહિનાથી વધુ રહે અથવા મિસ્ડ પિરિયડ્સ અથવા માસિક ચક્રની વચ્ચે સ્પોર્ટિંગની સમસ્યા જોવા મળે તો તમારે ડોકટરનો સંપર્ક કરવાની જરૂર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment