આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

આ એક વસ્તુના આધારે દરેક માણસનું મૃત્યુ નક્કી થતું હોય છે… જાણો તમારું મૃત્યુ પણ શાના આધારે નક્કી થશે.

મિત્રો જીવન અને મૃત્યુ એ આપણી જિંદગીના એવા સત્યો છે જેનું રહસ્ય આજ સુધી કોઈ ભેદી નથી શક્યું. પરંતુ આપણા પૌરાણિક ગ્રંથોમાં જીવન અને મૃત્યુ સંબંધિત ઘણી કથાઓના આધારે જન્મ, જીવન તેમજ મૃત્યુનો ભેદ સમજાવેલ છે. આજે અમે તે જ પૌરાણિક ગ્રંથની કથાના આધારે મૃત્યુ વિશે એવી વાત જણાવશું કે જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે મૃત્યુ એ અનિશ્ચિત છે. ક્યારે અને કેવી રીતે કંઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેનું કોઈ અનુમાન લગાવી શકતું નથી. પરંતુ આજે અમે જે વાત જણાવશું તેના આધારે એક વસ્તુ તમને ચોક્કસ જાણવા મળશે કે આપણું મૃત્યુ થવા પાછળનું સાચું કારણ શું છે અને શેના આધારે આપણું મૃત્યુ નક્કી થાય છે. જે માહિતી ખુબ જ રોચક અને જાણવા જેવી,  તેમજ જીવનમાં ઉતારવા જેવી છે. તો ચાલો જાણીએ મૃત્યુ અંગેની આ રોચક અને દિલચસ્પ માહિતી.

મિત્રો પ્રાચીન કાળમાં એક ગામમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. જેનો એક માત્ર આધાર હતો તેનો દસ વર્ષનો પૂત્ર. આ વિધવા સ્ત્રી પારકા કામ કરીને પોતાનું ઘર ચલાવી પોતાના પૂત્ર સાથે પોતાનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ એક દિવસ તેનો પૂત્ર રમતો હતો અને ત્યારે કમનસીબે તેના દીકરાને સાપ કરડી ગયો અને તેના કારણે તેનું મૃત્યુ થયું.

પરંતુ ત્યાં એક મદારી પણ હોય છે, જેણે આ સાપને પકડી લીધો અને તે સ્ત્રી પાસે લઇ ગયો અને કહ્યું આ સાપે જ તમારા પૂત્રને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. માટે આ સાપને તમારા હાથે મારી નાખો. ત્યારે પુત્રની વિધવા માતા જણાવે છે કે સાપને મારવાથી મારો પૂત્ર પાછો તો નહિ આવે. તેથી તેને મારીને શું ફાયદો ? એટલા માટે તમે તેને છોડી દો. ત્યારે મદારી તેને સમજાવે છે કે શત્રુને મારી નાખવાથી તારા પૂત્રનો શોક ઓછો થઇ જશે માટે સાપને મારી નાખો.

પરંતુ તે સ્ત્રી સાપને મારવાની ના પાડી દે છે. છતાં પણ મદારી તે સ્ત્રીને ઘણી ઉકસાવે છે કે તે સાપને મારી નાખે. પરંતુ તે સ્ત્રી પોતના મનથી અડગ રહે છે અને સાપને નથી મારતી. આ જોઇને સાપ મદારીને પૂછે છે કે ભાઈ આમાં મારો શું વાંક છે કે મને તું કારણ વગર મરાવા માંગે છે. મેં મારી ઈચ્છા કે ક્રોધથી આ બાળકને ડંખ નથી માર્યો, પરંતુ મને તો મૃત્યુએ આ બાળકને ડંખવા માટે પ્રેરિત કર્યો હતો. તેથી મારે મૃત્યુના આધીન થઈને તે બાળકને કરડવું પડ્યું માટે દોષ મારો નહિ પરંતુ તે મૃત્યુનો છે.

સાપે બાળકને કરડવાનો અને તેના મૃત્યુનો દોષ મૃત્યુ ઉપર નાખ્યો. તેથી મૃત્યુ પણ ત્યાં પ્રગટ થયું અને તેણે સાપને કહ્યું કે તું મારા પર આ બાળકના મૃત્યુનું દોષારોપણ શા માટે કરે છે. મેં પણ કાળથી પ્રેરિત થઈને તને કરડવા માટે પ્રેરિત કર્યો હતો. તેમાં મારો કોઈ દોષ નથી. આ દુનિયામાં બધા કાળને આધીન છે અને હું પણ કાળને આધીન છું. હું મારી ઇચ્છાથી કંઈ ન કરી શકું. ત્યાર બાદ મૃત્યુએ સાપને કહ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી ન તું છો, કે ન હું, પરંતુ તેનો દોષી તો કાળ છે.

જ્યારે મૃત્યુએ પણ બાળકના મૃત્યુનો દોષ કાળ પર લગાવ્યો ત્યારે કાળે પણ પ્રગટ થઈને તે સ્ત્રીને જણાવ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી હું પણ નથી, મૃત્યુ પણ નથી અને સાપ પણ નથી. આ બાળકના મૃત્યુના દોષી બાળકના કર્મ છે. આ બાળકે પોતાના આગલા જન્મમાં જે ખરાબ કર્મો કર્યા હતા તેના કારણે જ તેનું મૃત્યુ થયું છે. કારણ કે મનુષ્ય હંમેશા પોતે કરેલા કર્મો અનુસાર ફળ ભોગવતો હોય છે. તેથી બાળક સ્વયં પોતાના મૃત્યુનો દોષી છે. અમે બધાએ તો માત્ર બાળકના કર્મોને આધીન થઈને પોતપોતાના કર્મો કર્યા છે.

કાળની વાત સાંભળીને પૂત્રના શોકમાં ડૂબેલી વિધવા માતા સમજી ગઈ કે મનુષ્યને હંમેશા તેના કરેલા કર્મોના આધારે જ ફળ મળે છે. આ સત્યને સમજતા જ તે સ્ત્રીના મનમાંથી પૂત્રના મૃત્યુનો શોક સમાપ્ત થઇ ગયો.

મિત્રો જીવનનું સૌથી મોટું સત્ય તો એ છે કે આપણી સાથે જે પણ થાય છે, સુખ આવે કે દુઃખ આવે કે પછી મૃત્યુ,  તે બધું આપણા કર્મોના કારણે થાય છે. તેથી આપણે હંમેશા સારા કર્મો કરતા રહેવું જોઈએ. જેથી આપણને સારું ફળ મળે.

તો મિત્રો કર્મના આ સિદ્ધાંત પર તમારું શું માનવું છે ? શું ખરેખર આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સુખ દુઃખ ભોગવીએ છીએ તે આપણા જ કર્મોનું ફળ હોય છે કે નહિ ? તમારો જવાબ કોમેન્ટમાં અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment