સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી …જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ…

સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી …જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ…

મિત્રો સુરતમાં 24 તારીખને શુક્રવારના રોજ સાંજે ખુબ જ દુઃખદ ઘટના બની હતી અને તેનો માતમ આખા ગુજરાતમાં છવાઈ ગયો હતો. એક બાજુ ચૂંટણીના પરિણામનો માહોલ હતો ત્યાં અચાનક સુરત આ ઘટના બની અને ખુશીનો આખો માહોલ દુઃખદ ઘટનામાં પરિવર્તન પામ્યો. કારણ કે સુરતમાં તક્ષશિલા નામની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં એક કોચિંગ ક્લાસ પણ હતો. જેમાં લગભગ 22 જેટલા વિદ્યાર્થીઓ સળગીને મૃત્યુ પામ્યા હતા. જેના પગલે આખા સુરતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘણા વિદ્યાર્થીઓ આગમાં સળગી ગયા હતા, તો ઘણાને બચાવી લેવામાં આવ્યા, તો ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે આગથી પોતાનો જીવ બચાવવા ચોથા માળેથી કુદી પણ ગયા હતા. જેમાં અમુક વિદ્યાર્થી મૃત્યુ પામ્યા તો અમુક ભાગ્યશાળી હતા તે બચી ગયા. તેમાં એક ઋષિત વેકરીયા નામનો વિદ્યાર્થી પણ બચી ગયો હતો. આજે અમે આ લેખમાં ઋષિત વેકરીયા જણાવ્યા પ્રમાણે કંઈ રીતે આગમાં ફસાયા અને કંઈ રીતે તે બચ્યા, તેની આપવીતી જણાવવા જઈ રહ્યા છીએ. જે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઇ જશે.

ઋષિત વેકરીયા જણાવે છે કે તેઓ શુક્રવારના રોજ તક્ષશિલા કોમપ્લેક્ષમાં ચોથા માળે હતા, જ્યારે ત્યાં આગ લાગી. તેમણે જણાવ્યું હતું કે તેઓ 8 થી 10 વિદ્યાર્થીઓ ઓફિસમાં બેઠા હતા અને બાકીના વિદ્યાર્થીઓ બાજુના ક્લાસમાં હતા. એવામાં થોડી વાર પછી બારીમાંથી ધુમાડો ઉપર આવ્યો, તો વિદ્યાર્થીઓએ સરને જણાવ્યું કે સર ધુમાડો આવ્યો. તો સરે જણાવ્યું કે નીચે ઘણી વખત બાળકો પ્લાસ્ટિક વગેરે સળગાવતા હોય છે તો એ ધુમાડો તેનો જ હશે અને કોઈ તેના પર ધ્યાન આપવામાં ન આવ્યું.

પરંતુ થોડી વારમાં ત્યાં એક ભાઈ દોડીને આવ્યા અને બધાને જણાવ્યું કે અહીં આગ લાગી છે તમે બધા છેલ્લી રૂમમાં જતા રહો. તેથી બધા વિદ્યાર્થીઓ છેલ્લી રૂમમાં જતા રહ્યા. થોડી જ ક્ષણમાં આગ વધવા લાગી અને કાળો ધુમાડો એટલો વધી ગયો કે સામે ઉભેલી વ્યક્તિ પણ ન દેખાય શકે અને શ્વાસ લેવો પણ મુશ્કેલ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે બારી તોડી નાખી. બારીમાંથી જોયું તો ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. તેથી તેમને લાગ્યું કે હવે આપણા બચવાના ચાન્સ છે. પરંતુ હજુ ફાયર બ્રિગેડ વાળા પોતાના સાધનો ગોઠવે ત્યાં તો આગ ઝડપથી વધવા લાગી હતી. એવામાં ફાયરબ્રિગેડની સીડી પણ ટૂંકી પડી અને તેમની પાસે સીડી સિવાય અન્ય કોઈ સાધનો પણ ન હતા.

તેથી ઋષિતને એવું લાગ્યું કે જો અહીં રહેશું તો બળીને મૃત્યુ પામશું તેના કરતા નીચે કુદી જઈએ તો હાથ પગ ભાગશે, પરંતુ જીવ તો બચી જશે. તેથી તેણે નીચે લોકોને બુમ પાડીને જાણાવ્યું કે તમે રાઉન્ડ કરીને ઉભા રહો, હું કુદકો મારું છું. આવું બે વખત તેણે લોકોને બુમો પાડીને જણાવ્યું. ત્યાર બાદ ઋષિત નીચે કુદયો અને ઋષિત કુદયો ત્યારે તેને વાગ્યું અને બેહોશ થઇ ગયો. પરંતુ તેનો જીવ બચી ગયો.

આ બાબતે ઋષિત ભગવાનનો આભાર માને છે કે તે બચી ગયો અને તેને કોઈ ફેકચર પણ નથી આવ્યું. તેને માથામાં ટાકા આવ્યા છે તેમ છતાં તેના મગજમાં કોઈ ગંભીર ઈજા નથી થઇ. પરંતુ ઋષિતને તેના અન્ય 22 વિદ્યાર્થી મિત્રોના મૃત્યુનું ખુબ જ દુઃખ છે. ઋષિતનું  કહેવું છે કે ફાયરબ્રિગેડ પાસે જો નેટ હોત તો ઘણા વિદ્યાર્થીઓ કુદીને પોતાનો જીવ બચાવી શક્યા હોત.

તેમના પિતા અરવિંદ વેકરીયાનું સરકારને કહેવું છે કે તે આવી દુર્ઘટનાઓ પર ખાસ ધ્યાન આપે. જો ફાયર બ્રિગેડના લોકો પાસે સાધનો પૂરતા હોત તો જે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તે બચી ગયા હોત. બીજું એમનું એવું કહેવું છે કે, જે માણસ પોતાના જીવની પરવાહ કર્યા વગર વિદ્યાર્થીને બચાવી રહ્યો હતો તેને પકડવાની શું જરૂર છે.

મિત્રો ખરેખર આપણે માનીએ કે ન માનીએ પરંતું જો ફાયરબ્રિગેડ પાસે પૂરતા સાધનો હોત, તો આ રીતે 22 વિદ્યાર્થીઓ આજે આગમાં કે નીચે કુદીને મૃત્યુ ન પામ્યા હોત. સરકારે આ બાબત પર ખાસ ધ્યાન આપવવાની જરૂર છે. તમને શું લાગે છે આ બાબત પર તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment