જો રખડતા પશુઓ તમારા પર કરે હુમલો તો તમે તેનું વળતર પણ મેળવી શકો છો… જાણો કેમ?

મિત્રો, તમે જોતાં જ હશો કે આજકાલ દરેક શહેર અને રસ્તાઓ પર રસ્તા પર ઘણા પશુઓ રખડતાં હોય છે. પરંતુ આ પશુઓ કોના પર હુલો કરી નાખે તે નક્કી ન હોય. આ પશુઓ જો કોઈ પર રસ્તામાં કે અન્ય રીતે હુમલો કરે તો એ આપણા માટે ખુબ જ જોખમી રહે છે. તે એટલું જોખમી રહે છે કે માણસ શારીરિક રીતે અશક્ત પણ બની શકે છે. પરંતુ હાલમાં જ સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો તમારા પર કોઈ ઢોર હુમલો કરે છે, તો તમને તેનું વળતર મેળવી શકો છો. મિત્રો આ અગત્યની માહિતી જાણવા માટે આ લેખને અવશ્ય વાંચો અને આગળ પણ બીજા લોકો સાથે શેર કરો જેથી અ માહિતી બધાને મળી રહે.  જો તમે રસ્તા પર રખડતી ગાય અથવા તો શેરીઓમાં કોઈ પશુના હુમલાનો ભોગ બનો છો, તો તમે સ્થાનિક વહીવટ અને સરકાર વિરુદ્ધ કેસ કરી તેનું સારું વળતર મેળવી શકો છો. સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉપેન્દ્ર મિશ્રાના કહેવા પ્રમાણે, “જો હુમલો કરનાર પશુનો કોઈ માલિક છે તો પીડિતપક્ષ તેની વિરુદ્ધ ફોજદારી અથવા સિવિલ કેસ દાખલ કરી શકે છે.” આમ જો ગાય, કૂતરો અથવા અન્ય કોઈ પશુના માલિક વિરુદ્ધ સિવિલ કેસ કરવામાં આવે છે તો પછી કોર્ટ પીડિતપક્ષને વળતર આપે છે. તે જ સમયે, ફોજદારી કેસમાં જો આરોપી દોષી સાબિત થાય છે તો તેની સુનાવણી કરવામાં આવે છે અને દંડ પણ  ફટકારવામાં આવે છે.

વધુમાં એડ્વોકેટ ઉપેન્દ્ર મિશ્રાએ એવું પણ કહ્યું છે કે, “જો ગાય કે કુતરો રખડું છે અને તેનો કોઈ માલિક નથી, તો આવા કેસમાં સરકાર અને સ્થાનિક વહીવટ જવાબદાર ગણાય છે. તેથી ગાય, કૂતરો અથવા અન્ય પશુનો શિકાર બનેલ પીડિત વ્યક્તિ વળતર માટે રાજ્ય સરકાર અથવા સ્થાનિક વહીવટ સામે કેસ કરી શકે છે.આ સિવાય એવું પણ જણાવવામાં આવ્યું છે કે નાગરિકોના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવું તે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની કાનૂની ફરજ છે. જો ગાય અથવા અન્ય કોઈ પ્રાણીનો હુમલો કોઈના જીવનમાં સંકટ પેદા કરે છે, તો તે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. તેથી, પીડિતપક્ષ હાઇકોર્ટમાં આર્ટિકલ 226 નીચે અને સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ કેસ કરી શકે છે. આ સિવાય નીચલી અદાલતમાં પણ કેસ કરી શકાય છે.

વધુ જાણવા મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, શકુંતલા વિરુદ્ધ દિલ્હી સરકાર અને અન્યના કેસમાં, દિલ્હી હાઈકોર્ટે એમસીડીમાંથી 10 લાખનું વળતર એક વ્યક્તિના પરિવારને આપ્યું હતું, જેણે રખડતાં પશુના હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં એવું બન્યું હતું કે સીતારામ નામના વ્યક્તિનું કોઈ રખડતા પશુના હુમલાથી મોત નીપજ્યુ હતું, ત્યારબાદ મૃતક શકુંતલાની પત્નીએ કલમ 226 હેઠળ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને 10,00,000 વળતરની માંગ કરી હતી.

આ સિવાય અરજદાર શકુંતલાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, દિલ્હી સરકાર અને એમસીડીની જવાબદારી છે કે તે શેરીઓ અને જાહેર સ્થળો પર ફરતા રખડતા પશુઓને એક જગ્યા પર રાખે. દિલ્હી સરકાર અને એમસીડીએ તેમની કાયદાકીય ફરજો નિભાવતી ન હતી અને બેદરકારી દાખવી હતી. જેના કારણે મારા પતિ સીતારામ એનિમલ એટેકનો ભોગ બન્યા હતા અને તેનું મોત નીપજ્યું હતું.આમ કેસની સુનવણી કર્યા પછી, દિલ્હી હાઈકોર્ટે અરજદારની અરજીને સમર્થન આપ્યું હતું અને કોર્ટે એમ પણ કહ્યું કે દેશની સુપ્રીમ કોર્ટે પણ ઘણા કેસોમાં આવો ચુકાદો આપ્યો છે કે શેરીઓ કે જાહેર સ્થળોએ રખડતા પશુઓને દૂર કરવાની જવાબદારી સરકારની છે અને સ્થાનિક વહીવટને અનુસરે છે. જો સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર તેમની કાયદાકીય ફરજમાં બેદરકારી દાખવે છે, તો તેમની સામે કેસ દાખલ કરી શકાય છે.

આ સિવાય સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉપેન્દ્ર મિશ્રાએ એમ જણાવ્યું હતું કે, મિલ્કમેન કોલોની વિકાસ સમિતિ વિરુદ્ધ રાજસ્થાન સરકારના કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો કે રસ્તા પર ફરતા બધા રખડતા પશુઓને હટાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment