શહીદનો પરિવાર છેલ્લા 27 વર્ષથી ઝૂંપડામાં રહેતો હતો… ગામના લોકોએ તેના પરિવાર સાથે કર્યું આવું.

મિત્રો, જ્યારે આપણી સામે કોઈ સૈનિકની વાત આવે તે સમયે આપણું માથું ગર્વથી ઉચું થઈ જાય છે અને થવું પણ જોઈએ. જે સૈનિકો પોતાના જીવના જોખમે સરહદ પર આપણી રક્ષા કરે છે. પરંતુ મિત્રો આપણે ઘણી એ ન જાણતા હોઈએ કે શહીદ થયેલા આપણા દેશના જવાનોના પરિવાર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરતા હોય છે. આજે અમે તમને એવા એક જ પરિવારની વાત જણાવશું. જે જાણીને તમારું હૃદય પણ દેશપ્રેમથી ભરાઈ જશે.

જાણવા મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશના પીર પીપલિયાના હવલદાર મોહનસિંહ સુનર બીએસએફનો એક ભાગ હતા. તે ત્રિપુરામાં આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા હતા. પરંતુ શહીદના મૃત્યુના લગભગ 27 વર્ષ બાદ પણ તેમનો પરિવાર એક ઝૂંપડીમાં જ ર્હેરો હતો. જ્યારે એવું જાણવા મળ્યું કે તે સમયે સરકારે શહીદના પરિવારની કોઈપણ પ્રકારની કાળજી લીધી ન હતી. પરંતુ ગામના કેટલાક યુવાનોએ આ પરિવાર માટે એવું કર્યું જે ખરેખર વખાણવા યોગ્ય છે.વધુમાં જણાવીએ તો આ ગામના કેટલાક યુવાનોએ મળીને 11 લાખ રૂપિયા ભેગા કર્યા અને શહીદની વિધવા રાજુબાઇને સ્વતંત્રતા દિવસના વિશેષ પ્રસંગે ખુબ જ વૈભવી ઘર ભેટમાં આપ્યું. આ કાર્ય ખુબ જ સારું કરવામ આવ્યું હતું.

જ્યારે શહિદ પરિવારના સભ્યોએ ઘરમાં પ્રવેશ કર્યો તે ક્ષણ ખુબ જ અદ્દભુત હતી. યુવાનો આ ઘર શહીદ પરિવારને આપે તે પહેલા એક યુવકે શહીદની પત્ની પાસે રાખડી બંધાવી હતી. ત્યાર બાદ તમામ યુવાનોએ  પોતાની હથેળીઓ જમીન પર મૂકી અને તેના પર આ પરિવારે ચાલીને નવા મકાનમાં પ્રવેશ કર્યો. મોહનસિંહનો પરિવાર શહીદના વેતનથી ચાલતો હતો. જે વેતન માત્ર 7000 રૂપિયા જ આવતું હતું. જેમાં ઘર ચલાવવું ખુબ મુશ્કેલ હોય છે. જ્યારે અમે જણાવી દઈએ કે શહીદના પરિવાર માટે અગાઉ ક્યારેય આવું કોઈ સન્માન જોવા મળ્યું નથી. આ સિવાય એવું જાણવા મળ્યું છે કે શહીદના આ પરિવારને કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ મળ્યો નથી. શહીદના પરિવારની નાજુક હાલત જોઇને જ ગામના કેટલાક યુવકોએ એક પછી એક એમ ધીમે ધીમે આ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન સાથે સંકળાયેલા વિશાલ રાઠીએ માહિતી શેર કરતાં કહ્યું કે, 11 લાખ રૂપિયા એકત્રિત થયા છે, જેમાંથી 10 લાખ રૂપિયાનું મકાન બનાવવામાં આવ્યું છે.

જ્યારે 1 લાખ રૂપિયાની બચત પણ થઈ હતી, જેનાથી શહીદ મોહનસિંહની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. જે પીર પીપળ્યા મેઇન રોડ પર સ્થાપિત કરવામાં આવશે. મોહનસિંહ 31 ડિસેમ્બર 1992 ના રોજ શહીદ થયા હતા. હવે આ બધા યુવાનો ઈચ્છે છે કે શહીદ મોહનસિંહે જે સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે તેનું નામ પણ તેમના નામે રાખવું જોઈએ. તો ગામના લોકોએ શહીદના પરિવારને માટે ખુબ જ નેકી નું કામ કર્યું છે. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment