બધા જ લોકો તેના ડાયટ પ્લાનમાં દુધને જરૂરથી શામિલ કરે છે, કારણ કે દુધની અંદર કેટલાક એવા તત્વો હોય છે જે શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. અને જો દુધની અંદર એલચીને મેળવવામાં આવે તો, તે કોઈ અમૃતથી ઓછું નથી. જો એલચી વાળા દુધનું દરરોજ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.
પરંતુ, એલચી વાળા દુધને જો અધિક માત્રામાં પીવામાં આવે તો નુકશાન પણ થઈ શકે છે, જેના વિશે જાણવું ખુબ જ જરૂરી છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને જણાવશું કે એલચી વાળા દુધનું સેવન કરવાથી ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે અને સાથે જ તેનાથી ક્યાં ક્યાં નુકશાન થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.એલચી વાળા દુધનો આ રીતે ઉપયોગ કરી શકો છો : દુધને ઉકાળીને તેની અંદર એક ચમચી એલચી પાવડરને નાખી અને પછી તેનું સેવન કરી શકાય છે, એલચી વાળા દુધની અંદર તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકો છો, તમે ચા ના રૂપમાં પણ એલચી અને દુધનો ઉપયોગ કરી શકો છો, જો તમે એલચી વાળું દુધ પિય શકતા નથી, જો તો તમે કોઈ પણ મીઠાઈમાં દુધ અને એલચીનો ઉપયોગ કરી તેનું સેવન કરી શકો છો.
એલચી વાળા દુધના ફાયદા : તમને જણાવી દઈએ કે, એલચી વાળા દુધમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી, ફાઈબર, નિયાસીસ વગેરે હોય છે. શું તમે જાણો છો એલચી વાળા દુધથી કેટલાક ફાયદાઓ પણ થાય છે ?ઇમ્યુનિટી સિસ્ટમ માટે દુધ અને એલચી : આ કોરોના કાળ દરમિયાન પ્રતિરક્ષા વધારવી એ ખુબ જ જરૂરી છે. તેવામાં એલચી વાળું દુધ તમને ફાયદાકારક થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, એલચી વાળા દુધમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે આપણી ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. સાથે જ ઇમ્યુનો મોડ્યુલેટરી અને એન્ટિ ટ્યુમર પ્રવૃતિઓને અસર કરે છે. તેથી જ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે એલચી વાળું દુધએ ખુબ જ ઉપયોગી થઈ શકે છે.
ત્વચા માટે દુધ અને એલચી : એલચી વાળા દુધનું સેવન કરવાથી ત્વચામાં નિખાર તો આવે છે, પરંતુ સાથે જ ત્વચામાં જો એલર્જી હોય તો પણ તે દૂર થાય છે. આ ત્વચાને પૂરી રીતે હાઈડ્રેક કરે છે અને જે વ્યક્તિને બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સની સમસ્યા છે તે વ્યક્તિ જો એલચી વાળું દુધ પીવે તો તે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકે છે.એનિમિયાની સમસ્યા : એનિમિયા એટલે શરીરમાં લોહીની ખામી થઈ જવી. આ ખામીને દૂર કરવા માટે એલચી વાળું દુધ તમને ખુબ જ ઉપયોગી થઈ શકે છે. એલચી વાળા દુધનું સેવન કરવામાં આવે તો, તે શરીરમાં લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરે છે. જો કે આ માટે કોઈ પણ સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી. તેવામાં અમે એટલું જ કહી શકીએ છીએ કે, એલચી વાળું દુધ એનિમિયાથી બચવા માટે ઉપયોગી થઈ શકે છે.
શરીરને ડિટોક્સ કરે : જો તમે નિયમિત રીતે એલચી વાળા દુધનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાંથી જે પણ ઝેરી પદાર્થો છે તેનો નિકાલ કરે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, એલચીની અંદર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હાજર હોય છે. સાથે જ એલચીમાં મેગનીઝ પણ હોય છે જે ફ્રી રેડિકલનો નાશ કરે છે અને શરીરને ડિટોક્સ રાખે છે.અસ્થમાના રોગ માટે એલચી દુધ : જે પણ લોકોને અસ્થમા, શ્વાસ લેવામાં સમસ્યા, હૃદયમાં અકળામણ, ઉધરસ જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે તે લોકોને અમે જણાવી દઈએ કે એલચી વાળું દુધ તે લોકોની માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે. એલચી વાળા દુધનું સેવન કરવામાં આવે તો અસ્થમાથી મુક્તિ મળે છે. એલચીની તાસીર ગરમ હોય છે, કારણે તે કફને બહાર કાઢવામાં મદદ કરે છે.
એલચી વાળુ દુધ અને વજન : શરીરમાં વધારે માત્રામાં ચરબી એ જાડાપણાનું કારણ થઈ શકે છે. એટલે જ શરીર બીમારીથી ગ્રસ્ત થઈ જાય છે અને એટલા માટે જરૂરી થઈ જાય કે ચરબીનો નિકાલ કરવો. આ સમસ્યા દૂર કરવા માટે એલચી વાળા દુધનું સેવન કરવામાં આવે તો ખુબ જ અસરકારક સાબિત થાય છે. કેમ કે એલચીમાં ચરબીને બર્ન કરવાના ગુણ હોય છે. તેવામાં આ બંને એક સાથે મળીને એન્ટિ ઓબેસિટીના ગુણને ઉત્પન્ન કરે છે, જે વજન ઘટાડવામાં ઉપયોગી થાય છે.એલચી વાળા દુધથી થતાં નુકશાન : કોઈ પણ વસ્તુની અધિકતા એ શરીર માટે નુકશાનકારી સાબિત થઈ શકે છે. આવું જ એલચી વાળા દુધનું સેવન કરવાથી પણ થાય છે. જો દુધમાં એલચીનું પ્રમાણ અધિક માત્રામાં કરવામાં આવે તો સ્વાસ્થ્યને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
1 ) એલચી વાળા દુધનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો જીભમાં સોજો અને ત્વચામાં બળતરા થઈ શકે છે.
2 ) જો દુધમાં એલચીની માત્રા વધી જાય તો વ્યક્તિને કબજિયાત અને દસ્તની સમસ્યા થઈ શકે છે.
3 ) દુધમાં વધારે પ્રમાણમાં એલચી નાખવાથી ત્વચા પર ખીલ પણ થઈ શકે છે.
4 ) ઘણીવાર દુધમાં એલચીનું પ્રમાણ વધી જવાથી વ્યક્તિને એલર્જી પણ થઈ શકે છે.
5 ) જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો, તે પાચન સિસ્ટમના કાર્યોને પણ અસર કરે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી