મિત્રો આપણે જાણીએ છીએ કે બંગડી હાથની શોભા વધારે છે. તેમજ બંગડીઓમાં હવે તો ઘણી ડિઝાઇન જોવા મળે છે. તેમજ આપણા ભારતીય સ્ત્રીના શણગારમાં બંગડીનું વિશેષ મહત્વ રહેલું છે. તેમજ બંગડી ભારતીય સ્ત્રીનું એક ખુબ જ મહત્વનું આભુષણ છે. પણ આ બંગડી જ્યારે જૂની થઈ જાય છે ત્યારે મોટાભાગના લોકો તેને નકામી સમજીને ફેંકી દેતા હોય છે. પણ આ રીતે તમે તેનો ફરી ઉપયોગ કરી શકો છો.
બંગડી પહેરવી દરેક છોકરીને ગમે છે. ખાસ કરીને જ્યારે છોકરીઓ પારંપરિક વસ્ત્રો જેમ કે સાડી અથવા ડ્રેસ વગેરે પહેરે છે તો તમારા દેખાવને વધારવા માટે બંગડી જરૂર પહેરવી જોઈએ. પરંતુ પરણિત સ્ત્રી માટે બંગડી શણગારનો મહત્વનો ભાગ છે. દરેક ઘરમાં સ્ત્રી પાસે અલગ-અલગ કલરની સ્ટાઈલીશ બંગડીનું એક કલેક્શન હોય છે.જો કે કેટલીક વખત એવું થાય છે કે જ્યારે એ બંગડી પહેરે છે ત્યારે એને પહેરતી વખતે અથવા પહેર્યા પછી કામ કરતી સમયે કેટલીક બંગડી ટૂટી જાય છે, જેનાથી તેનો બંગડીનો સેટ ખરાબ થઈ જાય છે. અથવા વારંવાર પહેરવાથી તેની ચમક જતી રહે છે. ત્યાર પછી એને પહેરવાની ઈચ્છા નથી થતી. એવી બંગડીઓ અમુક સ્ત્રીઓ પાસે એમને એમ જ પડી રહે છે અને કોઈ કામ નથી આવતી. તો ચાલો આજે આ લેખમાં અમે તમને એ બંગડીનો ફ્રી ઉપયોગ કરવાના થોડા ઉતમ આઇડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જરૂર તમને ખુબ ગમશે.
પોતાના ઘરની સજાવટ કરો : જૂની બંગડીનો બીજી વખત ઉપયોગ કરવાની આ ખુબ સરળ અને આકર્ષક રીત છે. લગભગ લોકોને ખબર ન હોય, પરંતુ જૂની બંગડી તમારા ઘરને સજાવવામાં તમારી મદદ કરી શકે છે. તમે જૂની બંગડીની મદદથી કેટલીક સુંદર વોલ હેંગીગ બનાવી શકો છો અથવા એમને ક્રિએટિવ રીતે ફોટો ફ્રેમ કરીને દીવાલ પર યુનિક લૂક આપી શકો છો. આ રીતે ઘરના અલગ-અલગ ખૂણાને સજાવવામાં તમે જૂની બંગડીનો ફરી ઉપયોગ કરી શકો છો.
લેમ્પને મળશે નવો દેખાવ : જો કે રાત્રે ઓછી લાઈટ માટે નાઈટ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે આ લેમ્પની મદદથી રૂમને એક વાઇબ્રેટ લુક આપવા માંગતા હો તો એવામાં જૂની બંગડીની મદદથી તેને સજાવી શકો છો. તેના માટે તમે અલગ-અલગ કલરની બંગડીના ટુકડા તેમજ તેના ઉપર કરવામાં આવતા લેસ વર્ક વગેરેને લેમ્પ પર લગાવી દો, આ રીતે જ્યારે તમે લાઈટ ઓન કરશો તો લેમ્પ ખૂબ સુંદર દેખાશે.
બનાવો બ્રેસલેટ : જો કે બંગડીને પારંપરિક વસ્ત્રો સાથે પહેરવામાં આવે છે. પરંતુ તમે તેનાથી વેસ્ટર્ન વેરની સાથે પણ પહેરી શકો છો તો એવામાં તમે બેંગલ્સને બ્રેસલેટમાં બદલી શકો છો. એના માટે તમે બંગડીની ઉપર કલરફૂલ થ્રેડથી કવર કરો અને એને એક ચીક લુક આપવા માટે એમાં ટેસલ્સનો ઉપયોગ કરો. આ બ્રેસલેટને તમે રેગ્યુલરમાં ટોપ અથવા ટી-શર્ટ વગેરે સાથે પણ પહેરી શકો છો.
ઘરને સરસ રીતે ગોઠવો : તમને લગભગ ખબરના હોય પરંતુ જૂની બંગડી તમારા ઘરને સરસ રીતે ગોઠવી શકે છે. કેમ કે ઉનાળામાં ગરમીને કારણે તમારા કપડા સંપૂર્ણ રીતે અવ્યવસ્થિત થઈ જાય છે. તો એવામાં તમે જૂની બંગડીને હેંગરની ઉપર ચોટાડો. આવી રીતે તમે એક જ હેંગરમાં કેટલીક સ્કાર્ફને ખુબ સરળ રીતે હેંગર કરી શકો છો. તેના સિવાય તમે જૂની બંગડીને અન્ય રીતે પણ ઉપયોગ કરી શકો છો.
કેન્ડલ હોલ્ડર : જૂની બંગડીને કેન્ડલ હોલ્ડરના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે વધારે કશું કરવાની જરૂર નથી. બસ તમે એક સાઈડની જૂની બંગડીને એકની ઉપર એક મૂકીને ચોટાડતા જાવ અને તમારા ઘરમાં બનેલો સુંદર કેન્ડલ હોલ્ડર તૈયાર છે. આ દેખાવ ખુબ જ સુંદર દેખાય છે.
તો હવે તમે તમારી જૂની બંગડીઓનો ઉપયોગ ઉપર આપેલી માહિતી પ્રમાણે ફરી ઉપયોગ કરી શકો છો અને પોતાના ઘરને સુંદર રીતે સજાવી શકો છો. આમ, બંગડીનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી