ઉનાળામાં આ રીતે રાખો તમારી કારની સંભાળ, નહિ તો આવશે આવા મોટા ખર્ચા…

મિત્રો હવે તો ખુબ જ તડકાઓ પડવા લાગ્યા છે અને તાપમાનમાં હવે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો ગરમી થી તેમજ તાપ થી પોતાના શરીરને બચાવવા માટે અનેક ઉપાયો કરે છે. તેમજ બને ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરો છો. પણ જે રીતે તમે પોતાના શરીરનું સંભાળ રાખો છો તે રીતે તમારે તમારા જીવન માટે જરૂરી એવી વસ્તુઓની સંભાળ રાખવી એ પણ જરૂરી છે. આથી તમારા દૈનિક જીવનમાં ઉપયોગી એવી કારની સંભાળ રાખવી એ પણ જરૂરી છે. ચાલો તો તમે પોતાની કારની કંઈ રીતે સંભાળ કરશો તે વિશે વધુ જાણી લઈએ.

ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ ઋતુની અસર તમારી કાર પર પણ પડે છે. ગરમીમાં કારની સંભાળ રાખવી તે ખુબ જ જરૂરી હોય છે. એવું ન કરવાથી તમે પોતાની કારને નુકશાન પહોંચાડો છો અને પોતે પણ મુશ્કેલીમાં પડો છો. માટે ઉનાળામાં ગાડી લઈને બહાર જતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું નહિ તો તડકામાં હેરાન પણ કરી શકે છે કાર. ચાલો તો તમને ગરમીમાં કારની સંભાળ કંઈ રીતે રાખશો તે વિશે જાણી લઈએ.કુલેટ : ગરમીમાં કુલેટ ફ્લુઇડનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વધુ પડતા તાપમાં કારનું એન્જિન ઠંડુ રાખવું ખુબ જરૂરી છે જો એન્જિન વધુ ગરમ થઈ જાય તો તમારી ગાડી બંધ થઈ શકે છે. ગરમીમાં હંમેશા પોતાની કારને કુલેટ લેવલ ચેક કરતા રહેવું જોઈએ અને રીફીલ કરતા રહો. કુલેટ ટેંકમાં હંમેશા એફ ના mark સુધી કુલેટ ફ્લુઇડ બનાવી રાખવું.

ટાયર : ગરમીમાં ટાયરમાં હવાનું પ્રેશર વધી જાય છે. જેનાથી તમારી કારનું ટાયર ફાટી શકે છે. એવામાં જરૂરી છે કે આ ઋતુમાં દરરોજ કારના ટાયરમાં એર પ્રેશર ચેક કરાવો. સાથે જ કારની મેન્યુઅલમાં બતાવેલ પ્રેશર અનુસાર જ ટાયરમાં એર પ્રેશર રાખો.એન્જિનના બેલ્ટ્સ : કારના એન્જિનમાં ઘણા બેલ્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેલ્ટ્સ રબરના બનેલા હોય છે અને ગરમીમાં ઢીલી થઈ જાય છે. જૂની બેલ્ટ ગરમીમાં તૂટી પણ શકે છે. સમય સમય પર પોતાની ગાડીની બેલ્ટ્સને ચેક કરતા રહો અને જરૂર પડે તો તેને બદલી નાખો.

એન્જિન ઓઈલ : એન્જિન ઓઈલ એન્જિનમાં લુબ્રીકેશનનું કામ કરે છે. ગરમીમાં ઓઈલ પોતાની ચિકાસ જલ્દી મૂકી દે છે. જેનાથી તમારી કારના એન્જિનને નુકસાન થઈ શકે છે. આ માટે સમય સમય પર પોતાની કારમાં એન્જિન ઓઈલનું લેવલ અને તેની ચિકાસ ચેક કરતી રહેવી જોઈએ. હંમેશા તે જ સ્ટેન્ડર્ડનું ઓઈલ ઉપયોગ કરો. જેની કંપની પોતાની કાર માટે સલાહ આપે છે.એસી : ગરમીમાં એસી સૌથી વધુ વપરાય છે. જો તે બરાબર કામ ન કરે તો તમને પરેશાની થઈ શકે છે. જો તમારી કાર જૂની છે તો હવે એસી જરૂરી ચેક કરો. કારણ કે હવે ગરમી આવી ગઈ છે. જો તમારો કાર વધુ જૂની નથી તો પણ તેનું એસીની સર્વિસ જરૂર ચેક કરો.

વાઈપર અને વિન્ડશિલ્ડ : કારના રબરના વાઈપર ગરમીમાં પીગળી જાય છે. જેનાથી કારની વિન્ડશિલ્ડને નુકશાન પહોંચી શકે છે. એવામાં જરૂરી છે કે સમય સમય પર વાઈપરને ચેક કરતા રહો અને જો તે જુના થઈ ગયા છે તો તેને તરત બદલી નાખો.કારના પેઈન્ટનું આ રીતે ધ્યાન રાખો : ગરમીમાં તડકામાં કાર રાખવાથી તેનો રંગ આછો થઈ શકે છે. આ સિવાય ધૂળ માટી અને પ્રદુષણથી પણ તમારી કારના પેઈન્ટને નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કારને સમય સમય પર પ્રેશર ક્લીન કરાવતા રહો. કારના સર્ફેસ પર કાર રબીંગ વેક્સ અથવા પોલીશ તમારા કારના રંગને બચાવવામાં મદદ કરે છે. સાથે જ કોશિશ કરો કે કારને ખુલ્લા મેદાનમાં પાર્ક કરવાની જગ્યાએ છાયામાં પાર્ક કરો અથવા કવરથી ઢાંકી દો. આમ કરવાથી કારના પ્લાસ્ટિકના ભાગને પણ નુકસાન નહિ થાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment