ફક્ત 5 દિવસ આનું સેવન શરીરમાં ક્યારેય નહીં થવા દે લોહીના ગઠ્ઠા, નબળા હૃદય ને પણ બનાવી દેશે મજબૂત.. જાણો ખાવાની રીત

આમ તો આયુર્વેદ અનુસાર લસણ આપણા શરીર માટે વરદાન સમાન છે. કારણ કે તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ જ્યારે લસણ અંકુરિત થઈ જાય છે તો તમે તેને બેકાર સમજીને ફેંકી દો છો. પરંતુ તમે એ નહિ જાણતા હો કે, અંકુરિત લસણમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. જો તમે લાંબા સમય સુધી અંકુરિત લસણનો પ્રયોગ કરો છો તમે અનેક બીમારીઓથી દુર રહેશો, જ સાથે જ તેના સેવનથી તમારું હૃદય જો નબળું છે તે પણ મજબૂત બનાવી દે છે.

વિભિન્ન અધ્યયનોથી પણ આ સાબિત થઈ ચુક્યું છે કે, જ્યારે લસણ અંકુરિત થઈ જાય છે તો તેમાં ઘણા નવા યોગિક બને છે. અને જે આપણને ઘણા નાના-નાના રોમાણુઓથી બચાવે છે. ઘણી વાર તો લસણ જાતે જ અંકુરિત થઈ જાય છે તો ઘણી વાર આપણે તેને અંકુરિત થવા માટે રાખવા પડે છે તો આવો જાણીએ તેના વિશે.અંકુરિત લસણમાં અંકુરિત વિનાના લસણથી વધારે એન્ટીઓક્સીડેન્ટની માત્રા મળી આવે છે. જે આપણા શરીરને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી થવા દેતા. અંકુરિત લસણમાં ફાઈટોકેમિકલ્સ નામનું તત્વ મળી આવે છે જે લોહીમાં કોઈ પ્રકારના ગઠ્ઠા નથી જામવા દેતું. તેના સિવાય તેમાં નાઈટ્રાઈટ પણ હોય છે જે મગજ અને હૃદયમાં લોહીના ગઠ્ઠા નથી જામવા દેતું.

લસણમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટની માત્ર વધુ મળી આવે છે. આ બંને તત્વો આપણા શરીરની સફાઈ કરે છે. જેનાથી આપણા શરીરમાં કેન્સર કોશિકાઓ ઉત્પન્ન થઈ શકતી નથી. તમે બધા જાણો છો કે એન્ટીઓક્સીડેન્ટ શરીરના ફ્રી રેડિકલ્સ ખતમ કરીને એન્ટી એજિંગને રોકે છે. જેનાથી આપણે જલ્દી વૃદ્ધ નથી થતા અને ચહેરા પર કરચલીઓ જલ્દી આવતી નથી.તથ્ય – 1  : લસણ અંકુરિત થવાનો અર્થ છે કે, તેની ઉંમર વધી રહી છે, તે ખરાબ નથી થઈ રહ્યું છે. તમે અંકુરિત લસણનો પ્રયોગ ભોજન બનાવવામાં કરી શકો છો, પરંતુ જો લસણ પર કાળા ડાઘ ધબ્બા પડી ગયા છે તો તેને ફેકવું જ સારું રહેશે. ડાઘ વાળું લસણ ખરાબ હોય શકે છે.

તથ્ય – 2 : લસણના અંકુરિત ભાગ એટલે કે લીલા થઈ રહેલા ભાગને કાપીને અલગ કરી દો અને બાકી વધેલા ભાગનો ભોજનમાં પ્રયોગ કરો. આ લસણ ભોજનનો સ્વાદ અને ફ્લેવર બંને વધારે છે.

તથ્ય – 3 : સેહત વિશેષજ્ઞનું માનીએ તો હૃદયના સ્વાસ્થ્ય માટે અંકુરિત લસણ, સામાન્ય લસણની તુલનામાં વધુ ફાયદાકારક હોય છે. ચોખા, ધાણા અને નટ્સની જેમ જ આ લસણના ગુણ પણ સમયની સાથે વધતા રહે છે.તથ્ય – 4 : અંકુરિત લસણમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે અમુક પ્રકારના કેન્સરને ફેલાવવાથી રોકવામાં મદદ કરે છે. તેના સિવાય અંકુરિત લસણમાં અત્યાધિક એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે બીમારીઓથી શરીરની રક્ષા કરે છે.

તથ્ય – 5 : અંકુરિત લસણમાં અમુક એવા તત્વો પણ ઉપલબ્ધ હોય છે જે કેન્સરને જન્મ આપતા તત્વો એટલે કે કાર્સિનોજેનિકને વધવાથી રોકે છે. આ પ્લેગ અને હૃદય સંબંધિત રોગોથી પણ બચાવે છે.તથ્ય – 6 : અંકુરિત લસણનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. જો તમને તાવ રહે છે તો તમારે પોતાના ભોજનમાં અંકુરિત લસણને શામેલ કરવું જોઈએ. માત્ર 5 દિવસ સુધી અંકુરિત લસણનું સેવન કરવાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે.

તથ્ય – 7 : અંકુરિત લસણ ઉંમર વધવાની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે એટલે કે એંટીએઝીંગ ખાદ્ય છે. આ શરીરમાં ઘણા અંગોમાં ઉંમર વધવાની પ્રક્રિયાને રોકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “ફક્ત 5 દિવસ આનું સેવન શરીરમાં ક્યારેય નહીં થવા દે લોહીના ગઠ્ઠા, નબળા હૃદય ને પણ બનાવી દેશે મજબૂત.. જાણો ખાવાની રીત”

Leave a Comment