આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખાય લ્યો આ પાંદ, ક્યારેય નહિ થાય કેન્સર જેવી જીવલેણ બીમારીઓ… લોહી અને ત્વચા રહેશે આજીવન સાફ…

મિત્રો દરેક લોકો સવારે ખાલી પેટ એવી વસ્તુનું સેવન કરતા હોય છે જેનાથી તેના દિવસની શરુઆત સારી થાય. તેમજ તમે સવારે જેનું ખાલી પેટે સેવન કરો છો તેની અસર તમારા શરીર પર જરૂર દેખાય છે. તેમજ ખાલી પેટે જો કોઈ પ્રવાહીનું સેવન કરવામાં આવે છે. તો તમે પોતાના શરીરને ડીટોક્સ રાખી શકો છો. આજે આપણે ખાલી પેટે લીમડાના પાન ચાવવાના ફાયદાઓ વિશે જાણીશું.

લીમડો એક એવું ઝાડ છે જેની છાલ, પાંદડા, ડાળી, લાકડા વગેરે લગભગ બધા જ ભાગ આયુર્વેદિક દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાંદડામાં ઔષધિય ગુણ રહેલા હોય છે. આયુર્વેદના મત મુજબ લીમડાનો સ્વાદ તીખો અને કડવો હોય છે. પરંતુ તેમાં એવા ઘણા ગુણો રહેલા હોય છે જે શરીર અને સ્વાસ્થ્યને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે. જો તમે દરરોજ સવારે ઊઠીને ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ચાવો છો તો તમને ઘણા બધા સ્વાસ્થ્યના લાભ થઈ શકે છે. આવો તમને જણાવીએ લીમડાના પાન ખાવાથી થતાં જબરદસ્ત ફાયદાઓ.

1 ) ઇમ્યુનિટી : જે લોકોની ઈમ્યુન સીસ્ટમ નબળી છે તેમના માટે લીમડાના પાન ખુબ જ ઉપયોગી છે. હાલની કોરોનાની સ્થિતિને કારણે લોકો પોતાની ઈમ્યુનિટીને લઈને ઘણા પરેશાન છે. ઇમ્યુનિટી વધારવા માટે તમારે ખુબ જ મોંઘી દવાઓ કે સપ્લીમેંટ્સ લેવાની કોઈ જરૂર નથી. તમે દરરોજ સવારે ઊઠીને લીમડાના તાજા પાન ચાવી લો, તો તમારી ઇમ્યુન સિસ્ટમ એકદમ મજબૂત થઈ જશે અને સારો રિસ્પોન્સ કરશે.

2 ) લોહી સાફ : જે લોકોનું લોહી ખરાબ છે અથવા તો જેને લોહીને લગતી કોઈ પરેશાની છે તો તેના માટે લીમડાના પાન ખુબ ગુણકારી છે. આયુર્વેદના મત મુજબ લીમડામાં રક્ત શોધક ગુણ હોય છે. જેના કારણે સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી તમારા લોહીની સારી રીતે સફાઈ થઈ શકે છે. લીમડાના પાન દરરોજ ચાવવાથી તમારું શરીર થોડા જ અઠવાડિયામાં ટોકસીન ફ્રી થઈ જાય છે.

3 ) ત્વચા પર નિખાર અને ચમક : જો તમે પોતાના સ્કીનમાં નિખાર અને ચમક લાવવા માંગતા હો તો તમે લીમડાના પાન ખાઈ શકો છો. દરરોજ સવારે લીમડાના પાન ચાવવાથી તમારી ત્વચાની ક્વોલિટી સારી થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. વાસ્તવમાં લોહીમાં રહેલી અશુદ્ધિ જ તમારા ચહેરાને નીરસ અને ખરાબ કરે છે, જ્યારે તમારા શરીરમાથી ટોકસીન ઘટવા લાગે છે તો આપમેળે જ ત્વચાની ચમક વધવા લાગે છે. આ રીતે લીમડાના પાન નેચરલ બ્યુટીક ટોનિકની રીતે પણ ઉપયોગી છે. ત્વચા પર ડાઘ કે ખીલની સમસ્યા હોય તો લીમડાના પાન વાટીને લગાવવાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે.

4 ) કેન્સર : કેન્સલ જેવી જીવલેણ બીમારીથી બચવા માટે લીમડાના પાન ખુબ જ અસરકારક માનવામાં આવે છે. કેન્સર આ સમયે દુનિયાની મોટી બીમારીઓ માથી એક છે, જેના કારણે દર વર્ષે કરોડો લોકો મૃત્યુ પામે છે. કેન્સરનું જોખમ દરેકને રહેલું છે. લીમડાના પાનમાં વિશેષ એંટીઓક્સિડેંટ રહેલા છે જે, શરીરમાં કેન્સર સેલ્સને વધવાથી રોકે છે. માટે દરરોજ સવારે 4 થી 5 પાન ચાવવાથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી શકો છો.

5 ) ડાયાબિટીસ : ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે લીમડાના પાન એક અસરકારક ઔષધી માનવામાં આવે છે. સવાર સવારમાં ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમે સ્વસ્થ રહો છો. માટે જ જો તમે પહેલેથી ડાયાબિટીસના શિકાર હોય તો તમારું શુગર કંટ્રોલમાં રાખવામા લીમડાના પાન મદદ કરે છે અને જો તમને ડાયાબિટીસ ન હોય તો ભવિષ્યમાં થવાની સંભાવના પણ ઘટી જાય છે. ડાયાબિટીસના રોગીઓ લીમડાના પાનનું જ્યુસ પીવે તો તે તેમના માટે ખુબ જ ફાયદાકારક બની રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment