આજકાલ આપણે જોઈએ છીએ કે બેંકો દ્વારા ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. તો તેવી જ રીતે પ્રાઈવેટ ક્ષેત્રની એક્સિસ બેંક (Axis Bank) ના ગ્રાહકો માટે તમને એક જરૂરી ખબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક્સિસ બેંકે 1 મેંથી બચત ખાતાધારકો માટે વિભિન્ન સેવાઓ પર ફીસમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ફ્રી ટ્રાન્ઝેક્શન લિમીટ પૂરી થઈ ગયા બાદ ATM માંથી કેશ કાઢવાના મામલામાં ચાર્જ વધારવા સહિત શામિલ છે.
આ સિવાય બેંકને વિભિન્ન પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ માટે ખાતામાં મિનિમમ બેલેન્સ રીક્વાયરમેન્ટ લિમીટ વધારવાનો ફેસલો કર્યો છે. જો કે મિનિમમ બેલેન્સ બરકરાર ન રાખી શકવાના કારણે લઘુતમ ફીસને ઘટાડી દીધી છે. આ સિવાય બેંક દ્વારા અમુક બીજા બદલાવ લાગુ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુ માહિતી.કેશ વિડ્રોઅલ ચાર્જમાં શું બદલાવ થયા : અત્યારે એક્સિસ બેંક કેશ વિડ્રોઅલના મામલામાં ફ્રી ટ્રાન્ઝેક્શન લિમીટ ખતમ થયા બાદ કરવામાં આવતા કેશ વિડ્રોઅલના મામલામાં પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયાનું શુલ્ક વસુલ કરે છે. હવે ફ્રી લિમીટ ખતમ થઈ ગયા બાદ કરવામાં આવેલ વિડ્રોઅલના મામલામાં બેંક પ્રતિ 1000 રૂપિયા પર 10 રૂપિયાનો ચાર્જ વસુલ કરશે. આ ફીસ 1 મેં 2021 થી લાગુ થવાનો છે.
SMS એલર્ટ માટે ફીસ : 1 જુલાઈ 2021 થી એક્સિસ બેંક SMS એલર્ટ માટે ફીસ વધારવા જઈ રહી છે. બેંકની વેબસાઈટ અનુસાર, આ સમયે અમુક જ વેલ્યુ એડેડ સર્વિસીસ એલર્ટ માટે સબસ્ક્રિપ્શન બેસિઝ પર વેલ્યુ એડેડ SMS ફીસ 5 રૂપિયા એક મહિનાની છે. પરંતુ 1 જુલાઈ 2021 થી ગ્રાહકોને SMS એલર્ટ માટે પ્રતિ SMS 25 પૈસા ચુકવવાના રહેશે. SMS એલર્ટ ફીસ મેક્સિમમ 25 રૂપિયા પ્રતિમાહ રહેશે. જો કે બેંક તરફથી મોકલવામાં આવેલ પ્રમોશનલ મેસેજ અને OTP એલર્ટ આ ચાર્જમાં શામિલ નહિ હોય.
વધારવામાં આવેલ SMS એલર્ટ ફીસના દાયરામાંથી બહાર હશે આ એકાઉન્ટ : જેમાં બરગંડી, બરગંડી પ્રાઈવેટ, પ્રાયોરીટી, NRI, ટ્રસ્ટ અને ગવર્મેન્ટ એકાઉન્ટ, ડિફેન્સ સેલેરી એકાઉન્ટ્સ, સ્મોલ અને બેસિક એકાઉન્ટ, પેશન્ટ એકાઉન્ટ અને પસંદ કરેલા પગાર સંબંધિત એકાઉન્ટ્સ.
મિનિમમ બેલેન્સ લિમીટ, ચાર્જમાં શું બદલાવ :
1 મેં 2021 થી મેટ્રો લોકેશન્સમાં એક્સિસ બેંકની ઇઝી સેવિંગ્સ સ્કીમ્સના ગ્રાહકો માટે ખાતામાં મિનિમમ એવરેજ બેલેન્સ રીક્વાયર મેન્ટ લિમીટ 15000 રૂપિયા હશે. આ બધી 10000 હજાર રૂપિયા છે. આ સિવાય બેંકે વેરીએન્ટ એટલે કે ડિઝીટલ પાઈમ, સેવિંગ્સ ડોમેસ્ટિક અને નોન રેસિડેન્ટ પ્રાઈમ અને લિબર્ટી પ્રાઈમ માટે ખાતામાં સરેરાશ મિનિમમ બેલેન્સની સીમા 15000 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરી દીધી છે.એક્સિસ બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ બરકરાર ન રાખવા પર મિનિમમ ફીસ ઘટાડી 50 રૂપિયા કરી દીધા છે. પહેલા તે મિનિમમ ફીસ 150 રૂપિયા હતી. નવી ફીસ બધા લોકેશન એટલે કે ગ્રામીણ, શહેરી, અર્ધશહેરી, મેટ્રો માટે લાગુ થશે.
ડોરમેન્ટ એકાઉન્ટ મામલામાં ફીસ :
બેંકની વેબસાઈટ પર મળતી જાણકારી અનુસાર, એક્સિસ બેંક ડોરમેન્ટ સેલેરી એકાઉન્ટ પર ફીસ વસુલ કરશે. એવા સેલેરી એકાઉન્ટ જે, 6 મહિનાથી વધુ જુનું હોય અને તેમાં કોઈ પણ માધ્યમથી પૈસા જમા ન થયા હોય. તેના પર 100 રૂપિયા પ્રતિમાહના દરથી ફીસ વસુલ કરવામાં આવશે. એવા બચત ખાતા જેમાં છેલ્લા 17 મહિનામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય તો તેના પર 18 માં મહિનાથી 100 રૂપિયાની વનટાઈમ ફીસ લાગુ કરી છે. એક્સિસ બેંકે સિગ્નેચર વેરિફિકેશન, ફોટો અટેસ્ટેશન, ચેકના નોન સ્ટોપ પેમેન્ટ એડ્રેસ કન્ફર્મેશન વગેરે જેવી સર્વિસ ફીસ ઘટાડી દીધી છે. નવી ફીસ 1 મેં 2021 થી લાગુ થશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી