મિત્રો ગેસ એક એવી સમસ્યા છે જેને સહન કરવી ખુબ જ કઠીન છે. જો તમે ઈચ્છો છો કે તમને ગેસ ન થાય તો તમારે અમુક વસ્તુઓનું સેવન કરવામાં ધ્યાન રાખવું પડે છે. અને જો આ વસ્તુઓનું સેવન વધુ થઈ જાય તો સમસ્યા વધી પણ શકે છે.
આજકાલની દિનચર્યા મુજબ પેટમાં ગેસ થવાની સમસ્યા ઘણી સામાન્ય વાત છે. આજકાલ નાની ઉંમરના બાળકોમાં પણ ગેસની પરેશાની થઈ રહી છે. તેનું સૌથી મોટું કારણ પાચન તંત્રનું સરખી રીતે કામ ન કરવું છે, જે મોટા ભાગના બાળકોમાં જોવા મળે છે. આ સિવાય કંઈક આડુ અવળું ખાવાથી પણ પેટમાં વધારે ગેસ બનવા લાગે છે. ગેસ નાના આંતરડામાં બને છે અને તે અપચાની સ્થિતિમાં થાય છે. સાથે જ જો તમે સવારનો નાસ્તો સ્કીપ કરો છો તો તેનાથી પણ ગેસ બને છે. તેનાથી તમને છાતીમાં બળતરા અને દુખાવો અનુભવાય છે. આ સિવાય જો તમને વધુ ગેસ થાય તો અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે વધુ ગેસ થાય એવી 7 વસ્તુઓ વિશે.
1 ) ચા : જો કે મોટાભાગના લોકોને ચા પીવાની આદત હોય છે પણ ચા થી પણ ગેસ થઈ શકે છે અથવા તો ગેસ વધી પણ શકે છે. ઘણા લોકોને ચા ખુબ જ પસંદ હોય છે. પરંતુ ખાલી પેટ ચા પીવાથી તમને ગેસની સમસ્યા થઈ શકે છે. સાથે જ જો તમને વધુ ગેસ થતો હોય તો તમારે ચા ન પીવી જોઈએ. કારણ કે તેનાથી ગેસ વધારે થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને જમ્યા પછી તરત જ ચા પીવાની ટેવ હોય છે જે પણ ગેસનું કારણ બની શકે છે.
2 ) છોલે : છોલે-પૂરી કે છોલે-ભટુરે ખાવા મોટા ભાગના લોકોને પસંદ હોય છે પરંતુ છોલે ખાવાથી પેટમાં ગેસ બને છે. ખાસ કરીને એવા લોકોએ છોલે ન ખાવા જોઈએ જેમનું પાચન તંત્ર ધીરે કામ કરે છે અથવા તો જેમને કબજિયાત રહેતી હોય.
3 ) અરબી : અરબી એક ખુબ જ સ્વાદિષ્ટ સબ્જી છે. તેને ઘણી રીતે પકાવીને ખાઈ શકાય છે. પરંતુ તેના સેવનથી પેટમાં ગેસ બને છે. કારણ કે તેની પ્રકૃતિ વાયુવર્ધક હોય છે. માટે જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે અરબી સબ્જી ઓછી ખાવી જોઈએ.
4 ) રાજમા : રાજમા ચાવલનો સ્વાદ આપણને ખુબ જ પસંદ છે પરંતુ તેના સેવનથી પેટમાં ગેસ બની શકે છે. જો તમને કબજિયાત કે ગેસની સમસ્યા હોય તો તમારે રાજમાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. વાસ્તવમાં રાજમા શરીરમાં વાયુ વધારવાનું કામ કરે છે અને તેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે.
5 ) ફુલાવર અને શિમલા મરચું : શિયાળામાં ઘણા લોકોને ફુલાવર અને શિમલા મરચાની સબ્જી ઘણી પસંદ હોય છે. પરંતુ આ સબ્જીને તમને સરળતાથી પચાવી શકતા નથી. તે એવા લોકો માટે નુકશાનદાયક હોય છે જેમના પેટમાં વધારે ગેસ થતો હોય.
6 ) સલાડ : જો તમને ખુબ જ ગેસની પરેશાની રહેતી હોય તો તમારે વધારે સલાડ ન ખાવું જોઈએ. કારણ કે સલાડ પણ એક ગેસ્ટ્રીક ફૂડ છે. તેના વધારે સેવનથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે.
7 ) દૂધ અને બ્રેડ : દૂધ અને બ્રેડના સેવનથી પણ ગેસની સમસ્યા થઈ શકે છે. જો તમને પહેલેથી જ ગેસની સમસ્યા હોય તો ગરમ દૂધ ન પીવું અને સાથે જ બ્રેડનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમને મન થાય તો છાશ પિય શકો છો અને તેમાં જીરું પાવડર મિક્સ કરી શકો છો.
સાથે જ તમારે વધુ ગેસ બનવાની સ્થિતિમાં પાલક, ડેરી પ્રોડક્ટસ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ન ખાવું જોઈએ. તેનાથી તમારી ગેસની સમસ્યા વધી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી