ગોળનું સેવન કરતા પહેલા જાણી લેજો ખાસ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા કે ક્યાં પ્રકારનો ગોળ શરીર માટે છે સૌથી બેસ્ટ…

લગભગ લોકો બારેમાસ ગોળનું સેવન જરૂર કરતા હોય છે. તેનાથી તમારા શરીરને એક એનર્જી મળે છે. સાથે જ અનેક પોષક તત્વો પણ મળે છે. પણ શું તમે જાણો છો કે, ગોળ પણ અનેક પ્રકારના હોય છે. દરેક ગોળના પોષક તત્વો અલગ અલગ હોય છે. ચાલો તો જાણી લઈએ કયો ગોળ તમારા માટે વધુ ફાયદાકારક છે.

સામાન્ય રીતે શેરડીના રસમાંથી ગોળ તૈયાર કરવામાં આવે છે, જે બજારમાં આસાનીથી મળી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગોળના ઘણા પ્રકાર હોય છે, અને તે બધાની પોતાની અલગ ન્યુટ્રિશનલ વેલ્યૂ હોય છે. વાસ્તવમાં ગોળ અનરીફાઈંડ હોય છે જેના કારણે તેમાં ભરપૂર માત્રામાં ખનીજ કણો જોવા મળે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફૉસ્ફરસ પણ જોવા મળે છે. એ જ કારણે તેને ખાંડથી વધારે હેલ્થી ગણવામાં આવે છે. તો આવો જાણીએ ગોળના કેટલા પ્રકાર હોય છે અને તેને ખાવાથી શું-શું ફાયદાઓ થાય છે.

ગોળ એક પ્રાકૃતિક સ્વિટનર છે જેને તમે તમારા ડાયટમાં ઘણા પ્રકારે પ્રયોગ કરી શકો છો. તમે ચાહો તો ગોળને ખાંડના વિકલ્પના રૂપમાં સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. ગોળની મદદથી ઢગલો સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરી શકાય છે. આ વાનગીઓ તમારા શરીરને ફીટ રાખવાની સાથે તમને પોષણ પણ પૂરું પાડે છે. આથી જ ખાંડ કરતા ગોળને વધુ ગુણકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ગોળના પ્રકાર અને તેના વિશેષ ફાયદા.

શેરડીનો ગોળ : સામાન્ય રીતે શેરડી માંથી ગોળ બને છે. જે તમને બજારમાં સરળતાથી મળી જાય છે. શેરડીનો ગોળ સૌથી વધુ લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. આ ગોળનો અલગ જ સ્વાદ અને બનાવટ હોય છે. તેમાં ઘણા જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે. કેલ્શિયમ, આયરન, ઝીંક અને ફૉસ્ફરસ વગેરે. તેના સેવનથી એનીમિયા જેવી બીમારીથી બચી શકાય છે. શેરડીનો ગોળ આપણા લિવરને પણ ડિટોક્સિફાઈડ કરે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. તે આછા પીળા રંગથી લઈને કથ્થાઇ જેવા કલરનો હોય છે. આ ગોળ એ હેલ્દી ગોળ માનવામાં આવે છે.

નારિયેળનો ગોળ : નાળિયેર માંથી પણ ગોળ તૈયાર કરવામાં આવે છે. આ ગોળ પણ અનેક વિટામીનથી ભરપુર માનવામાં આવે છે. નારિયેળનો ગોળ દક્ષિણ ભારતમાં સૌથી વધુ પ્રચલિત છે. નારિયેળથી બનેલા રસમાં ઘણા જરૂરી મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. નારિયેળના ગોળને અનફાર્મેટેડ રસથી બનાવવામાં આવે છે. તે ગોળ થોડો કડક હોય છે. નારિયેળના ગોળમાં આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરમાં એનીમિયા જેવી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા જરૂરી તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે પિરામિડના આકારનો ઘાટા કથ્થાઇ રંગનો જોવા મળે છે.

ખજૂરનો ગોળ : ખજૂર એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ખજૂરનો ગોળ ભારતના પૂર્વી રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પ્રચલિત છે. તેને પાતાળી ગોળ પણ કહેવામાં આવે છે. ખજૂરનો ગોળ ખજૂરના અર્કમાંથી બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ખજૂરના અર્કમાં કાર્બોહાઈડ્રેડ, વિટામિન-બી, વિટામિન-સી, આયરન અને કેલ્શિયમ જેવા જરૂરી પોષકતત્વો રહેલા હોય છે જે આપણાં શરીરની ઘણી ન્યુટ્રિએંટ્સની ઉણપને ઘટાડવામાં સક્ષમ છે. તેની ખાસિયત એ પણ છે કે તે મોંમાં સરળતાથી ઓગળી જાય છે. તેની સુગંધ પણ ખાસ હોય છે. આ બધા સિવાય પામીલા અને તાડના રસમાંથી પણ ગોળ બનાવવામાં આવે છે.

આમ ગોળનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment