ગમે તેવી અનિંદ્રાની સમસ્યા હોય માત્ર બે મિનીટમાં આવી જશે ઊંઘ, આ ટ્રીક માત્ર મિલેટ્રી વાળાને જ ખબર હોય.

મિત્રો આજકાલ નીંદર આવવી ખુબ જ મુશ્કેલ છે. કારણ છે કે આપણે આપણા રોજિંદા કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ જેને કારણે લોકો ટેન્શનમાં આવી જતા હોય છે અને ઊંઘ ન આવવાની સમસ્યા થતી હોય છે. તેમજ કામનું ટેન્શન નીંદર પૂરી થવા દેતું નથી. આ કારણે આપણે રાત્રે આપણે જાગીએ છીએ. તેની અસર આપણી તબિયત પર પડે છે. આથી જો તમે પુરતી નીંદર નહિ કરો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પણ જો તમે આ નીંદર ન આવવાની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો આજે અમે તમને એક એવી ટ્રીક વિશે જણાવીશું જે અજમાવ્યા પછી તમને 2 મિનીટમાં જ નીંદર આવી જશે.

દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે મનાવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનું લક્ષ્ય  એ છે કે, લોકોની નીંદર અને તબિયત પ્રત્યે જાગૃત કરવાનો છે. ઘણા લોકો એવા હોય છે જેને પથારીમાં જતા જ નીંદર આવી જાય છે. પણ ઘણા લોકો એવા હોય છે જેને ખુબ જ મોડી નીંદર આવે છે. અને તેઓ ખુબ જ મુશ્કેલી પછી સુઈ શકે છે. જો તમને પણ પથારી પર પડ્યા પછી કલાકો સુધી નીંદર નથી આવતી તો પછી નીંદરની મિલેટ્રી ટ્રીક તમને કામ આવશે. ચાલો જાણી  લઈએ કે શું છે આ મિલેટ્રી ટ્રીક.

જલ્દી નીંદર માટે સેનાઓમાં એક ખાસ સિક્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બે મિનીટની અંદર નીંદર આવી જાય છે. આ ટ્રીક us આર્મી ઉપયોગ કરે છે. યુદ્ધ દરમિયાન જ્યારે સૈનિક સુવાની કોશિશ કરે છે ત્યારે તેને આ ટ્રીક કામ આવે છે.

રીલેક્સ એન્ડ વિન : ચેમ્પિયન પરફોર્મન્સ’ નામની પુસ્તકમાં આ સિક્રેટ વિશે જાણકારી આપવામાં આવી છે. આમ તો આ પુસ્તક 1981 માં જ પ્રકાશિત થઈ ગઈ હતી. joe.co.uk વેબસાઈટ પર પ્રકાશિત થયા પછી આ ટ્રીક ખુબ ફેમસ થઈ ગઈ. કહેવામાં આવે છે કે, આર્મી ચીફએ આ ટેકનીક એ માટે બનાવી હતી જેથી કરીને થાકને કારણે સૈનિકથી કોઈ ભૂલ ન થઈ જાય. સૈનિક પર્યાપ્ત નીંદર લઇ શકે, આ માટે આ ટ્રીકનો ઉપયોગ કરવામાં આવે છે.

કંઈ છે આ ટ્રીક : આ માટે પોતાના ચહેરા પરની બધી જ મસલ્સ રિલેક્સ કરો, જીભ, જબડું, આંખની આસપાસની માંસપેશીઓને તણાવથી દુર કરો. પોતાના ખંભાને જેટલા થઈ શકે એટલા નીચે લઈ જાઓ. અપર અને લોઅર આર્મને પણ નીચે લઈ જાઓ. શ્વાસ બહાર કાઢો, છાતી અને પગને રિલેક્સ કરો.

ત્યાર પછી 10 સેકેંડ પોતાના મગજથી બધી જ વસ્તુઓ કાઢવાની કોશિશ કરો. આ 2 ફોટોમાંથી ગમે તે એક વિશે વિચારો, એક એ કે તમે કોઈ શાંત ઝરણાના કિનારે બેઠા છો અને ઉપર બિલકુલ નીલા આકાશ છે. જે બિલકુલ સાફ, અને જ્યારે બીજું એમ વિચારો કે તમે એક અંધારા રૂમમાં વેલવેટ હિંચકામાં સુતા છો.10 સેકેંડ સુધી વારંવાર એ બોલતા રહો કે વિચારો નહિ, વિચારો નહિ, વિચારો નહિ. એક રિપોર્ટ અનુસાર 6 અઠવાડિયા સુધી અભ્યાસ કર્યા પછી લગભગ 96% લોકોને આ ટ્રીક ખુબ જ કારગત સાબિત થઈ છે. માત્ર આર્મીની જ નહિ પણ નીંદર ન આવવાની સમસ્યાથી મોટાભાગના લોકોની કાર્યક્ષમતા પર તેની ખરાબ અસર પડે છે. નીંદર ન આવવના કારણોથી ટાઈપ-2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રભાવિત થવા લાગે છે.

નીંદર ન આવવાની સમસ્યાથી પરેશાન લોકો માટે આ ટ્રીક ખુબ જ રાહત ભરેલી હોય શકે છે. સ્લીપ એક્સપર્ટ ડોક્ટર નીલ સ્ટેનલના કહ્યા અનુસાર, જો આ ટ્રીક કામ નથી કરતી તો એક મંત્ર એ જાણી લો કે સુવું છે, તો મગજને આરામ અને ખાલી કરવું જ પડે છે.નીંદર લાવવી છે તો તમારે 3 વસ્તુઓ કરવાની જરૂર છે. બેડરૂમ અને પથારી આરામદાયક હોય, શરીર રિલેક્સ હોય, અને મગજ શાંત હોય. જો તમારા મગજના ઘોડાઓ દોડી રહ્યા છે તો તમે કોઈ પણ રીતે સુઈ નથી શકતા. મગજની ગતિ ઓછી કરવા માટે તમે કંઈ પણ કરશો તો તેનાથી નીંદર આવવામાં મદદ મળશે.

નીંદર લાવવાનો કોઈ જાદુઈ રીત નથી. તમારે શોધવું પડશે કે તમારા માટે શું કામ કરશે. પછી તે પુસ્તક હોય, ગરમ પાણીથી સ્નાન, એક ચા, એરોમાથેરાપી, ગીત સાંભળવું અથવા કોઈ બીજી વસ્તુ જેનાથી તમને નીંદર લાવવામાં મદદ મળે. પણ સૂતા પહેલા તણાવ અથવા પરેશાની વધારતું કોઈ કામ ન કરો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 જો તમને પણ ઊંઘ ન આવતી હોય તો અમને કોમેન્ટ કરી જણાવો, અમે વધુ માહિતી તમારા સુધી પહોંચાડશું…

Leave a Comment