ભારતમાં મોટાભાગના લોકો આટલી વસ્તુ ચેક કર્યા વગર જ ખરીદી લે છે ટૂથબ્રશ | ખરીદતા પહેલા ખાસ ધ્યાન રાખો આ બાબતોનું..

આપણી રોજિંદા જિંદગીમાં આપણે અનેકો વસ્તુઓનો ઉપયોગ કરતાં હોઈએ છીએ તેમાનું એક ટૂથબ્રશ છે. ટૂથબ્રસને ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે તે કંઈ કંપનીનું બ્રશ છે, યોગ્ય બ્રાંડેડ કંપનીનું ટૂથબ્રશ ખરીદવું જોઈએ, સાથે જ તેની સમાપ્તિ તારીખ શું છે તેની તપાસ કરવી જોઈએ. ટૂથબ્રશ મૌખિક સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે તેથી સારું બ્રશ પસંદ કરવું જોઈએ. હંમેશા એવા બ્રશને જ પસંદ કરો કે તમારા પેઢાને નુકશાન ન પહોંચાડે. તો બ્રશને કેવું ખરીદવું જોઈએ તે જાણીએ.

દરરોજ આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આમાંનું એક આપણું ટૂથબ્રશ(Tooth Brush)  પણ છે. પરંતુ આ આપણા દાંત સાફ કરવા માટે જેટલું મહત્વનું છે, એટલું જ આપણું ટૂથબ્રશ કંઈ રીતનું હોવું જોઈએ અને આપણે તેનો કેટલો સમય ઉપયોગ કરવો જોઈએ તે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ટૂથબ્રશ નષ્ટ થઈ જાય ત્યાં સુધી ઘણી વાર આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં, આપણે જાણવું જોઈએ કે ટૂથબ્રશ(Tooth Brush)ની સમાપ્તિ તારીખ શું હોય છે. તેને ખરીદતા પહેલા ભાગ્યે જે, તમે જોયું હશે કે તમારા માટે ક્યું ટૂથબ્રશ વધુ યોગ્ય રહેશે અને ક્યું ટૂથબ્રશ તમારા દાંત અને તમારા મોં ને યોગ્ય રીતે સાફ કરી શકશે. ટૂથબ્રશ ખરીદતી વખતે બેદરકારી લેવી જોઈએ નહિ, કેટલીક વાર ખોટા ટૂથબ્રશની પસંદગી દાંતને લગતી ઘણી બીમારીઓને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.ટૂથબ્રશને ત્રણથી ચાર મહિનામાં બદલો : બેડિસ્ટનલના એક અહેવાલ મુજબ, ટૂથબ્રશ મૌખિક સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે, યોગ્ય પસંદગી પણ ખુબ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં તમારે દર 3 થી 4 મહિનામાં ટૂથબ્રશને બદલવું જોઈએ. આ ઉપરાંત, જ્યારે નવું ટૂથબ્રશ ખરીદતા હો ત્યારે, તમારે યોગ્ય બ્રાન્ડની પસંદગી કરવી જોઈએ. સાચી ટૂથબ્રશની પસંદગી તમારી મૌખિક સ્વચ્છતામાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકે છે. તેથી તે ટૂથબ્રશની શોધ કરો કે જે આ માપદંડને પૂર્ણ કરતું હોય.

નરમ બરછટ વાળા ટૂથબ્રશને પસંદ કરો : આ ઉપરાંત તમારે નરમ બરછટવાળા ટૂથબ્રશની પસંદગી કરવી જોઈએ. જેથી તમારા દાંતની ધાર પર તેનો ઉપયોગ કરવો સરળ રહેશે. ખુબ જ સખત ટૂથબ્રશ તમારા દાંતને યોગ્ય રીતે સાફ કરવામાં મદદરૂપ નહીં થાય અને દાંતમાં ગંદકી એકઠી કરી શકે છે. સાથે જ કડક બરછટ બ્રશ પેઢાને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં મહત્વનું છે કે, તમે જે પણ બ્રશને પસંદ કરો તે તમારા પેઢા માટે સારું હોવું જોઈએ.તમારા ટૂથબ્રશની સંભાળ આ રીતે કરો : ટૂથબ્રશનો ઉપયોગ કર્યા પપછી, તેને ગમે ત્યાં જ રાખશો નહીં, પરંતુ ધ્યાનમાં રાખો કે તમે તમારા ટૂથબ્રશને ત્યારે જ જગ્યાએ રાખો કે જ્યારે તે સુકાઈ જાય. તમારા ટૂથબ્રશમાં સૂક્ષ્મજંતુઓ અને ફૂગને વધતા અટકાવવા માટે, તમારા ટૂથબ્રશને થોડા સમય માટે ઊભું રાખો. જેથી તેનું પાણી નીકળી જાય અને તે સુકાઈ જાય.

લાંબા હેન્ડલ વાળું ટૂથબ્રશ ખરીદો : કેપ વાળું ટૂથબ્રશ ખરીદો. જેથી બ્રશ સુકાઈ જાય ત્યારે તેને કેપ પર ચઢાવીને રાખી શકાય. જેથી તે ધૂળથી બચીને રહે. એવું ટૂથબ્રશ ખરીદો જેના હેન્ડલની લંબાઈમાં ઘટાડો નથી થતો, તો જ તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકશો.નાના બ્રશને પસંદ કરો : ટૂથબ્રશ ખરીદતી વખતે, નાના અને રાઉન્ડ-હેડ બ્રશ પસંદ કરવાનું વધુ સારું રહે છે. આવી રીતના બ્રશ સરળતાથી મોંના ખૂણા પર પહોંચે છે અને દાંતને યોગ્ય રીતે સાફ કરે છે. આથી જો તમે મોટું બ્રશ ખરીદો છો તો તે મોંના ખૂણા સુધી પહોંચશે નહીં અને દાંત અને પેઢામાં ગંદકી થઈ શકે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment