કોરોનાના કારણે વિકેન્ડ પર બંધ રહેશે આટલી જગ્યાઓ, લોકોમાં ચિંતાના વાદળો..

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ કોરોનાનું નવું રૂપ સામે આવી રહ્યું છે. જેને કારણે આજકાલ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે સ્કુલ, કોલેજ, મોલ તેમજ થિયેટર શરૂ થઈ રહ્યા હતા. ત્યાં જ ફરી બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. એટલે સુધી કે અમુક મોટા સિટીમાં તો હાલ રાત્રી કર્ફ્યુ પણ શરૂ થઈ ગયું છે. જ્યારે હોસ્પિટલો કોરોના કેસથી ડરી ફૂલ થઈ રહી છે. આવા સમયે હજુ થિયેટર મોલ શરૂ થયા હતા ત્યાં જ ફરી બંધ થવા જઈ રહ્યા છે. આથી થિયેટરના તેમજ મોલના માલિકો પરેશાની અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસ બીજી વખત ફરી તેજીથી ફેલાઈ રહ્યો છે. ગુરુવારે ગુજરાતમાં સતત દિવસે દિવસે કોવિડ-19 ના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર ગુરુવારે ગુજરાતમાં 1276 નવા દર્દી આવ્યા છે, જે 2021 ના વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.રાજ્યમાં વધતા કોરોના કેસને જોતા સરકાર એલર્ટ થઈ ગયું છે. આ સાથે જ અમદાવાદમાં અને સુરતમાં નાઈટ કર્ફ્યું વધુ કડક કરવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતમાં હવે રાતે 10 થી જગ્યાએ 9 વાગ્યે નાઈટ કર્ફ્યુ લાગુ થઈ જશે, જે બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રહેશે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં નાઈટ કર્ફ્યુની સાથે જ વિકેન્ડ પર સિનેમા હોલ અને મોલ પણ બંધ રહેશે.

અચાનક સિનેમા હોલ બંધ થવાનો આદેશ લાગુ થવાથી થિયેટરના માલિક પરેશાન છે, તેમજ જાણવા મળતી માહિતી મુજબ એક થિયેટરના માલિકે કહ્યું છે કે, અમે ખુબ જ પરેશાન છીએ કારણ કે મલ્ટીપ્લેકસ 7 મહિના બંધ હતા અને થોડા સમય પહેલા જ શરૂ થયા છે, એક ફિલ્મ થિયેટરના માલિનું કહેવું છે કે, શનિવારે અને રવિવારે અમને સૌથી વધુ લોકોની આવવાની અપેક્ષા હોય છે.ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,684 છે. ગુરુવારે સુરતમાં સૌથી વધુ 395 નવા કેસ આવ્યા હતા, તેને જોતા સુરતમાં હવે રાજ્યની બહારથી આવતા લોકોને ઘર પર સાત દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું પડશે. આવા લોકોની માટે અનિવાર્ય ઘર પર રહેવાની એક અધિસુચના જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, તેની સરકાર લોકડાઉન લગાવવા પર વિચાર નથી કરી રહી. તેમણે ગાંધીનગરમાં કહ્યું છે કે ‘ડરવાની જરૂર નથી, પહેલા પણ આપણે આવી પરિસ્થિતિનો સામનો કરી ચુક્યા છીએ. અમે અત્યારે લોકડાઉન કરવાનું નથી વિચારી રહ્યા. કોવિડ-19 થી અમદાવાદમાં બે અને સુરતમાં એક હજુ વધુ દર્દીનું અવસાન થઈ ગયું છે. જેના પછી રાજ્યમાં મહામારીથી સંબંધિત મૃતકોની સંખ્યા 4,433 થઈ ગઈ છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment