આ રીતે બનાવો સેન્ડવિચ સાથે ખવાતી લીલી ચટણીને સ્વાદિષ્ટ અને જાણો તેને છ મહિના સુધી સ્ટોર કરી રાખવાની રીત…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ રીતે બનાવો સેન્ડવિચ સાથે ખવાતી રાજકોટની  સ્વાદિષ્ટ લીલી ચટણી અને જાણો તેને છ મહિના સુધી સ્ટોર કરી રાખવાની રીત… 💁

મિત્રો સેન્ડવિચની મજ તો ચટણી સાથે જ આવે. ચટણી પણ જો સ્વાદિષ્ટ હોય તો મજા પણ ડબલ થઇ જાય છે તો આજે અમે એવી જ ચટણીની સિક્રેટ રેસેપી તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ. મિત્રો આ ચટણીમાં અમૂક નાની નાની એવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેનાથી તમારી ચટણીનો સ્વાદ એકદમ લાજવાબ બની જશે. આ ચટણીનો ઉપયોગ તમે માત્ર સેન્ડવિચ સાથે જ નહિ પરંતુ સમોસા, કચોરી વગેરે સાથે પણ કરી શકો.Image Source :

મિત્રો અને તેની સાથે અમે એક એવી રીત પણ લાવ્યા છીએ. તમે એકવાર ચટણી બનાવી લેશો પછી તમારે છ મહિના સુધી આ ચટણી બનાવી નહિ પડે મતલબ કે તમે છ મહિના સુધી સાચવી શકશો.

👉 લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી:

૪ થી ૫ નંગ તીખા લીલા મરચા,

૩ થી ૪ નાના કટકા અાદું,

૨ ચમચી  શીંગ  દાણા,

ત્રણ  કપ કોથમીર,

૧ ચમચી મીઠું,

૧ ચમચી જીરુ,

૧ નંગ લીંબુ,

થોડું ઠંડું પાણી,

બે  ચમચી નાયલોન સેવ,

૧ ચમચી ખાંડ, (તમને ખાંડનો સ્વાદ ન પસંદ હોય તો તમે તેને અવોઇડ પણ કરી શકો છો.)Image Source :

👉 સેન્ડવિચ માટે સ્વાદિષ્ટ લીલી ચટણી બનાવવાની રીત:

સૌ પ્રથમ મીક્ષ્યરમાં ૪ થી ૫ નંગ લીલા મરચા નાખો. [જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે મરચા વધારે પણ નાખી શકો છો],  ૪ નાના કટકા આદુનાં ઉમેરો, ત્યારબાદ ૨ ચમચી માંડવી દાણા  ઉમેરો તેથી ચટણી થોડી  ઘટ બનશે.

હવે ત્રણ  કપ કોથમીર ઉમેરો  અને ધ્યાન રાખો કે  કોથમીરમાં નીચે રહેલી જાડી ડાળખીઓ કાઢી વધેલી કોથમીર અને નાની ડાળખીઓ   ઉમેરવી. કેમકે આ ડાળખીમાં કોથમીરનો સાચો સ્વાદ હોય છે અને આ કોથમીરથી જ ચટણીમાં લીલો રંગ આવશે.

ત્યારબાદ એક ચમચી મીઠું અથવા સ્વાદ અનુસાર અને એક ચમચી જીરૂ, એક ચમચી સંચળ પાઉડર જેથી ચટણીમાં થોડી ખારાશ આવશે. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો આ લીંબુ ચટણીનો લીલો રંગ જાળવી રાખશે.Image Source :

હવે તેમાં થોડુ ઠંડુ પાણી ઉમેરો જેથી મિક્ષ્ચરમાં મીક્સ થાય ત્યારે તેનો લીલો રંગ ફિક્કો ન પડી જાય. હવે બે ચમચી નાયલોન સેવ ઉમેરો, જે આ સેન્ડવિચની ચટણીમાં મુખ્ય વસ્તુ છે. જો તમે ખાટી-મીઠી ચટણી પસંદ કરતા હોય તો એક ચમચી ખાંડ ઉમેરી શકો છો. હવે તેને મીક્ષ્યરમાં એકદમ મિક્સ કરી લો.

આ તૈયાર તમારી લીલી ચટણી જે સેન્ડવિચ સાથે ખાઈ શકાય. હવે આ ચટણીને છ મહિના માટે સ્ટોર કેવી રીતે કરવી તે પણ જાણી લઈએImage Source :હવે આ તૈયાર થયેલી લીલી ચટણીને સ્ટોર કરવા માટે સૌ પ્રથમ એક આઈસ ક્યુબ માટેની ટ્રે હોય તેમાં તમે  તૈયાર કરેલી આ લીલી ચટણીને પાથરી દો અને પાંચ થી‌ છ કલાક  માટે તેને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે મૂકો.  આ ફ્રીઝ થયેલા ચટણીના ક્યુબને ઝીપલોક પોલીથીનમાં રાખી તેને  ફ્રીઝરમાં મૂકી રાખો જેથી તમે તેને છ મહિના સુધી પણ સ્ટોર કરીને રાખી શકશો.

હવે તમને જ્યારે આ લીલી ચટણી ખાવાની ઈચ્છા થાય ત્યારે તમારે આઈસ ક્યુબ રૂપે જમા થયેલ ચટણીને થોડી વાર પહેલા કાઢી લો અને ઓગળીને ચટણી બની જાય ત્યારે તેનો ઉપયોગ કરો. આ રીતે ચટણીને સ્ટોર કરવાથી ચટણીનો સ્વાદ અને ફ્રેશનેશ બંને જળવાઈ રહેશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment