સોનાના વાસણનું અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👑 સોનાનું પાણી છે પૃથ્વી પરનું અમૃત…  જાણો કંઈ રીતે .. 👑

👑 મિત્રો તમે જોયું હશે કે સામાન્ય રીતે લોકો ગળામાં સોનાનો ચેન તથા નેકલેસ પહેરતા હોય છે. જો તમે ક્યારેય સ્ત્રીઓના આભુષણોને નોટીસ કર્યા હોય તો તમે જોયું હશે કે ગળાથી લઈને માથા સુધીના લગભગ આભુષણો સોનાના હોય છે. મિત્રો પહેલાના સમયમાં સોનું પહેરવાની ફેશન કે ટ્રેન્ડ ન હતો. પરંતુ તે લોકો સોનાનું મહત્વ અને ગુણને જાણતા હશે તેથી તે લોકોના આભુષણો સોનાના હતા.

👑 અત્યારે પણ સોનું પહેરવામાં આવે જ છે. પરંતુ બજારમાં બીજી ધાતુના આભુષણો આવવાથી સોનું લોકો નિયમિત રીતે પહેરતા નથી. પ્રાચીન કાળથી જ લોકો સોનું પહેરતા આવ્યા છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે સોનું પહેરવું તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. તો સૌપ્રથમ આપણે સોનાનું મહત્વ જાણી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે તમે તમારા આભૂષણોનો ઉપયોગ કરીને કંઈ રીતે સ્વાસ્થ્ય જાળવી શકો. તો ચાલો જાણીએ સોના દ્વારા આપણા સ્વાસ્થ્ય પર થતા લાભો.

👑 મિત્રો આયુર્વેદ એવું કહે છે જ્યારથી ગરમીની ઋતુ ચાલુ થઇ જાય ત્યારથી લઈને પહેલો વરસાદ ન પડે ત્યાં સુધી આપણે માટીના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. જ્યારથી પહેલો વરસાદ ચાલુ થાય ત્યારથી લઈને શિયાળો ચાલુ ન થાય ત્યાં સુધી તાંબાના વાસણમાં પાણી રાખી તેને પીવું જોઈએ. અને શિયાળો ચાલુ થાય ત્યારથી લઈને ગરમીની ઋતુ એટકે લે ઉનાળાની ઋતુ સુધી સોનાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. એવું તેટલા માટે કારણ કે સોનું ગરમ ધાતુ છે માટે તે તમારા શરીર માટે  ઠંડીની ઋતુમાં એટલે કે શિયાળાની ઋતુમાં લાભદાયી રહે છે માટે ઠંડીની સિઝનમાં સોનાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ.

👑 હવે તમને એમ થાય કે  માટીના ,તાંબાના ,પીતળના આ દરેક વાસણો તો મળી રહે પરંતુ સોનાના વાસણો ક્યાંથી લાવવા તો કંઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. જો મિત્રો તમારી પાસે સોનાના વાસણો ન હોય તો ખરીદવાની જરૂર નથી પરંતુ તમારે તેના ઓપ્શનમાં તમે જે વાસણમાં પીવાનું પાણી રાખો છો, કંઈ પણ ઘડો હોય કે ગોળો હોય તેમાં તમારે એક સોનાનું આભુષણ નાખી દેવાનું છે. તેનાથી પણ ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થશે. તો ચાલો જાણીએ તે સ્વાસ્થ્ય લાભો વિશે.

👑 સોનાના આભુષણોને પહેરવા તથા ઉપયોગ કરવાથી થતા સ્વાસ્થ્ય લાભો.. મિત્રો આગળ જણાવ્યું તે પ્રમાણે જો તમારે પીવાના પાણીમાં સોનાની વીંટી અથવા ચેન નાખીને ત્યાર બાદ તે પાણી પીવાનું છે. પીવાના પાણીની વાત આવી એટલે એક વસ્તુ કહેવાની કે ઘણા લોકોને નથી ખબર હોતી કે આખરે પાણી કંઈ રીતે પીવાનું. મિત્રો પીવાના પાણીનો ક્યારેય પણ સીધો ઉપયોગ ન કરવો જોઈએ. સૌપ્રથમ પાણીને ઉકાળી લેવાનું ત્યાર બાદ તેને રૂમ ટેમ્પરેચર  પર ઠંડુ થવા દેવાનું ત્યાર બાદ જ તેને પીવાના પાણીના માટલામાં કે ઘડામાં ભરી દેવું હવે તમારે તેને વારંવાર ગરમ કરવાની જરૂર નથી પરંતુ જ્યારે ઘડામાં નાખો તે પહેલા ગરમ કરવું. અને ઘડામાં નાખ્યા બાદ તેમાં સોનાનું કોઈ પણ આભુષણ નાખી દેવું. હવે જાણીએ આવું કરવાથી થતા લાભો.

👑 સોનું એક ગરમ ધાતુ છે જે શરીરને ગરમાહટ પ્રદાન કરે છે. આ રીતે ઘડામાં સોનાનો ઉપયોગ કરીને પીવાતા પાણીના ફાયદા નીચે મૂજબ છે.

👑 મિત્રો આ પાણી વધારે પડતા મેન્ટલ બીમારીઓમાં ફાયદાકારક છે. જેમ કે કોઈ વ્યક્તિને વારંવાર ચક્કર આવી જતા હોય હાથ પગ વળી જતા હોય, ચક્કર આવે ત્યારે તો તે લોકો માટે ખુબ જ સારું પરિણામ આપે છે આ પાણી.

👑 કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો તે આ પાણી પીવે તો તેના મગજને થોડી રાહત મળે છે .

👑 કોઈ વ્યક્તિ મોટો હોવા છતાં પણ બાળક જેવી બુદ્ધિ ધરાવતો હોય તો તેને જો પાણી આપવામાં આવે નિયમિત રીતે તો તેની સ્થિતિમાં સૂધાર આવે છે. તેવા લોકો માટે તે માઈન્ડ ડેવલોપ જેવું કામ કરશે.

👑 ત્યાર બાદ કોઈને ઊંઘ ન આવતી હોય તો તેવા લોકોએ આ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ તેનાથી ઊંઘ સારી આવે છે.

👑 જે લોકો ખુબ જ નકારાત્મક વિચાર ધરાવે છે જે સતત મરવાનું કે અન્ય કોઈ નકારાત્મક વિચારો વિશે વિચાર્યા કરે છે તેવા લોકો માટે આ પાણી બેસ્ટ મેડીસીન છે.

👑 આ ઉપરાંત કફને લગતી દરેક બીમારીની અકસીર દવા છે આ પાણી. શરદી ઉધરસ કે કોઈ પણ બીમારી હોય કફને સંબંધિત તો તે દૂર થાય છે.

👑 મિત્રો તમને આગળ જણાવ્યું તે પ્રમાણે કે તમે જોશો કે છાતીથી લઈને માથા સુધીના આભુષણો સોનાના પહેરવામાં આવે છે અને બાકીના ઘરેણા ચાંદીના ઉપયોગમાં લેવામાં આવે છે તેવું સામાન્ય હોય છે. રીસર્ચ એવું કહે છે કે કફની સમસ્યા છાતીથી લઈને માથા સુધીની હોય છે તેથી જ તે તેટલા ભાગના આભુષણો સોનાના હોય છે કારણ કે સોનું કફને કંટ્રોલ કરે છે તેથી.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment