મિત્રો તમે જાણો છો કે આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં યુરિક એસિડ વધી જવું એ પણ એક ગંભીર સમસ્યા છે. એવી કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નથી જેમાં સ્વાસ્થ્યવર્ધક ખોરાક તમારી મદદ ન કરી શકે. જ્યારે તમે યોગ્ય આહાર લો છો તો તમને બીમાર પડવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે.
ત્યાં સુધી કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે પણ યોગ્ય ભોજન તમને ઠીક થવામાં સંપૂર્ણ રીતે મદદ કરે છે. તેવું ગાઉટ જેવી બીમારીઓ માટે પણ યોગ્ય છે. જો તમારું યુરિક એસિડ સામાન્યથી વધારે હોય તો વધારે ફળ, આખું અનાજ અને કેટલાક પીણા ની મદદ થી તેને ઘટાડવામાં મદદ મળી શકે છે.શરીરમાં વધારે યુરિક એસિડના નિર્માણની સમસ્યા અત્યારના દિવસોમાં લોકોમાં ઝડપ થી વધતી રહી છે. જો સમય પર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આગળ જતાં હાય યુરિક એસિડના લેવલથી કિડનીની વિવિધ પ્રકારની બીમારીઓ, હૃદયની સમસ્યા અને ત્યાં સુધી કે હાડકા, સાંધા વગેરેની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ કે હાઈ યુરિક એસિડની સમસ્યાને કુદરતી ખાદ્ય પદાર્થની મદદથી સરળતાથી કેવી રીતે મેનેજ કરી શકાય છે.
અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ છે કારણ:- હાઈ યુરિક એસિડ લેવલ અને હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ બે ડાયાબિટીસની વચ્ચે સંબંધ પણ હોય છે. તેથી શરીરમાં બનતા એક્સ્ટ્રા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે તમારે પ્યુરીનથી ભરપૂર હોય તેવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ. એવા ખાદ્ય પદાર્થો જેમ કે, લો ફેટ ડેરી પ્રોડક્ટ, સી ફૂડ, ફ્લાવર, પાલક અને લીલા વટાણા વગેરે. આ ફૂડ થી બચવા સિવાય તમે શરીરમાં યુરિક એસિડ ના લેવલને કુદરતી રીતે ઘટાડી શકો છો. તેના માટે તમારે તમારા ડાયટમાં આ ફળોને સામેલ કરવા જોઈએ.1) કીવી:- NCBI ના એક અધ્યયન પ્રમાણે કીવીના સેવન થી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. આ પોટેશિયમ, ફોલેટ, વિટામિન સી અને વિટામીન ઈ થી ભરપૂર હોય છે. જે ન કેવળ યુરિક એસિડ ના લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે પરંતુ પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓથી પણ રાહત આપે છે.
2) કેળા:- કેળામાં પ્યુરીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ વિટામીન સી થી ભરપૂર ફળ છે જે ગાઉટ થી પીડિત લોકો માટે સારો વિકલ્પ છે. કેળા જેવા ઓછા પ્યુરીન વાળા ફળને તમારા ડાયટમાં સામેલ કરીને તમારા લોહીમાં યુરિક એસિડ ના લેવલને ઘટાડવામાં મદદ મળી શકે છે જેનાથી ગાઉટનું જોખમ ઓછું રહે છે.3) સફરજન:- NIH ના એક રિપોર્ટ પ્રમાણે, હાય ફાઇબરથી સમૃદ્ધ સફરજન યુરિક એસિડ ના લેવલને નિયંત્રિત કરવામાં વધુ ફાયદાકારક છે. ફાઇબર શરીરમાંથી વધારે યુરિક એસિડને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. આ ફળ મેલિક એસિડનું પણ એક પાવર હાઉસ છે, જે શરીર પર યુરિક એસિડ ના પ્રભાવને બિનઅસરગ્રસ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
4) ચેરી:- ચેરીમાં એન્થોસાઈનીન હાજર હોય છે. આ એક કુદરતી એન્ટી ઇમ્ફ્લેમેટરી છે જે યુરિક એસિડ ના લેવલને ઘટાડવામાં વધારે પ્રભાવકારી છે. એન્થોસાયનીન સિવાય ચેરી ફાયબર અને વિટામિન સી નો પણ એક સમૃદ્ધ સ્ત્રોત છે. એટલે કે કુલ મેળવીને ચેરીનું સેવન સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે.5) સંતરા:- સંતરા કે કોઈ અન્ય ખાટા ફળ જે વિટામીન સી અને સાઈટ્રિક એસિડથી ભરપૂર હોય છે તે યુરિક એસિડને મેનેજ કરવા માટે ખૂબ જ સારા ગણાય છે. આવા ફળનું સેવન રક્ત પ્રવાહમાંથી વધુ પડતા ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે, આ રીતે આ શરીરમાં યુરિક એસિડ ના લેવલને નિયંત્રિત કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી