સવારે વાસી મોંએ એક ગ્લાસ આનું સેવન, પેટ, પાચન, ડાયાબિટીસ અને હાઈ બીપી જેવા રોગોને કરી દેશે કંટ્રોલ… શરીરના તમામ ઝેરી તત્વો આવી જશે બહાર…

મિત્રો તમારા માંથી ઘણા લોકો સવારે ખાલી પેટ પાણી પીતા હશે. પરંતુ શું બ્રશ કર્યા વિના પાણી પીવું જોઈએ કે બ્રશ કરીને પીવું જોઈએ ? આવો સવાલ તમારા મનમાં થતો હશે. જો કે સવારે ખાલી પેટ પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. તેનાથી તમારું શરીર હાઈડ્રેટ રહે છે. તમારા શરીરમાં એક સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

શરીરને હાઈડ્રેડ રાખવા અને બીમારીઓથી બચાવવા માટે આપણે દરરોજ પાણી પીવું જરૂરી છે. ડોક્ટરોના મત મુજબ આપણે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઘણા લોકો એવું માને છે કે, સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક હોય છે. પરંતુ શું સાચે જ તેના હેલ્થ બેનિફિટ્સ છે કે, તે સાધારણ પ્રક્રિયા છે. તેને જાણવા માટે લેખને અંત સુધી વાંચો. આ વિષય પર સારી જાણકારી તમને આ લેખમાં જરૂરથી મળી જશે. તો ચાલો જાણીએ બ્રશ કર્યા પહેલા પાણી પીવાના ફાયદા.

ડાઈજેશન : સવારે જો તમે બ્રશ કર્યા પહેલા વાસી મોંએ પાણી પીઓ છો તો તમારી પાચન શક્તિ વધે છે જેના ફળ સ્વરૂપ તમે જે પણ ખાઓ છો તે, સરળતાથી પચી જાય છે. શરીરમાં ગંદકી જામવાને કારણે, ઘણી બીમારીઓ જેવી કે, આળસ આવવી, ખીલ થવા, પેટના રોગ, અપચાની સમસ્યા થઈ શકે છે. જો તમે સવારે બ્રશ કર્યા વગર પાણી પીઓ છો, તો ઝેરી તત્વો શરીરની બહાર નીકળી જાય છે. આથી બ્રશ કર્યા વિના પાણી પીવાથી તમારું ડાઈજેશન સારું થાય છે.

શરીરને સવારે હાઈડ્રેડ કરવું જરૂરી : જ્યારે તમે સુઓ છો રાત્રે તો તમારું શરીર પાણીનો ઉપયોગ કરી લે છે. જેનાથી ક્યારેક ક્યારેક તમને તરસ લાગે છે અને તમે રાત્રે ઊઠીને પાણી પીઓ છો. માટે જ તમારે સવારે ઊઠીને વાસી મોંએ પાણીનું સેવન કરવું જોઈએ, જેથી શરીરમાં પાણીની ઉણપ ઉભી ન થાય.

બેક્ટેરિયા : તમારા મોંમાં રહેલા જમ્સ અને બેક્ટેરિયા રાતના સમયે વધી જાય છે. જો તમે સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીઓ છો તો, તમારું મોં જમ્સ ફ્રી થઈ જાય છે અને તે પછી બ્રશ કરવું વધારે ફાયદાકારક સાબીત થાય છે. માટે સવારે ઉઠીને વાસી મોંએ પાણી જરૂરથી પીવું જોઈએ.

રોગપ્રતિકારક ક્ષમતા : જો તમે સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીઓ છો, તો તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જો તમને ઉધરસના લક્ષણો જલ્દી જલ્દી જોવા મળતા હોય તો તમારે સવારે પાણી જરૂરથી પીવું જોઈએ. સવારે ખાલી પેટ અથવા બ્રશ કર્યા પહેલા પાણી પીવાથી સ્કીન અને વાળ પણ સારા થાય છે.

હાઈ બીપી અને હાઈ શુગર : સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીવાથી હાઈ બીપીની સમસ્યાથી બચી શકાય છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. ઘણા એક્સપર્ટ એવું માને છે કે, સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાથી સ્થૂળતાની તકલીફથી પણ બચી શકાય છે.

મોં માંથી આવતી દુર્ગંધ : સવારે ડ્રાય માઉથની સમસ્યાને કારણે મોં માંથી દુર્ગંધ આવે છે, જો તમે સવારે ઊઠીને પાણી પીઓ તો મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી બચી શકાય છે.

બ્રશ કર્યા પછી પાણી પીવું જોઈએ ? : બ્રશ કર્યા પછી તમારે માત્ર પાણીનું જ નહીં પરંતુ કોઈ પણ ખાવાની વસ્તુનું સેવન એવોઈડ કરવું જોઈએ. બ્રશ કર્યા પછી પાણી પીવાથી બ્રશ કરવાના ફાયદાઓ ઘટી જાય છે. તમારે બ્રશ કર્યા પછી 15 થી 20 મિનિટ પછી જ કંઈક ખાવું કે પીવું જોઈએ.

તમારે સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીવું જોઈએ, જો તમે બ્રશ કર્યા પછી પાણી પીઓ છો તો, બ્રશ કર્યા પછી 20 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment