ડુંગળીના ફોતરામાંથી ઘરે બનાવેલ આ શેમ્પુથી ધોઈ નાખો તમારા વાળ, ખોડો, ખરતા વાળ દુર કરી વાળને કરશે બેગણી ઝડપે લાંબા… જાણો બનાવવાની સરળ રેસિપી…

મિત્રો તમે લગભગ મોટાભાગના શાક બનાવવામાં ડુંગળીનો ઉપયોગ કરતા હશો. કારણ કે તેનાથી શાકનો સ્વાદ વધી જાય છે. પરંતુ જયારે આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેની છાલને અકસર ફેંકી દઈએ છીએ. પરંતુ તમને ખબર છે કે, તેની છાલ પણ એટલી જ ઉપયોગી છે. ડુંગળીની છાલનો ઉપયોગ તમે વાળના ગ્રોથ વધારવા માટે કરી શકો છો.

આજકાલ બજારમાં મળતા શેમ્પુમાં રહેલ કેમિકલથી પરેશાન થઈને લોકો હવે કુદરતી ઉપાયો તરફ વળી રહ્યા છે. ડુંગળી આપણા વાળ માટે ખુબ જ ફાયદાકારક છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ ડુંગળીની છાલ પણ વાળના ગ્રોથ અને મજબૂતી વધારવાનું કામ કરે છે. ઘરે આપણે ડુંગળીની છાલને ફેંકી દઈએ છીએ. પરંતુ આ છાલની મદદથી તમે વાળને હેલ્દી રાખવા માટે ટોનર અને શેમ્પુ બનાવી શકીએ છીએ. તેનાથી તમે કુદરતી શેમ્પુ બનાવી શકો છો. ચાલો તો આ કુદરતી શેમ્પુ બનવાની રીત આપણે જાણી લઈએ.

ડુંગળીની છાલથી બનેલા કુદરતી શેમ્પુના ફાયદાઓ : આ શેમ્પુમાં કોઈ પણ પ્રકારના શેમ્પુનો ઉપયોગ કરવામાં નથી આવતો, આથી તે તમારા વાળ માટે એકદમ સલામત છે. ડુંગળીથી બનેલ શેમ્પુને લગાવવાથી ખોડાની સમસ્યા દુર થાય છે અને વાળનો ગ્રોથ બેગણી ઝડપે વધે છે. ડુંગળીની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા દુર થઈ જાય છે. ડુંગળીની છાલમાં વિટામીન ઈ, એ, સી, વગરે રહેલ છે. જેનાથી વાળ લાંબા સમય સુધી મજબુત રહે છે.

ડુંગળીની છાલ માંથી શેમ્પુ કંઈ રીતે બનાવવું ? : ડુંગળીની છાલનું શેમ્પુ બનાવવા માટે તમારે ડુંગળીની છાલ, મેથીના દાણા, એલોવેરા જેલ, વિટામીન ઈ કેપ્સુલનો ઉપયોગ કરવાનો છે. શેમ્પુ બનાવવા માટે તમે 4 થી 5 ડુંગળીની છાલ કાઢી લો. આ છાલને ભેગી કરી લો. એક વાસણમાં ડુંગળીની છાલ સાથે મેથીના દાણા ઉમેરો, પાણી નાખીને અને ચાની ભૂકી નાખીને પાણીને ઉકાળી લો.

જયારે પાણી સારી રીતે ઉકળી જશે તો તેનો રંગ બદલી જશે, ડુંગળીની છાલનો અર્ક તેમાંથી નીકળી જશે. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને પાણીને ઠંડુ થવા દો. જયારે પાણી ઠંડું થઈ જાય એટલે તેને એક બોટલમાં ભરી લો. હવે તેમાં એલોવેરા જેલ, 2 વિટામીન ઈ ની કેપ્સુલનું ઓઈલ, અને તમે ઈચ્છો તો માઈલ્ડ બેબી શેમ્પુ પણ ઉમેરી શકો છો. શેમ્પુનો 8 થી 10 કલાક પછી ઉપયોગ કરી શકો છો. આ શેમ્પુને તમે ગમે ત્યારે ફટાફટ બનાવી શકો છો.

ડુંગળીની છાલમાંથી શેમ્પુ બનાવતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો : જો તમે ડુંગળીની છાલ માંથી શેમ્પુ બનાવી રહ્યા છો તો તમે બજારમાં મળતા એલોવેરા જેલનો ઉપયોગ કરશો, તો શેમ્પુ લાંબો સમય સુધી સારું રહેશે. જયારે નેચરલ પ્લાન્ટથી એલોવેરા જેલ કાઢીને નાખવાથી શેમ્પુને લાંબો સમય ઉપયોગ નથી કરી શકતા. આ સિવાય શેમ્પુને કુદરતી રાખવા માટે તેમાં બેબી શેમ્પુ નાખવાની જરૂર નથી પડતી. પરંતુ તમને લાગે છે કે, સ્કેલ્પ ક્લીન નથી થયું તો તમે માઈલ્ડ બેબી શેમ્પુ નાખી શકો છો.

ડુંગળીની છાલ માંથી બનેલ શેમ્પુને સ્ટોર કંઈ રીતે કરવું ? : ડુંગળીની છાલ માંથી બનેલ શેમ્પુને સ્ટોર કરવા માટે તમે સાફ કન્ટેનર લો અને તેમાં શેમ્પુને 5 થી 6 દિવસ માટે સ્ટોર કરો. ડુંગળી માંથી બનેલ કોઈ પણ ઉત્પાદનને લાંબો સમય સ્ટોર ન કરવું જોઈએ. કારણ કે ડુંગળી લાંબો સમય રાખવાથી ખરાબ થઈ જાય છે. આથી ડુંગળીની છાલ માંથી તમે સીમિત માત્રામાં શેમ્પુ બનાવો, જે 5 થી 6 દિવસમાં પૂરું થઈ જાય અને જયારે જરૂર પડે ત્યારે ફરી બનાવી લો. આ સિવાય ડુંગળીની છાલ માંથી બનેલ શેમ્પુને 8 થી 10 કલાકમાં ઉપયોગ કરી લો.

આમ જો તમને ડુંગળીથી કોઈ પણ પ્રકારની એલર્જી છે તો તમે ડોક્ટરની સલાહ અનુસાર જ તેનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment