તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ….. જો એવું ન હોય તો આપણા સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર…

💁 તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ….. જો એવું ન હોય તો આપણા સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર… 💁

⚖ મિત્રો આજે અમે જણાવશું કે  ઉમરના હિસાબે આપણો વજન કેટલો હોવો જોઈએ. સ્ત્રી અને પુરુષનો ઉમર પ્રમાણે કેટલો વજન હોવો જોઈએ. આજે અમે જણાવશું એ પ્રમાણે વજન ન હોય તો ભવિષ્યમાં આપણને ગંભીર બીમારી સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે આપણી ઉમર પ્રમાણે આપણા શરીરનો કેટલો વજન હોવો જોઈએ.⚖ દરેક વ્યક્તિને હેલ્દી રહેવા માટે હેલ્દી ખોરાકની જરૂર પડતી હોય છે. તેમ દરેક વ્યક્તિને પોતાના શરીરના વજનની પણ ખબર હોવી તે ખુબ જ જરૂરી છે. શરીરનો વજન ઓછો અથવા વધારે હોવાના કારણે આપણી હેલ્થને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલા માટે આપણે ઉમર પ્રમાણે આપણા શરીરના વજનને સંતુલિત રાખવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક છે. તે નિયમિતતા આપણને ઘણી બીમારીઓથી દુર રાખે છે. તો આજે અમે તમને જણાવશું કે એક છોકરો અને એક છોકરીએ ઉમર પ્રમાણે શરીરનું કેટલું વજન હોવું જોઈએ.

⚖ જો જન્મેલું બાળક છોકરો હોય તો તેનો વજન 3.3kg. હોવું જોઈએ અને છોકરી હોય તો 3.2kg હોવું ખુબ જ જરૂરી છે. 3 થી 5 અને 6 થી 8 મહિનાના બાળકોનો વજન ઓછામાં ઓછો 6kg હોવું જોઈએ અને છોકરી હોય તો 5 થી 4 kg હોવું જોઈએ. 9 થી 11  મહિનાના છોકરાનો વજન 9.2kg હોવો જોઈએ અને છોકરી હોય તો 8.6kg હોવો જોઈએ.

🏋 1 વર્ષના છોકરાનો વજન 10.2kg અને છોકરીનું વજન 9.5kg થી નીચે હોવું જોઈએ. બે વર્ષની ઉમરના હિસાબે છોકરાનો વજન 12.3kg હોવો જોઈએ અને છોકરીનો વજન 11.8kg થી નીચે હોવો જોઈએ. હવે જાણીએ 3 થી 5 વર્ષના બાળકોનો વજન. આ ઉમરમાં છોકરો અને છોકરીનું વજન 14 kg થી 16 kg સુધીનું હોવું જોઈએ. પાંચ વર્ષની ઉમરના છોકરાનું  વજન 18.7 kg અને છોકરીનું વજન 17.7kg હોવો જોઈએ.

🏋 હવે જોઈએ 6 થી 8 વર્ષના બાળકનું વજન. છોકરાનું વજન 20 થી 22kg હોવું જરૂરી છે અને છોકરીનું વજન 19 થી 21kg હોવું જરૂરી છે. 9 થી 11 વર્ષના છોકરા અને છોકરીઓનું વજન 28 થી 30kg આજુબાજુ હોવું જોઈએ. 12 થી 14 વર્ષના છોકરા છોકરીનું વજન 37 થી 40kg  સુધીનું હોવું જોઈએ. ત્યાર બાદ 15 થી 18 વર્ષમાં વર્ષના છોકરાનું 58 kg હોવું જોઈએ અને અને છોકરીનું 50 થી 53kg હોવું જોઈએ.🏋️‍♀️ હવે આવે છે 19 થી 29 વર્ષના વ્યક્તિનું વજન વધારે હોય તો તેની લીમીટ કેટલી હોય. 60 kg થી 65 kg હોવું જોઈએ. તેનાથી ઓછું ચાલે પરંતુ જો તેનાથી વધારે હોય તો તે આપણા માટે મોતના સામાન બરાબર જ ગણાય છે. એક ફીટ વ્યક્તિ માટે આ ઉંમરમાં આ પ્રમાણે વજન હોવું યોગ્ય મનાય છે.

🏋️‍♀️ ત્યાર બાદ છે 30 થી 39 વર્ષના પુરુષનું વજન વધારેમાં વધારે 70 થી 75kg હોવું જોઈએ. તેનાથી વધારે વજન હોય તો એ જાન લેવા સાબિત થઇ શકે છે. જ્યારે મહિલાઓનું વજન 70kg જ હોવું જોઈએ.💪 હવે જાણીએ 40 થી 60 વર્ષના લોકોનો વજન. 40 થી 49 વર્ષની ઉમરના પુરુષોનું વજન વધારેમાં વધારે 80 થી 85kg હોવું જોઈએ અને સ્ત્રીનું 76 kg હોવું જોઈએ. તેનાથી વધારે ન હોવું જોઈએ. 50 થી 60 વર્ષ સુધીના પુરુષોનું વજન 80 kg જ હોવું જોઈએ. અને મહિલાઓનું વજન 77 kg જ હોવું જોઈએ.

💪 તો આ રીતે જો વજન ન હોય તો ભવિષ્યમાં આપણને કોઈ ગંભીર બીમારી પણ થઇ શકે છે એટલા માટે એક તંદુરસ્ત લાઈફ માટે તમારા વજનને સંતુલિત રાખો. અને નીચે કોમેન્ટમાં જણાવો તમારું વજન કેટલું છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment