મિત્રો શિયાળો શરૂ થઈ ચુક્યો છે. રોજ ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને શિયાળો શરૂ થતા હવે માર્કેટમાં દરેક શાકભાજી તેમજ ફ્રુટ્સ જોવા મળે છે. તેથી જ તમે જોયું હશે કે, હવે બજારમાં ગાજર આવવાના શરૂ થઈ ગયા છે. ગાજર આવતા જ લોકો હલવો બનાવવાનું વિચારે છે. પણ શું તમે જાણો છો કે ગાજરનો ઉપયોગ ચહેરાની ચમક વધારવા માટે પણ થાય છે. તો આજે અમે તમને તેના વિશે વિશેષ જાણકારી જણાવશું કે, કેવી રીતે ગાજરથી તમારા ચહેરાને સુંદર બનાવાય. તો જાણવા માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.
જેમ કે તમે જાણો છો તેમ ગાજરને એક હેલ્દી વસ્તુ માનવામાં આવે છે. કારણ કે તે શરીરની સાથે સાથે સ્કીનની ઘણી સમસ્યાઓને પણ ક્ષણમાં દુર કરી દે છે. ગાજરની અંદર ઘણા વિટામીન તેમજ મિનરલ રહેલા છે. તે ત્વચાને મેન્ટેન રાખવામાં ઘણી મદદ કરે છે. તેથી જ શિયાળામાં ગાજરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.
જો તમારી સ્કીન રૂખી તેમજ બેજાન થઈ ગઈ છે અને તમે અનેક પ્રકારની ક્રીમ અને લોશન લગાવીને થાકી ગયા છો, તો તમે એક વખત ગાજરનું પેક બનાવીને ફેસ પર લગાવી જુઓ. કેમ કે ગાજરની અંદર વિટામીન C, A, અને E મળે છે. જે તમારી સ્કીનના દરેક ઈન્જીનના બધા લક્ષણ દુર કરી દેશે. ચહેરા પરના બ્લડ ફ્લોને બરાબર કરીને ચહેરા પર ચમક આપશે. ગાજરના માસ્કને અઠવાડિયામાં બે વખત લગાવીને ચહેરા પરના સ્પોર્ટ, વાળ, કરચલી દુર કરી દે છે. ચાલો તો તમને જણાવી દઈએ કે ચહેરાની અલગ અલગ પ્રકારની સમસ્યાઓને દુર કરવા માટે કેવી રીતે ગાજરનું ફેઈસ માસ્ક બનાવી શકાય અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય.ગ્લોઈંગ ત્વચા માટે : 15 દિવસમાં ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે એક ચમચી ચોખાનો લોટ, ચપટી હળદળ, અને નાની ચમચી મધ મિક્સ કરો, આ પેસ્ટને ચહેરા પર 15 મિનીટ માટે લગાવો. આ પ્રયોગ તમે એક દિવસ છોડીને કરવો જોઈએ, કેમ કે તેનાથી જલ્દી ફાયદો થશે.
કરચલી દુર કરવા માટે : પીસેલું ગાજર, એક ચમચી દૂધ, એક ચમચી ચોખાનો લોટ, ચપટી હળદળ, અને એક નાની ચમચી મધ મિક્સ કરી લો. આ પેસ્ટને 15 મિનીટ માટે ચહેરા પર રહેવા દો. આવું એક દિવસ છોડીને કરો, જેનાથી જલ્દી ફાયદો થશે.
પીગમેન્ટ અને રફ ત્વચા દુર કરવા માટે : એક ચમચી પીસેલા ગાજરમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો. 15 મિનીટ પછી થોડા ગરમ પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.
ડલનેસ દુર કરવા માટે : એક ચમચી પીસેલા ગાજરમાં એક ચમચી ઓટ્સ અને એક ચમચી પીસેલા સફરજન સાથે મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી, સુકાઈ ગયા પછી ચહેરા પર હળવા હાથે ઘસીને દુર કરો. તેને ચહેરા પર 10 મિનીટ માટે રાખો.ચહેરા પરનો સોજો દુર કરવા માટે : તમે જોયું હશે કે ચહેરા પર સવારના સમયે ઘણી વખત સોજો જોવા મળે છે. તેને ઓછો કરવા માટે આ ફેસ પેક લગાવો. એક ચમચી પીસેલું ગાજર, એક ચમચી પીસેલું ચુકંદર, એક ચમચી બટેટા અને એક ચમચી દહીં મિક્સ કરો. તેને ચહેરા પર 15 મિનીટ માટે રાખો અને પછી પાણીથી ધોઈ નાખો.
ઓઈલી સ્કીન માટે : એક ચમચી ગાજરના જ્યુસમાં એક ચમચી એપલ સાઈડર વેનીગર મિક્સ કરો અને તેમાં રૂ નાખીને ચહેરા પર લગાવો. આ પ્રયોગ સવાર અને સાંજ બંને સમયે કરો. પછી ચહેરાને 10 મિનીટ બાદ ધોઈ નાખો.
ડ્રાઈ સ્કીન માટે : એક ચમચી પીસેલા ગાજરમાં એક ચમચી મલાઈ અને ઈંડાનો સફેદ ભાગ નાખી મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો. 15 મિનીટ પછી ધોઈ નાખો. તેનાથી તમારી ત્વચા મુલાયમ થશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી