ખાવા લાગો શિયાળામાં આ ખાસ હલવો, ક્યારેય નહિ થાય કેન્સર, હૃદય રોગ, એનીમિયા કમી જેવી ગંભીર બીમારીઓનો ખતરો… ફાયદા જાણીને ચોંકી જશો…

ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, શિયાળામાં તેને ખાવાથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે અને ડાયજેશન પણ સારું રહે છે.

ખજુરનો હલવો ખાવાથી કયા કયા ફાયદા મળે છે? : ખજૂર પોષક તત્વોથી ભરપુર હોય છે અને લોકો શિયાળામાં તેનું સેવન કરે છે તેને હલવાના સ્વરૂપમાં પણ ખવાય છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે જ પૌષ્ટિક પણ હોય છે. ખજૂરમાં કોપર,પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર વગેરે ખૂબ જ સારી માત્રામાં હોય છે. તેથી તમે ઈચ્છો તો શિયાળાની ઋતુમાં તેનું સેવન કરી શકો છો.

ખજૂરમાં ઉપસ્થિત પોષક તત્વો : સેલેનિયમ, કોપર, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, લોખંડ, ફોસ્ફરસ, કેલ્શિયમ, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન સી.

ખજુરનો હલવો બનાવવાની સામગ્રી : ખજૂર 200 ગ્રામ, દૂધ અડધો લિટર, ખાંડ 100 ગ્રામ, નારિયેળ (છીણેલું) 2-3 ચમચી, દેશી ઘી 4-5 ચમચી, કાજુ-બદામ 10-12, એલચી પાવડર 1 ચમચી, કિસમિસ 10-12.

ખજુરનો હલવો બનાવવાની રીત : ખજુરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ ખજૂરને દૂધમાં ૬થી ૮ કલાક સુધી પલાળી રાખો. ચપ્પુની મદદથી ખજૂરના બિયા બહાર કાઢો અને તેની પેસ્ટ તૈયાર કરો. હવે બદામ અને કાજુને યોગ્ય રીતે કાપી લો. ત્યારબાદ એક પેન લો અને તેમાં ઘી નાખો તથા ગરમ કરો. તેમાં ખજૂરની પેસ્ટ નાખીને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી તેનો રંગ ગોલ્ડન ન થઈ જાય. ત્યારબાદ તેમાં ખાંડ અને દૂધ નાખો અને તેને ધીમી આંચ ઉપર ચડવા દો. જ્યાં સુધી દૂધ સંપૂર્ણ રીતે બળી ન જાય ત્યાં સુધી તેને ચઢવા દો.

જ્યારે આ હલવામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે તેમાં બદામ, કાજુ, કિસમિસ અને ઈલાયચી પાવડર નાખવો. ત્યારબાદ ગેસ બંધ કરો. હવે તૈયાર છે, ખજુરનો હલવો તમે તેને ગરમમાં ગરમ પીરસો શકો છો. તમે પણ શિયાળામાં ખજુરનો હલવો બનાવીને તેનો લુફ્ત ઉઠાવી શકો છો અને તમારા સ્વાસ્થ્યને સારું રાખી શકો છો.

ખજુરનો હલવો ખાવાના ફાયદા : ખજૂર પોષક તત્વોથી ભરપુર હોય છે અને તેમાં ઘણા બધા પ્રકારના વિટામીન અને મિનરલ પણ જોવા મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. તેને શિયાળામાં ખાવાથી આપણા શરીરને ખૂબ જ લાભ થાય છે.

ખજુરનો હલવો સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, તે એન્ટી-ઇન્ફલેમેટરી ગુણોથી ભરપુર હોય છે. જે સોજાની સમસ્યાને ઓછો કરવા માટે મદદ કરે છે અને તેની સાથે એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. જે ઓક્સિડેટીવ તણાવ અને લીવર ટોક્સિટી ઓછી કરી શકે છે. ખજૂરમાં એન્ટી માઇક્રોબીઅલ ગુણ હોય છે. જે ઘણા બધા પ્રકારના સંક્રમણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ખજૂરમાં ઉપસ્થિત એન્ટી-ડાયાબીટીક પ્રભાવ ડાયાબિટીસની સમસ્યા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ઉપસ્થિત ગુણ એક સમસ્યા નહીં પરંતુ સ્વાસ્થ્યને લગતી અલગ-અલગ સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયી છે.

1) આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે : શિયાળામાં ખજુરનો હલવો ખાવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તેમાં વિટામિન સી સિવાય બીજા ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે. જે આપણી ઇમ્યૂનિટીને મજબૂત બનાવે છે. જો તમે વારંવાર બીમાર પડી જાવ છો તો તમારે શિયાળાની ઋતુમાં ખજૂરનો હલવો જરૂરથી ખાવો જોઈએ. તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ખૂબ જ સારો ઉપાય છે.

2) એનિમિયાની સમસ્યા દૂર કરે : એનિમિયા શરીરમાં આયર્નની ઉણપથી થતી એક સમસ્યા છે. જ્યારે શરીરમાં લોહીની ઉણપ હોય છે ત્યારે આ સમસ્યા થાય છે. લગભગ મહિલાઓ એનિમિયાની સમસ્યાથી ઝઝૂમી રહી હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ખજૂરના હલવાનુ સેવન જરૂરથી કરવું જોઈએ કેમ કે ખજૂરમાં ઘણી માત્રામાં આયર્ન જોવા મળે છે. જેનાથી શરીરમાં લોહીની ઉણપને દૂર કરી શકાય છે.

3) સ્નાયુઓને મજબૂત બનાવે : આપણા સ્નાયુઓને મજબૂત બનાવવા માટે ખજૂરના હલવાનું સેવન કરી શકાય છે. ખજૂરમાં સમૃદ્ધ માત્રામાં પ્રોટીન હોય છે, ખજુરનો હલવો ખાવાથી આપણા હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે. જો તમે પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો શિયાળામાં તમારે જરૂરથી ખજૂરના હલવાનું સેવન કરવું જોઈએ.

4) હૃદય રોગનું જોખમ ઓછું કરે : હૃદય રોગનું જોખમ ઓછું કરવા માટે શિયાળામાં ખજુરનો હલવો ખાઈ શકો છો. તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો ખજુરનો હલવો હૃદયરોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. ખજૂરમાં એન્ટિ-ઓક્સીડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી એપોપ્ટોટીક ગુણ હોય છે. જે આપણા હૃદયમા આવતા એટેકને રોકવા માટે મદદગાર સાબિત થઇ શકે છે. ખજૂરનું સેવન હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓને પણ ઓછી કરી શકે છે.

5) ઉર્જા વધારવા માટે ખજૂરના હલવાનું કરો સેવન : ખજુરનો હલવો આપણા શરીરને ઉર્જાથી ભરી દે છે અને આપણા શરીરને ઊર્જાવાન બનાવે છે. ખજૂરમાં ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે. તે એક એનર્જેટિક ફૂડ છે ખજૂરમાં લગભગ 70 ટકા કાર્બોહાઇડ્રેટ ઉપસ્થિત હોય છે અને તે આસાનીથી ગ્લુકોઝમાં ફેરવાયને લોહીમાં પહોંચી જાય છે. જે શરીર માટે ઊર્જાનો સ્ત્રોત બની શકે છે. શિયાળામાં શરીરને ઊર્જાવાન બનાવવા માટે ખજૂરનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

6) કેન્સરથી બચાવ કરે : કેન્સરની બીમારીથી બચવા માટે આપણે ખજૂરનું સેવન કરી શકીએ છીએ. શિયાળામાં ખજુરનો હલવો ખાવાથી કેન્સરમા ઘણી હદ સુધી બચાવ કરી શકાય છે. ખજૂરમાં એન્ટી ટ્યુમર અને એન્ટી કેન્સર ગુણ હોય છે. જે કેન્સરના લક્ષણોને ઓછું કરવા માટે મદદ કરી શકે છે. ખજુરનો હલવો ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે અને ખજૂર કોલન કેન્સરની કોશિકાઓને નષ્ટ કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment