વગર દવાએ ઘર બેઠા ગળાની ખરાશ, દુખાવો, સોજો એને ખંજવાળ દૂર કરવાનો દેશી ઉપચાર

શરદી ઉધરસ દરેકને થતી એક સામાન્ય સમસ્યા છે. જ્યારે પણ ઋતુમાં બદલાવ આવે એટલે તુરંત જ તેની અસર લોકોમાં જોવા મળે છે. કેટલીક વાર લાંબી ઉધરસ બાદ પણ ગળામાં ખરાશ થવા લાગે છે. હેલ્થ લાઈન પ્રમાણે ગળામાં ખરાશ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ખાવામાં નિષ્કાળજી ના કારણે હોઈ શકે છે. તેના સિવાય વધુ ઉધરસ ના કારણે ગળામાં ઘાવ થઈ જાય છે, જે ખરાશ માટે જવાબદાર માનવામાં આવે છે.

ગળામાં થતી ખરાશ કેટલીક વાર લાંબા સમય સુધી પરેશાન કરે છે. એવામાં વધુ પ્રમાણમાં દવાઓ લેવાથી શરીર માટે નુકસાનદાયક બની શકે છે. દવાઓની આડઅસરથી બચવા માટે કેટલાક ઘરેલુ નુસખા કે ઉપાયોનો સહારો લઈ શકાય છે. આનાથી કુદરતી રીતે ખરાશની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તો આવો આજે આપણે આ લેખ દ્વારા જાણીએ ગળામાં ખરાશ થવા પર કયા ઘરેલુ નુસખા ફાયદાકારક બની શકે છે.1) મધની ચા:- શિયાળાની શરદી અને ઉધરસ માટે મધનો પ્રયોગ ફાયદાકારક માનવામાં આવે છે. ઉધરસ સિવાય ખરાશ થવા પર મધ ફાયદાકારક સાબિત થાય છે. મધમા ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ઇન્ફેક્શનને ઘટાડવામાં મદદ કરે છે. ખરાશ થવા પર ચા માં મધ નાખીને પીવાથી ખૂબ જ રાહત મળે છે.

2) મીઠાના પાણીથી કોગળા કરો:- મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાની ખરાશ અને સોજો દૂર કરવામાં મદદ મળે છે. આ ગળામાં હાજર બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું મેળવીને કોગળા કરવા જોઈએ. તેનાથી ગળાની સફાઈ થશે અને સોજામાં પણ રાહત મળશે. ગળાની ખરાશ થવા પર દર એક કલાકે કોગળા કરવા જોઈએ. 3) બેકિંગ સોડા થી કોગળા કરો:- બેકિંગ સોડા અને મીઠાના પાણી ના મિશ્રણથી કોગળા કરવાથી પણ ખરાશમાં રાહત મળી શકે છે. આ બેક્ટેરિયાને મારવાની સાથે ફંગસને વધતા પણ રોકે છે. એક કપ ગરમ પાણીમાં  ¼ ચમચી બેકિંગ સોડા અને ⅛ ચમચી મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરી લો અને દિવસમાં ત્રણથી ચાર વાર તેનાથી કોગળા કરો ત્યારબાદ સાદા પાણીથી મોડું સાફ કરી લો તેનાથી ગળામાં જલ્દી રાહત થશે 

4) મેથીનું સેવન:- મેથી એક શ્રેષ્ઠ હર્બલ છે. જેનો ઉપયોગ અનેક બીમારીઓમાં કરી શકાય છે. ગળામાં ખરાશ થવા પર મેથીની ચા નું સેવન  કરી શકાય છે. ગળામાં ખરાશ થવા પર મેથીનું સેવન કરી શકાય છે. મેથીની ચા પીવાથી દુખાવો, બળતરા અને સોજામાં રાહત મળે છે. મેથી બેક્ટેરિયાને મારવાનું કામ ખૂબ જ સરસ રીતે કરે છે. એક કપ ગરમ પાણીમાં મેથીના દાણાને ઉકાળીને ચા બનાવો. થોડો સારો સ્વાદ આવે તેના માટે થોડુંક મધ મેળવો. આ ચા દિવસમાં બે વાર પી શકાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment