શાકભાજીમાં અનેક પ્રકાર ના ગુણો રહેલા હોય છે. અમુક શાકભાજી તો એવા છે કે તેની છાલમાં પણ અનેક ઘણા પોષક તત્વો હોય છે. આવી છાલોને ઘરેલુ નુસખા રૂપે ઉપયોગ કરી શકાય છે અને આપણા સ્વાસ્થ્યની જાળવણી પણ રાખી શકાય છે. જ્યારે વાત કરીએ ઘરેલુ નુસખાની તો ભારત માં તેને આજમાવવા વાળા લોકોની સંખ્યા દુનિયાના કોઈપણ દેશોના લોકોની તુલના એ વધારે જ જોવા મળે છે. પછી તે સ્વાસ્થ્યની જાળવણીની વાત હોય કે ચહેરા ની સુંદરતા નિખારવાની, દરેક વસ્તુમાં આપણા મસાલા શાક, ફળ વગેરેનો ઉપયોગ નક્કી જ હોય છે.
આનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આમાંથી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રસિદ્ધ છે તો કેટલીક બિલકુલ પણ નથી. એવું જ એક પ્રસિદ્ધ કડવું શાક જેની છાલ ઉતારી દેવામાં આવે છે. તે ત્વચા નો નિખાર વધારવામાં મદદરૂપ થાય છે. ગુણો અને પોષણથી ભરેલુ આ શાક કારેલા છે, જેની છાલ સ્કિન પર કમાલની સુંદરતા લાવે છે.ગુણોનો ખજાનો કારેલા:- બહારથી લીલા રંગનું અને ખરબચડી છાલ વાળા કારેલામાં એટલા ગુણ ભરેલા છે કે તેનામાં રહેલા આયર્ન ને તો આયુર્વેદ પણ માને છે. અંગ્રેજીમાં Bitter Gourd ના નામથી ઓળખાતા આ શાકમાં વિટામીન એ,સી, કેલ્શિયમ, ફોલિક એસિડ, નિયાસીન, આયર્ન, એન્ટિઓક્સિડન્ટ, ફ્લેવોનોઇડ્સ પોલિફેનોલ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.
છાલ નો આ રીતે કરો ઉપયોગ:- આ શાકને ઘણા લોકો છોલીને તો ઘણા લોકો છાલ સાથે જ ખાય છે. પરંતુ ખાવાના સિવાય આને ત્વચા પર પણ લગાવી શકાય છે. બસ તમારે કરવાનું એ છે કે શાકને છોલીને જે છાલને તમે બેકાર સમજીને ફેંકી દો છો તેને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની છે અને તેની પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટને ચહેરા પર બ્રશની મદદથી લગાવો. આમાં તમે ઇચ્છો તો મધ કે બેસન પણ મેળવી શકો છો.ચમકી ઉઠશે ત્વચા:- કારેલામાં ઉપલબ્ધ વિટામીન અને અન્ય મિનરલ છાલમાં પણ હાજર હોય છે. એવામાં તેનો પેક બનાવીને લગાવવાથી આ બધા તત્વોનો ત્વચાને ફાયદો થાય છે. તેનાથી ત્વચા ન માત્ર પરેશાનીઓથી દૂર રહે છે પરંતુ તેને અંદરથી ગ્લોઇંગ બનવામાં પણ મદદ મળે છે. કારેલાના છાલથી તૈયાર ફેસપેકને તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.
જ્યુસ બનાવીને પીવો અને મેળવો ચમકતો ચહેરો:- તમે કારેલાનું જ્યુસ પણ પી શકો છો આમ કરવાથી સ્કીનને જબરજસ્ત ફાયદો મળે છે. આ કડવો રસ લોહીની શુદ્ધિ કરીને ચહેરા પર થતાં ખીલ અને પીમ્પલની સમસ્યાને નિયંત્રિત કરે છે. તેની સાથે જ સ્કીનથી જોડાયેલી અન્ય સમસ્યાઓ જેવી કે ખંજવાળ, બેક્ટેરિયા, ઇન્ફેક્શન થી લડવામાં પણ આ જ્યુસ અસરકારક છે. તેનાથી ત્વચા ડાઘ રહિત અને ગ્લોઈંગ બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી