કોરોના વાયરસના કારણે દેશભરમાં હાલ લોકડાઉન છે. તો આવા સમયમાં એક 15 વર્ષની દીકરી તેના પિતાને સાયકલ પર બેસાડીને ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી પહોંચી હતી. તેની હાલ ખુબ જ ચર્ચા થઇ રહી છે. આ 15 વર્ષની છોકરીનું નામ છે જ્યોતિ. જ્યોતિ એટલી બધી ચર્ચામાં છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પે પણ ખુબ જ વખાણ કર્યા હતા.
ઇવાંકા ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 15 વર્ષની જ્યોતિ કુમારીએ પોતાના જખમી પિતાને સાયકલ પર બેસાડીને માત્ર 7 જ દિવસોમાં 1200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને પોતાના ગામ સુધી પહોંચી હતી. સહનશક્તિ અને પ્રેમની આ અદ્દભુત વીરગાથાને ભારતીય લોકોએ ખુબ જ વખાણી હતી. તેમજ સાયકલીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું ધ્યાન પણ જ્યોતિ તરફ ખેંચાયું હતું. ઇવાંકા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું પછી લોકો દ્વારા પણ ખુબ જ ટ્વિટ આવી રહ્યા છે. લોકો ટ્વિટ કરીને કહી રહ્યા છે કે ઇવાંકા પણ જ્યોતિથી પ્રભાવિત થઇ છે. તો ભારતીય સાયકલીંગ મહાસંઘના નિદેશક વી. એન. સિંહે કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનમાં પોતાના પિતાને લઈને સાયકલ પર બેસાડીને ગુરુગ્રામથી બહારથી દરભંગા સુધી પહોંચેલી જ્યોતિને “ક્ષમતાવાન” કરાર આપતા કહ્યું કે, મહાસંઘ તેને ટ્રાયલનો મોકો આપશે.
જો જ્યોતિ સી. એફ. આઈના માનકો પર થોડી પણ ખરી ઉતરે તો તેને વિશેષ ટ્રેનીંગ આપવામાં આવશે. સાથે જ તેના માટે કોચ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. મીડિયામાં જે ખબર આવી તે અનુસાર જ્યોતિ લોકડાઉનમાં પોતાના પિતા મોહન પાસવાનને સાયકલ પર બેસાડીનેને 1200 કિલોમીટરની દુરી માત્ર સાત દિવસમાં કાપી હતી. તે ગુરુગ્રામથી દરભંગા સુધી પહોંચી હતી.
તમને જણાવી દઈએ કે જ્યોતિએ રોજની લગભગ 100 થી 150 કિલોમીટરની સરેરાશે સાયકલ ચલાવી હતી. જ્યોતિના પિતા ગુરુગ્રામમાં રીક્ષા ચલાવતા હતા. પરંતુ તે દુર્ઘટનાનો શિકાર થયા હતા, અને જ્યોતિ પિતાજીની દેખભાળ કરવા માટે તેની માતા અને જીજા સાથે ગુરુગ્રામ આવી હતી. ત્યાર બાદ તે ગુરુગ્રામમાં જ રોકાય ગઈ હતી. ત્યારે જ બરોબર લોકડાઉન જારી થયું અને જ્યોતિના પિતાજીનું કામ ઠપ્પ થઇ ગયું. પછી જ્યોતિએ પિતાજી સાથે ગામ સુધી જવા માટેનો નિર્ણય કર્યો અને સાયકલ પર પિતાને બેસાડીને ગામ તરફ નીકળી ગઈ.
ત્રણ બહેનો અને બે ભાઈઓમાં જ્યોતિ બીજા નંબરની બહેન છે. જ્યોતિએ કહ્યું કે, અભ્યાસ કરવાનું છોડી દીધું છે, પરંતુ હજુ જો મને મોકો મળે તો હું બીજી વાર અભ્યાસ કરવા ઈચ્છું છું.