ખાવાના સોડાથી જ તમારી સ્કીનને એટલી સુંદર બનાવો કે જીવો ત્યાં સુધી નહિ આવે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા… જાણો ઉપયોગની સાચી રીત….

આપણા રસોડા માં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઈએ છીએ પણ તેના ગુણો વિશે ખબર નથી હોતી. આવી વસ્તુઓમાં એક બેકિંગ સોડા છે જેનો આપણે કેક, કૂકીઝ, પેસ્ટ્રી વગેરે બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો, બેકિંગ સોડાથી તમે તમારી સુંદરતામાં વધારો કરી શકો છો.

આપણે આપણી સુંદરતાને વધારે ધ્યાન આપવા માટે ઘણા બધા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બધા પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોવાના કારણે લાંબા ગાળે આપણી ત્વચાને નુકશાન પહોંચાડે છે. પરંતુ સામાન્ય લાગતો આ બેકિંગ સોડા ત્વચાની સુંદરતા જાળવી રાખવાની સાથે જ ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. તો ચાલો આપણે જાણીશું તેના અદભુત ફાયદા વિશે.1) ચહેરાની ચમક વધારવા માટે:- ખીલ, કાળા ડાઘા, બ્લેકહેડ્સ વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ જ સારો વિકલ્પ છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી મેળવીને સરસ રીતે મિક્સ કરી લેવું અને એક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર હળવા હાથે લગાવીને સ્ક્રબ કરવું. આ ઉપાય આજમાવવા થી નિર્જીવ ત્વચામાં નવા સેલ નું નિર્માણ થશે અને ત્વચા ખીલી જશે. એ વાતનું ધ્યાન રાખવું કે આ ઉપાય તમારે દરરોજ નથી કરવાનો, આ ઉપાય તમે અઠવાડિયામાં બે વાર  કરી શકો છો.

2) કાળા હોઠ બનાવે ગુલાબી:- જો હોઠ ગુલાબી હોય તો ચહેરાની સુંદરતા વધી જાય છે અને ખૂબ જ આકર્ષક દેખાય છે. પરંતુ ચહેરા પરના કાળા હોંઠ ચહેરાની સુંદરતા બગાડે છે. આવા કાળા હોંઠને તમે બેકિંગ સોડાની મદદથી ગુલાબી બનાવી શકો છો. તેના માટે અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું મધ મેળવીને પેસ્ટ બનાવવી, આ પેસ્ટને હાથમાં લઇ હોંઠો પર લગાવી હળવા હાથે મસાજ કરવી. આ ઉપાય  કરતા જ તમને તેનું પરિણામ જોવા મળશે.3) ખીલ અને મસા દૂર કરે:- જો તમને ખીલ અને મસાની ફરિયાદ હોય તો બેકિંગ સોડા તમારી ફરિયાદ દૂર કરશે. તેના માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી લેવું. ત્યાર બાદ આ પેસ્ટને ખીલ અને મસા થયા છે તે ભાગ પર લગાવવી. 2 થી 3 મિનીટ સુધી પેસ્ટ લગાવી રાખવી. ત્યાર બાદ ચહેરાને થોડા નવશેકા  ગરમ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરવાથી અવશ્ય ફાયદો થશે.

4) દાંત ચમકાવે છે:- કોઈપણ વ્યક્તિ સ્માઈલથી ખુબ જ સુંદર લાગે છે અને જો એવામાં તેના દાંત સફેદ ન હોય તો તેની સ્માઈલ ફીકી પડી જાય છે. આવી સ્થિતિમાં બેકિંગ સોડા અત્યંત ઉપયોગી છે.બેકિંગ સોડા દાંત માટે માઈલ્ડ બ્લીચનું કામ કરે છે. બેકિંગ સોડા દાંતમાં ઘસવાથી દાંત એકદમ સફેદ બનીને ચમકવા લાગે છે.5) બ્લેકહેડ્સ:- મોટાભાગે ઓઈલી સ્કિનમાં બ્લેકહેડ્સ થાય એ સામાન્ય વાત છે. બ્લેકહેડ્સથી ચહેરાની સુંદરતા હણાઈ જાય છે. અને તેનાથી ચહેરો બિલકુલ સારો નથી લાગતો.બ્લેકહેડ્સને દુર કરવા માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લઈને તેને બ્લેક હેડ્સ પર લગાવવાથી બ્લેકહેડ્સ દૂર કરી શકાય છે.

6) ઓઈલી સ્કીનથી મળે છુટકારો:- કોઈપણ ઋતુમાં ઓઇલી સ્કિન ખૂબ જ પરેશાન કરે છે પછી તે ઠંડીની ઋતુ હોય કે ગરમીની. તેનાથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા વરદાન રૂપ છે. ઓઈલી સ્કિનને દૂર કરવા માટે બેકિંગ સોડા ફેસ પર લગાવો. આ ઉપાય કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર લગાવીને ચાર થી પાંચ સેકન્ડ સુધી મસાજ કરવી. આ પેસ્ટને દસ મિનિટ સુધી આમ જ છોડી દો. ત્યારબાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.7) ડાઘ ગ અને ધબ્બા દુર કરે:- ચહેરા પર ડાઘ અને સ્પોર્ટ્સ ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે ડાઘ ધબા દૂર કરવા માટે અડધો કપ બેકિંગ સોડા લેવો ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરવો. બંનેને સરસ રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકવવા દેવી. પેસ્ટ સુકાયા બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. જો તમે ઈચ્છો તો લીંબુના વિકલ્પમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.

નોંધ : આમ જુઓ તો બેકિંગ સોડા ના ફાયદા ઘણા છે પરંતું તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. બેકિંગ સોડાનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે, તેથી તેનો સીમિત માત્રામાં જ ઉપયોગ કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment