માપસરમાં આનું સેવન દવાઓ કરતા છે વધુ ગુણકારી, બિપિ ઘટાડી લોહીને કરી દેશે પાતળું અને અનેક રોગોને રાખશે દુર…

આમ તો સોપારી નો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. સોપારીને આપણે હંમેશા બે જ રીતે ઉપયોગમાં લેવામાં આવેલી જોઈ છે. એક તો નાગરવેલના પાન પર કે પીપળાના પાન સાથે પૂજામાં, શાંતિ પાઠ, હવન કે કળશની સ્થાપના કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ અને બીજુ તેને નાગરવેલના પાન સાથે અમુક લોકો ખાવાનું પસંદ કરે છે. મોટાભાગે સોપારી વિશે એવી માન્યતા છે કે સોપારી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા તેના ફાયદા વિશે.

કફ અને પિત્ત જેવી સમસ્યા દૂર કરવા માટે જૂની અને પાકેલી સોપારી અત્યંત અસરકારક છે. આ સોપારી યૌન સમસ્યા અને પેશાબની વિકૃતિઓમાં પણ લાભદાયક છે. અને જો શેકેલી સોપારી હોય તો આ ત્રણે દોષને દૂર કરે છે. જો હોજરીમાં વાયુ ભરાઈ ગયો હોય તો ચીકણી સોપારી લઈને તેનું દોઢ ગ્રામ ચૂર્ણ સવારમાં મઠામાં કે કાંજી મા લેવાથી વાયુ મટે છે અને પેટમાં રાહત થાય છે.સોપારીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. જેના કારણે તેનું યોગ્ય પ્રમાણમાં નિયમિત રૂપે સેવન કરવાથી શરીરના કોષો રીન્યુ કરવામાં મદદ મળે  છે. જેથી શરીર પણ સ્વસ્થ બને છે અને લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે. સોપારી પાચનતંત્ર અને ચેતાતંત્ર ને ઉત્તેજિત કરવામાં મદદરૂપ થાય છે. સોપારી એ તંદુરસ્તી જાળવી રાખવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

જો સોપારીનું સેવન કરવામાં આવે તો મોઢું સાફ રહે છે. નિયમિતપણે સોપારીનું સેવન કરવાથી ભૂખમાં વધારો થાય છે. સાથે જ મોઢામાં લાળ રસમાં પણ વધારો થાય છે. એવું કહેવાય છે કે સોપારીનું સેવન કરનાર વ્યક્તિને મોઢાનું કેન્સર થવાના જોખમો વધી જાય છે. પરંતુ જો તેનાથી વિપરીત વિચારીએ તો સોપારીનું સેવન કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના ફાયદા થાય છે.જેમકે તેને ચાવવાથી દાંતોની અંદર રહેલી કેવિટી દૂર કરી શકાય છે અને દાંતની અંદર રહેલા દરેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ થાય છે. જેથી વ્યક્તિનું મોઢું સાફ રહે છે. કબજિયાત અને ઝાડા ની સમસ્યા દૂર કરવા માટે સોપારીનું સેવન અતિ ફાયદાકારક રહે છે. તે ઉપરાંત પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.  

ડાયાબિટીસની સમસ્યામાં સોપારી એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. જો નિયમિત સોપારીનું સેવન કરવામાં આવે તો તેનાથી મોઢામાં ભરપૂર પ્રમાણમાં લાળ ઉત્પન્ન થાય છે. આ લાળ શરીરની અંદર જઈને તેમાં રહેલા ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં સોપારી મદદરૂપ થાય છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ છુટકારો મળે છે. સોપારીને એક એન્ટી ડિપ્રેશન તરીકે માનવામાં આવે છે એટલે કે તે તણાવને દૂર કરનાર ફળ તરીકે ઓળખાય છે. જેથી વ્યક્તિ તણાવ મુક્ત રહે છે.જો શરીરમાં કોઈપણ પ્રકારનો ઘાવ હોય તો તેને મટાડવા માટે સોપારીના ઉકાળાને તે જગ્યાએ લગાવી દેવાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. અનેક ઘાવ માં પણ રુઝ આવવા લાગશે. આ એક પ્રકારનું એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. એડકીની સમસ્યામાં પણ સોપારી ફાયદાકારક છે. સોપારીનું સેવન કરવાથી એડકી બંધ થઈ જાય છે. અવાજ માં સુધારો કરવો હોય તો તેમાં સોપારી અસરકારક છે.

માસપેશીઓ મજબૂત બને છે. સોપારી લોહીને પાતળું કરે છે. પરંતુ જેમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેઓએ સોપારીનું સેવન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. જેથી તેમનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે. અને તેમને હાઈ કે લો બ્લડપ્રેશરની સમસ્યા થવાની સંભાવના રહેતી નથી.ત્વચાને લગતી કોઈપણ સમસ્યામાં સોપારી અસરકારક છે. જો કોઈ વ્યક્તિને ધાધર, ખરજવું, ખંજવાળ કે ચામડી ને લગતી અન્ય પ્રકારની સમસ્યા થઈ હોય તો સોપારીને ઘસીને તેલની સાથે મિક્સ કરી ત્વચા પર લગાવવાથી ઘણી રાહત થાય છે. સોપારીના ચૂર્ણમાં પકાવેલા તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત થાય છે.

સોપારીના સેવનનું પ્રમાણ અડધા થી એક ગ્રામ જેટલું જ હોવું જોઈએ. કૃમિનો રોગ દૂર કરવા આનાથી થોડું વધારે પ્રમાણ લઈ શકાય છે. કૃમિની સમસ્યા દૂર કરવા માટે સોપારીના ભૂકાને ગરમ પાણી સાથે મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વાર સેવન કરવાથી કૃમિ થી છુટકારો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment